________________
૩ર
પ્રસ્તાવના ધર્મ આદિ જોડીને મલ્લદત્ત, મદ્વધર્મ વગેરે નામોનો વ્યવહાર પ્રાચીન સમયમાં હતો. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૨૮૯મું (પૃ૦૧૨૮). અહીં એક વસ્તુ જાણી શકાય છે કે - જેમ વર્તમાનમાં પ્રચલિત નામોના અંતમાં ચંદચંદ્ર, દાસ, લાલ વગેરે શબ્દ મૂકવામાં આવે છે જેમકે કેસરીચંદ, નરોત્તમદાસ, અમૃતલાલ, તેમ પ્રાચીન સમયમાં દત્ત, ધર્મ, શર્મ, દેવ, દાસ, સેન અને રક્ષિત અંતવાળાં વ્યક્તિનામઠીકઠીક પ્રમાણમાં પ્રચલિત હતાં, આમાનાં દેવ અને શર્મ અંતવાળાં નામો વર્તમાનમાં પણ કવચિત હોય છે. સાધારણ રીતે નક્ષત્રોની નામાવલીનો પ્રારંભ અશ્વિની, ભરણી, કૃત્તિકા, આદિથી થાય છે પણ અહીં (અનુસૂ૦ ૧૮૫ ગા૦૮૬ થી ૮૮, પૃ૦૧૨૭) કૃત્તિકાથી પ્રારંભ કરી ને અંતમાં અશ્વિની ભરણી જણાવ્યાં છે.
કર્મ વ્યવસાયને અનુસરીને વ્યવહત વિવિધ અટકોનાં નામ અહીંઆ પ્રમાણે મળે છે. દોષિક-દોસી (કાપડિયા), સૌત્રિક - સૂતરિયા.કાર્યાસિક - કપાસનો ધંધો કરનાર (કપાસી). સૂત્રવૈચારિક ભાંડવૈચારિક - વિવિધ ભાંડોની લે વેચ કરનાર. કૌલાલિક - માટીનાં વાસણ વેચનાર. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૦૩ (પૃ૦ ૧૩૧). આવી જ રીતે શિલ્પ-કળાના વ્યવસાયિવર્ગની વિવિધ અટકો આ પ્રમાણે મળે છે – વાસ્ટિક - વસ્ત્ર સંબંધિત કળાવાળો. તાંત્રિક - તંત્રીવાદક. તુન્નવાય - તૂણવાનું કામ કરનાર. તંતુવાય - વસ્ત્ર વણવાનું કામ કરનાર (વણકર). પટ્ટકાર - વિશિષ્ટ વસ્ત્ર બનાવવાની કળાવાળો. દેઅહેવરૂડ - ટોપલ-ટોપલી ગૂંથનાર તથા નેતર વગેરેની ગુંથણી કરનાર. મુંજકાર - મુંજનાં દોરડાં બનાવનાર, કાણકાર - કાષ્ઠસંબંધિત કળાવાળો. છત્રકાર - છત્ર બનાવનાર. વર્ધકાર - ચામડાની વિવિધ ચીજો બનાવનાર. પુસ્તકાર - કાગળ બનાવનાર અથવા પુસ્તક લખનાર (લહિયો). ચિત્રકાર - ચિતારો. દંતકાર - હાથી વગેરે પ્રાણીઓના દાંતની વિવિધ ચીજો બનાવનાર. લેપ્યકાર – લેપ કરનાર. કોટ્ટિકાર - કડિયો. છોવારો વગેરે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૦૪ (પૃ૦૧૩૧). અહીં જણાવેલી અટકો તે તે કર્મ અને કળાવાળા વર્ગની ઓળખ રૂપે છે. આ પૈકીની દોસી, સૂતરિયા, ચિતારા, કપાસી વગેરે અટકોનો વ્યવહાર તો મૂળશબ્દના પર્યાયરૂપે જ આજે પણ થાય છે, જ્યારે ચૂડગર’, ‘દાંતી’ જેવી કોઇક અટકો અહીં જણાવેલી દંતકાર જેવી અટકની સાથે ઓછું વધતું સામ્ય ધરાવતી પણ વ્યવહારમાં છે. કોઇ કોઇ અટક જાણી શકાતી નથી અને કેટલીકનો વ્યવહાર આજે અનુભવાતોનથી.આજની જેમ પ્રાચીન સમયમાં પણ વિવિધ કલાવિદોના અને વિવિધ વ્યવસાયીઓના વિવિધ વર્ગો હતા. પછી તે તે કલાવિ અને વ્યવસાયી ભલેને ગમે તે જ્ઞાતિનો હોય. આ વસ્તુ પ્રસ્તુત નોંધ ઉપરથી સમજી શકાશે.
પ્રાચીન સમયમાં લોકવ્યવહારમાં સ્લાધ્ય-પ્રશંસાપાત્રનામો પૈકીનાં ત્રણ નામનો અહીં ઉલ્લેખઆ પ્રમાણે મળે છે: શ્રમણ, બ્રાહ્મણ અને સત્યાતિથિ કે સત્યતિથિ અથવા સર્વાતિથિ કે સર્વતિથિ. આ ત્રણ નામ કોઈ એક વ્યક્તિનાં નથી પણ તથા પ્રકારના પ્રશસ્ત વર્ગનાં નામ છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૦૫ (પૃ૦ ૧૩૧).
૧૦. સૂત્ર વૈચારિકનો અર્થ સમજી શકાતો નથી. ૧૧. –‘દઅહ’નો અર્થ સમજી શકાતો નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં આ શબ્દના બદલે અડ’ શબ્દ આવે છે. પ્રજ્ઞાપના સૂત્રના કોઈપણ
પ્રત્યંતરમાં “અહ” શબ્દ નથી. જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર પવછ/સુત્ત માં સૂ૦ ૧૦૬ (પૃ૦ ૩૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org