________________
સૂત્રમાં તે તે વિષયનું ખૂબ જ ગંભીરતાપૂર્વક વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પાંચે ય સૂત્રમાં જીવનનાં સનાતન સત્ય એની સુંદર રીતે વર્ણવેલાં છે કે આપણે એના વિશિષ્ટ શબ્દ અને
સ્યાદાદ શેલાથી વિવેકપૂર્ણ વર્ણન ઉપર પદે પદે અત્યંત મુગ્ધ થઈ જઈએ તેવું અદૂભુત તેમાં વર્ણન છે.
પંચસૂત્રકને ખરેખર અભ્યાસીએ તો આ સટીક પંચસૂત્રકગ્રંથ જ વાંચી લેવો જોઈએ. એ જેનાથી શકય ન હોય તેમણે પંચસૂત્રકનાં જે અનેક ભાષાંતરો તથા વિવેચને ગુજરાતી આદિ ભાષામાં થયેલાં છે તે વાંચી લેવાં જોઈએ. કેટલાંક ભાષાંતરો તથા વિવેચને એવાં સુંદર છે કે સંસ્કૃત ભાષાના જાણકારોને પણ પંચસૂત્રકના માર્મિક અને સમજવામાં અનેક સ્થળે ઉપયોગી થાય તેવાં છે. અભ્યાસીઓને એ પણ જવાની ભલામણ કરવામાં આવે છે. અહીં તો સંક્ષિપ્ત રૂપરેખા જે પંચસૂત્રને સારુ જ આપવામાં આવે છે. પંચસૂત્રમાં પાંચ સૂત્રો છે
૧ પાપપ્રતિઘાત ગુણ બીજધાનસૂત્ર ૨ સાધુધમપરિભાવના સૂત્ર ૩ પ્રવજ્યાગ્રહણવિધિસૂત્ર ૪ પ્રવ્રજ્યા પરિપાલનાસૂત્ર ૫ પ્રજ્યાફલસૂત્ર
() પ્રથમસૂત્રમાં સંસારના સાચા સ્વરૂપને વર્ણવતા વીતરાગ સર્વજ્ઞ રોલેકયગુર અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને સંસારનું સ્વરૂપ વર્ણવીને, સંસારપરિભ્રમણનો અંત લાવવા માટે ચતુઃશરણગમન આદિ શું શું અને કેવી રીતે કરવાની જરૂર છે અને તેથી શું શું ફળ પ્રાપ્ત થાય છે, એનું વિસ્તારથી વર્ણન છે. આ સૂત્રમાં તેના નામ પ્રમાણે ખરેખર પાપને પ્રતિઘાત કરીને ગુણના બીજેનું આધાન કરવાની રીત બતાવી છે.
(૨) બીજ સૂવમાં, ધર્મગુણેને સ્વીકાર કરવાની રૂચિ થયા પછી શું શું કરવું જોઈએ, તેનું વિસ્તારથી વર્ણન છે. ધર્મગુણાનું ઉતમ સ્વરૂપ અને દુર્લભપણું વિચારીને શ્રાવકે પાંચ અણુવ્રતો અત્યંત ભાવપૂર્વક સ્વીકારવાં જોઈએ. સસીકારીને તેનું પાલન કરવું જોઈએ. હમેશાં પ્રભુની આજ્ઞાને જીવનમાં સવીકારવી જોઈએ. આજ્ઞા મહાન વસ્તુ છે, આજ્ઞા દેને દૂર કરીને મોક્ષ સુધી પહોંચાડનારી છે. અધર્મમિત્રોને સંબંધ ત્યજી દે જોઈએ. લોકવિરૂદ્ધને ત્યાગ કર જોઈએ, લેકો ઉપર દયા લાવીને પણ, લેકેને ધમ ઉપર અભાવ ન થાય એ રીતે ધર્મ માણસે વર્તવું જોઈએ. ઇમિત્રા સાથે સંબંધ કરવું જોઈએ. ગૃહસ્થ જીવનને ઉચિત આચારોમાં પણ, પિતે સ્વીકારેલા ધમને ઉચિત વ્યવહાર કરવો જોઈએ. શ્રાવકનું જીવન કેવું હોવું જોઈએ, શ્રાવકે કેવી રીતે વ્યાપાર
આદિ કરવાં જોઈએ ઈત્યાદિ અનેક વાર્તાનું અતિ સુંદર વર્ણન બીજા સૂત્રમાં છે. સંસારનું અને ધન સ્વરૂપ વિચારતાં, જીવનમાં સાધુધર્મ સ્વીકારવાની તીવ્ર અભિલાષા પ્રગટે એ સ્વાભાવિક જ છે. માટે આનું નામ સાધુધમપ ભાવના સૂત્ર (સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત પદાર્થને સૂચવનાર સુત્ર) છે.
(૩) ત્રીજા સૂત્રમાં, સાધુધર્મના લાભે સમજ્યા પછી, સાધુધર્મને પ્રાપ્ત કરવા માટે કેવું પવિત્ર જીવન જીવવું જોઈએ અને સાધુધર્મને કેવી રીતે સ્વીકાર કરવો જોઈએ. તેનું વિસ્તારથી અત્યંત સુંદર વર્ણન છે. સાધુપણું ગ્રહણ કરવા ઈચ્છનારનું જીવન એવું હોવું જોઈએ કે એનાથી કોઈને ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org