________________
પરમાત્મા તથા સદ્દગુરૂદેવની કૃપાથી આગમાદિ શાસ્ત્રોનું સંશોધન-પ્રકાશનકાર્ય શીઘ્રમેવ સિદ્ધ થાય અને વડીલોના આશીર્વાદ તથા બધાની શુભકામના પરિપૂર્ણ સફળ થાય, એ માટે પ્રભુને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું.
| દર્શનશાસ્ત્રના મહાન વિદ્વાન તથા અનેકભાષાજ્ઞ, યુરોપમાં ઓસ્ટ્રીયાની વિયેના યુનિવર્સિટીના પ્રસિદ્ધ પ્રોફેસર ડે. એરી ઉવારે (Prof. Dr. Erich Frauwalner) નયચક્રને અભ્યાસ કરીને પ્રથમ વિભાગની પ્રસ્તાવના લખી હતી, તે માટે તેમને પણ ઘણાં અભિનંદન છે. પરંતુ તે પછી તેમને સ્વર્ગવાસ થવાથી બીજા-ત્રીજા વિભાગમાં તેમની પ્રસ્તાવના આવી શકી નથી. જે તેમની પ્રસ્તાવના હોત તો ઘણું વિષ ઉપર તેમના વિચારો જાણવા મળત.
પ્રારંભમાં આવેલા ગુરૂસ્તુતિના કલેકેની સંસ્કૃતમાં સુંદર રચના ન્યાયવિશારદ ન્યાયતી સ્વ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે કરી આપેલી છે, તે માટે તેમને પણ હું ખૂબ જ છું. મુંબઈ નિર્ણયસાગર પ્રેસના પંડિતજી સ્વ. રામનારાયણ આચાર્યે પ્રફ જોવામાં તથા નયચકના મૂળ-ટીકા-ટિપ્પણના ભાગને તે તે પાનામાં યોગ્ય રીતે ગોઠવવામાં ઘણી મદદ કરી હતી. તેમને પણ મારાં ઘણું ઘણું અભિનંદન છે.
ટિબેટન ગ્રંથે ફિલ્મ રૂપે અથવા મુદ્રિત રૂપે મેળવવામાં અમેરિકામાં શિંગ્ટનની કેસ લાયબ્રેરીએ તથા જાપાનના નાગેયા યુનિવર્સિટીના પ્રોફેસર સ્વ. હિદનેરી કિતાગાવાએ ઘણું સહાય કરી હતી. મારા ટિબેટન ભાષાના માર્ગદર્શક પુનાના ડો. વાસુદેવ વિશ્વનાથ ગોખલે (Dr. V. V. Gokhale) પણ ઘણી રીતે સહાયક થયા છે, આ બધાને મારા ઘણાં ઘણાં ધન્યવાદ છે.
આ ગ્રંથમાં ત્રીજા વિભાગનું પ્રથમ તથા દ્વિતીય પરિશિષ્ટ મારાં મેટા માસી સ્વ. સાવીજીશ્રી લાભશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા) નાં શિષ્યા તથા નાનાં બહેન સ્વ. સાધ્વીજીશ્રી કંચનશ્રીજીનાં પુત્રી તથા શિષ્યા સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજીના પરિવારે તૈયાર કરી આપ્યું છે. ત્રીજું પરિશિષ્ટ મારાં મોટાં માસી સ્વ. સાધ્વીજી શ્રી લાભશ્રીજીનાં શિષ્યા (તથા મારાં માતુશ્રી) સાધ્વીજી શ્રી મનેહરશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ તૈયાર કરી આપ્યું છે. તે બધાને મારા ઘણાં ઘણાં અભિનંદન છે.
નયચક્રનો ત્રીજો ભાગ Associated Advertisers & Printers પ્રેસમાં છ-સાત વર્ષ પૂ છપાઈ ગયું હતું. તે પછી પ્રસ્તાવના અને પરિશિષ્ટો લખાઈને તૈયાર થયાં તે છપાવવા માટે અમે ઘણે ઘણે પ્રયાસ કર્યો. પરંતુ ક્યાંયે મેળ ખાધ નહિ, એટલે અમે હતાશ અને નિરાશ થઈ ગયા હતા. છેવટે મુંબઈની હર્ષા પ્રિન્ટરીના માલિક શ્રી કેશવજીભાઈ ગેગરી અમારી મદદે આવ્યા. મૂળ તેઓ કચ્છમાં પત્રી ગામના વતની છે અને અમે પત્રી ગામમાં વિક્રમ સં. ૨૦૩૧ માં ચોમાસું કર્યું હતું. એટલે અમારા પૂર્વ પરિચિત હતા. આ પ્રસ્તાવના આદિ છાપવાનું બધું કામ કાળજીપૂર્વક સુંદર રીતે તેમણે પરિપૂર્ણ કરી આપ્યું છે. તે માટે તેમને મારા ઘણા ઘણા હાદિક ધન્યવાદ છે.
મારા ૯૨ વર્ષનાં વયેવૃદ્ધ માતુશ્રી સાદવીજી શ્રી મનેહરશ્રીજીના સતત આશીર્વાદ એ મારું મોટું બળ છે-સામર્થ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org