SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પ્રસ્તાવના સામાજિક સામાન્ય જનસમૂહની અપેક્ષાએ ઉપરના વર્ગની મુખ્ય વ્યકિતઓનાં નામ આ પ્રમાણે મળે છે - રાજા - ચક્રવર્તી વાસુદેવ બલદેવ મહામાંડલિક. ઈશ્વર - સામાન્ય માંડલિક, અમાત્ય અથવા અણિમાદિ સિદ્ધિવાળો. તલવર - પ્રસન્ન થયેલા રાજાએ જેને માથાના પેચ ઉપર બાંધવામાં આવતો સુવર્ણપટ્ટ આપ્યો હોય છે. માદંબિક - જેની આજુબાજુ એટલે નજીકમાં કોઇ પણ ગામ કે નગર ન હોય તેવું જનનિવાસસ્થાન મડંબનામથી ઓળખાતું. મડંબની અધિપતિ માડંબિક, કૌટુંબિક - એકથી વધારે કુટુંબોનો મુખ્ય પુરૂષ. ઇભ્ય - હાથીના કદ જેવડા દ્રવ્યરાશિનો સ્વામી. શ્રેષ્ઠી - ગામ કે નગરનો શ્રેષ્ઠ પુરૂષ. સેનાપતિ - ચતુરંગ સેનાનો અધિપતિ. સાર્થવાહ - ગણ્ય, ધાર્ય, મેય અને પરિચ્છેદ્ય દ્રવ્યોને લઇને લાભ મેળવવા માટે જે પરદેશ જાય તે. - જુઓ લઘુનંદિસૂત્ર ૧૨મું (પૃ૦૫૦) અને અનુયોગદ્વારનું ૨૦મું સૂત્ર (પૃ૦૬૩). સાર્થવાહો પ્રાચીન સમયમાં રાજમાન્ય, ખ્યાતનામ, દીન-અનાથજનવત્સલ તરીકે ઓળખાતા હતા. લઘુનંદિસૂત્રના ૧૨ માં સૂત્રમાં ઉપર જણાવેલાં નામો ઉપરાંત યુવરાજ શબ્દ પણ વધારે છે. પ્રસન્ન થયેલો રાજા પારિતોષિક આપે તેવી ચીજોમાં અહીં જણાવ્યો તે સુવર્ણપટ્ટ પણ આપવામાં આવતો. અહીં જણાવેલાં પ્રાચીન સમયની અગ્રગણ્ય વ્યક્તિઓનાં રાજા ઇશ્વર આદિ નામો જૈનાગમ સાહિત્યના અનેક ગ્રંથોમાં મળી આવે છે. અહીં રાજા આદિનો પરિચય અનુયોગદ્વારની પૂર્ણિ અને બે વૃત્તિઓમાંથી નોંધ્યો છે. ઉક્ત મુખ્ય પુરૂષો મુખધાવન અને દંતપ્રક્ષાલન કરીને, માથાના કેશના આગળના ભાગમાં કાંસકો રાખીને, દૂર્વા અને સર્ષપ માથા ઉપરનાખીને, દર્પણમાં મુખ જોઈને, ધૂપથી વસ્ત્રોને વાસિત કરીને, છૂટાં ફૂલ અને ફુલમાળા મસ્તકાદિમાં ધારણ કરીને, તાંબૂલભક્ષણ કરીને, વસ્ત્રાદિ પહેરીને રાજકુલ, દેવકુલ, આરામ, ઉધાન, સભા અને પ્રપા વગેરે સ્થાનોમાં જતા. એટલે કે સવારે ઉઠ્યા પછી રાજકુલાદિસ્થાનોમાં જતી વખતે મુખ્યતયા અહીં જણાવેલી વિધિ જરૂરી મનાતી હતી તે હકીકત સ્પષ્ટ થાય છે. ઉપરાંત, માથામાં કાંસકો રાખીને ફરનાર દેહાતી જન આજે પણ જોવા મળે છે, તેની આ પદ્ધતિ હજારો વર્ષ પહેલાં આપણા સભ્ય વર્ગમાં અવશ્ય કરણીય રૂપે પ્રચલિત હતી તે પણ સ્પષ્ટ થાય છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૨૦મું (પૃ૦૬૩). આજે આપણને વિચિત્ર લાગે તેવો રિવાજ પ્રાચીન સમયમાં ભારતના કોઈપણ પ્રદેશમાં પ્રચલિત હશે, તેને દર્શાવતું બ્રીડનક રસનું ઉદાહરણ અનુયોગદ્વારના ૨૬૨ મા સૂત્રમાં (ગા૦ ૭૩, પૃ૦ ૧૨૩) આવેલું છે. જેને બાળકો જીવતાં ન હોય તેવાં મા-બાપ પોતાનું બાળકદીર્ઘજીવી થાય તેવા આશયથી તેનું કચરો, મફત, અમથો આદિ નામ રાખતા હતા. આ રૂઢી આજે પણ વિદ્યમાન છે. આવા પ્રકારના નામને પ્રાચીન સમયમાં ગવાતુનામ કહેવામાં આવતું. આની નોંધ અહીં અનુયોગદ્વાર સૂત્રના ૨૯૦મા સૂત્રમાં મલે છે, સાથે સાથે જીવિકા હેતુનામનાં ચાર ઉદાહરણો પણ આપ્યાં છે તે આ પ્રમાણે - મકર = મારવા, ૩U = ૩૧:, Mવા = વેવર:, અને સુપ્પા = ફૂ:. કૃત્તિકા, રોહિણી આદિ ૨૭ નક્ષત્રો અને અગ્નિ, પ્રજાપતિ આદિ ૨૮દેવોનાં નામની પાછળ દત્ત, ધર્મ, શર્મ, દેવ, દાસ, સેન અને રક્ષિત જોડીને પણ માણસોનાં નામ પાડવામાં આવતાં; જેમકે રોહિણિદત્ત, રોહિણિધર્મ, રોહિણિશર્મ, રોહિણિદાસ, રોહિણિસેન, રોહિણિરક્ષિત, અગ્નિદત્ત, અગ્નિધર્મ, વગેરે વગેરે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૨૮૫-૮૬ (પૃ૦૧૨૭-૨૮). આવી જ રીતે ગણવાચક મલ્લ શબ્દની પાછળ દત્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy