________________
મારા પૂજ્યપાદ પિતાશ્રી તથા ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજને શ્રી શંખેશ્વરજી તીર્થમાં વિક્રમ સં. ૨૦૧૫ ના મહા સુદિ આઠમે સ્વર્ગવાસ થયા પછી તરત જ ફાગણ સુદિ ત્રીજે જેમની શ્રી શંખેશ્વરજી તીથમાં દીક્ષા થઈ હતી તે મારા વાવૃદ્ધ પ્રથમ શિષ્ય દેવતુલ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો શંખેશ્વરજી પાસે લોલાડા ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦, તા. ૬-૧૧-'૮૩ ના કાતિક સુદિ બીજે રવિવારે સાંજે છ વાગે સ્વર્ગવાસ થયે છે, તે પણ મને ઘણું ઘણી રીતે આ કાર્યમાં સહાયક થતા હતા. તેમને મારા ઘણા ઘણા ધન્યવાદ છે.
મારા પરમ વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીએ પ્રફવાંચન આદિ સવ કાર્યોમાં અત્યંત ભક્તિભાવથી વિવિધ રીતે ખડે પગે હંમેશા સતત સહાય કરી છે. તેમની સહાયથી મારાં સવ કાર્યો સરળતા અને નિશ્ચિતતાથી થાય છે. તેમને પણ મારા ઘણા ઘણા હાદિક ધન્યવાદ છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવાન તથા મારા પર પકારી પિતાશ્રી સદગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમલમાં અનન્દશઃ પ્રણિપાત કરીને તેમની જ પરમકૃપા અને સહાયથી સંપાદિત થયેલા આ નયચકના ત્રીજા વિભાગને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કરકમલમાં અર્પણ કરીને અને આ રીતે પ્રભુપૂજન કરીને આજે ' અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત ૨૦૪૨ પિષ સુદિ ૮, શનિવાર (તા. ૧૮-૧-૮૬) શંખેશ્વરજી, (તા. સમી) (જિલ્ફ-મહેસાણા) ઉત્તર ગુજરાત.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્ય પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયન્તવાસી
મુનિ જ બૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org