________________
પ્રસ્તાવના
૩૦ વર્તનારા. અવિરૂદ્ધ - પુણ્ય-પાપ, પરલોકાદિમાં નહીં માનનારા અક્રિયાવાદી. વૃદ્ધ - તાપસ અને શ્રાવક - બ્રાહ્મણ (જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૨૧ મું પૃ૦ ૬૩). આ ઉપરથી પ્રાચીન સમયના ધર્મગુરૂઓના અનેક ભેદો અને આચારોનો સંક્ષિપ્ત પરિચય મળે છે. પ્રસ્તુત ધર્મગુરૂઓની ઓળખ અનુયોગધારસૂત્રની ચૂર્ણિ તથા બે વૃત્તિઓમાંથી નોંધી છે.
૨. ઉપર જણાવેલ ચરકાદિ ધર્મગુરૂઓના પૂજ્ય દેવોનાં નામ આ પ્રમાણે છે - ઇન્દ્ર, સ્કન્દ - કાર્તિકેય, રૂદ્ર - હર, શિવ - હરનો આકારવિશેષ, વૈશ્રવણ - યક્ષનાયક, દેવ - સામાન્યદેવ, નાગ - ભુવનપતિદેવવિશેષ (નાગદેવતા), યક્ષ, ભૂત, મુકુન્દ-બલદેવ, આર્યા - પ્રશાન્તરૂપવાળી દુગદિવી, અને કોટ્ટકિયા - મહિષવાહિની તથા મહિષમર્દિની દુગદિવી (જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૨૧, પૃ૦ ૬૩). આ ઉપરથી જાણી શકાય છે કે રૂદ્રાદિ અન્ય દેવોની જેમ ઇન્દ્રપૂજા, સ્કન્દપૂજા, બલદેવપૂજા, વૈશ્રવણપૂજા વગેરે દેવપૂજાઓ પ્રાચીન સમયમાં સુપ્રચલિત હતી. સૂચિત દેવોની ઓળખ અનુયોગદ્વારની મલધારીયાવૃત્તિમાંથી નોંધી છે.
૩. ઉક્ત ચરકાદિ ધર્મગુરૂઓની પૂજાવિધિની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે મળે છે - છાણ આદિથી ઉપલેપન કરતા એટલે ભૂમિશુદ્ધિ કરતા, પીંછી વગેરેથી કચરો સાફ કરતા, ગંધોદકાદિની વૃષ્ટિ કરતા, ધૂપપૂજા, પુષ્પપૂજા, સુગન્ધદ્રવ્યપૂજા કરતા તેમ જ ફૂલમાળાથી પૂજા કરતા (જુઓ અનુયોગદ્વાર સૂ૦૨૧મું, પૃ૦ ૬૩-૬૪).
૪. ઉક્ત ચરકાદિ ધર્મગુરૂઓના નિત્યકર્મની સંક્ષિપ્ત હકીકત આ પ્રમાણે મળે છે : યજ્ઞ-દેવતાની પૂજાના સમયે યજ્ઞાંજલિ, હોમ, જપ-મંત્રાદિપાઠ અને વૃષભગર્જિતના જેવો અવાજ કરતા, તથા તે તે અભીષ્ટ દેવને નમસ્કાર કરતા (જુઓ અનુયોગદ્વાર સૂ૦૨૭મું, પૃ૦૬૪). ઉક્ત પૂજાવિધિ અને નિત્ય કર્મની હકીકત તે તે ધર્મગુરૂઓની આચારસંહિતાનો આછો પાતળો ખ્યાલ આપે છે.
અહીં વિવિધ ધર્મગુરૂઓના મુખ્ય છ પ્રકાર આ પ્રમાણે મળે છે. શ્રમણ, પંડાંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ અને પરિવ્રાજક, જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૮૮મું (પૃ૦ ૧૨૮).
જનનિવાસસ્થાન જનનિવાસસ્થાનનાં નામ આ પ્રમાણે મળે છે - ગ્રામ - ગામ, આકર - જે ભૂમિમાં લોખંડ વગેરે ઉત્પન્ન થતું હોય તે. નગર - નગર. ખેટ - જેની ચારે બાજુ ધૂળનો કોટ હોય છે. કાર્બટ-કુનગર. મડંબ - જેની નજીકમાં ગામ-નગરાદિન હોય તેવું સ્થાન. દ્રોણમુખ - જલમાર્ગ અને સ્થલમાર્ગથી જોડાયેલું. પત્તન - જ્યાં વિવિધ દેશોની વસ્તુનો વહેપાર હોય તે. આશ્રમ- તાપસ વગેરેના આશ્રમ. સંબાહ-પુષ્કળ વસતીથી સંકીર્ણ હોય તે. સન્નિવેશ - પશુપાલન કરનારા ભરવાડ વગેરે રહેતા હોય છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૨૬૭મું (પૃ૦ ૧૨૫). ગ્રામ આદિનો પરિચય અનુયોગદ્વાર સૂત્રની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે.
૯. શ્રીવરાહમિહિરાચાર્યપ્રણીત બૃહજ્જાતકના ૧૫મા અધ્યાયના પ્રથમ પદ્યમાં આવતા વૃદ્ધ શબ્દની શ્રીઉત્પલભટ્ટ (વિકમનો
૧૧મો શતક) આ પ્રમાણે વ્યાખ્યા કરી છે - “વૃદ્ધશ્રાવ :-પત્તિ:, વૃત્તમમવાનું શ્રાવકારોત્ર નુ દ્રવ્યઃ . મત્ર વૃદ્ધશ્રવ મહેરવાશ્રિતાનામ્ ” બૃહતકના પ્રસ્તુત પદ્યમાં આવતા માનવ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે- ““માનવવA fમક્ષ: તિર્મવતિ . માનવામાં નારાયશ્રિતાનામ્ '' બૃહતકના પ્રસ્તુત પદ્યમાં આવતા નિર્ઝન્ય શબ્દની વ્યાખ્યા ઉપરથી સમજાય છે કે તેઓ શ્વેતાંબર નિર્ચન્થપરંપરાથી અપરિચિત હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org