SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ અમારી ભાવના હતી. પરંતુ સમય આદિના અભાવથી તેવાં ઘણું પ્રમાણમાં ટિપણે આપી શકાયાં નથી. જરૂરી ટિપણે તે ગ્રંથમાં જ ફૂટનેટ રૂપે (પાદટિપ્પણ રૂપે) નીચે આપેલાં જ છે. પાંચમા પરિશિષ્ટ પછી શુદ્ધિપત્રક આપેલું છે. આ ગ્રંથમાં ભારતના અનેક પ્રાચીન દશનેની વિચારધારાઓની વિચારણું આવતી હવાથી ભારતના દર્શનશાસ્ત્રના ઈતિહાસમાં નયચક્રનું અનુપમ સ્થાન છે. આનું ગંભીર રીતે અધ્યયન કરવાથી ભિન્ન ભિન્ન દશાના વિચાર પ્રવાહનું વિશાળ જ્ઞાન થાય છે. આ ગ્રંથનું દશનશાસ્ત્રના અભ્યાસીઓ ખૂબ ખૂબ અધ્યયન કરે એ જ શુભેચ્છા. ધન્યવાદ આ ગ્રંથનું સંશોધન કાર્ય તથા મુદ્રણકાર્ય શરૂ થયું ત્યારે અનેક અનેક રીતે જેમણે સહાય કરી હતી તે મારા પૂજ્યપાદ પ્રાતઃસ્મરણય પિતાશ્રી તથા ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના અનંત અનંત ઉપકારેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો જ નથી. ભાવે પણ પહોંચી શકે તેમ નથી. શ્રીગુરુદેવના ચરણમાં સર્વથા સર્વ જૈવ પદે તવ આટલું જ કહી શકાય તેમ છે. પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથનું સંશોધન કાર્ય મને સંપ્યું, વિવિધ દુર્લભ સામગ્રી પુરી પાડી, આ વિકટ કાર્યમાં મારા ઉત્સાહને સદાયે જીવંત અને જ્વલંત રાખે, અનેક સ્થળે મને માર્ગદર્શન આપ્યું, સંશોધનના ક્ષેત્રમાં મને આગળ લાવવામાં ઘણો જ મેટે ભાગ ભજવ્યો, કઈ પણ જાતના પૂર્વપરિચય વિના પણ પ્રારંભમાં જ પ્રેમ અને ઉદારતાથી મને હવરાવી દીધે, તથા શાસ્ત્રીય સંશોધનના ક્ષેત્રમાં મારા અગ્રેસર બનીને મારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે. તેમના ઉપકારેને હું શી રીતે વર્ણવી શકું? તેમની અંતરંગ ઈચ્છા પ્રમાણે આગમશાસ્ત્રોનું આદશ સંશોધન કાર્ય પરમાત્માની તથા સદગુરુદેવની કૃપાથી થાય એ જ મારા માટે એમની ઈચ્છા પૂર્ણ કરવાને સાચે માગ છે. પરમાત્મા એ માટે મને બળ આપે એ જ પ્રભુને મારી સતત પ્રાર્થના છે. આત્માનંદ સભાના પ્રારંભમાં પ્રમુખ ગુલાબચંદભાઈ આણંદજી, ઉપપ્રમુખ ફત્તેહચંદ ઝવેરભાઈ, સેક્રેટરી વલ્લભદાસ ત્રિવનદાસ ગાંધી તથા તે પછીના પ્રમુખ પ્રોફેસર ખીમચંદભાઈ ચાંપશીભાઈ, આ બધા આત્માનંદ સભાના કાર્યવાહકે, આ કાર્યમાં ઘણું રીતે સહાયક થયા છે તે માટે તેમને મારા લાખ લાખ અભિનંદન છે. આજે આ બધા વિદ્યમાન નથી તેનું મને ઘણું ઘણું દુઃખ છે. છતાં તેમના સમયમાં પ્રારંભેલું કાર્ય આજે પૂર્ણ થાય છે એ વાતને મને ઘણે આનંદ છે. પ્રોફેસર ખીમચંદભાઈએ તે આ કાર્યમાં ખૂબ રસ લીધું હતું. તેમની સાથે વિક્રમ સંવત ૨૦૧૧ ના ચેમાસામાં ભાવનગરમાં થયેલી વિવિધ જ્ઞાનગોષ્ઠીઓનું મરણ આજે પણ મને ઘણો આનંદ આપે છે. જૈન આત્માનંદ સભાના વર્તમાન પ્રમુખ શ્રી હીરાભાઈ ભાણજીભાઈ આદિ કાર્યવાહકેને, નયચક્રના પ્રકાશન માટે તથા પરમાત્માની કૃપાથી ભવિષ્યમાં થનારા સટીક આગમના સંશોધન -પ્રકાશન કાર્ય માટે અત્યંત ઉત્સાહ અને સહકાર છે, તે ઘણું ઘણું ધન્યવાદને પાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001110
Book TitleDvadasharam Naychakram Part 3 Tika
Original Sutra AuthorMallavadi Kshamashraman
AuthorSighsuri, Jambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Nay, & Nyay
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy