________________
પ્રસ્તાવના
૨૭ મલધારીયા વૃત્તિમાં આ પ્રમાણે સમાધાન કર્યું છે - અન્યત્રવીડનકરસના સ્થાને જ્યોત્પાદક સંગ્રામાદિ વસ્તુ જોવાથી ઉત્પન્ન થતો ભયાનક રસ કહેવાય છે, તેની અહીં રૌદ્રરસના અંતર્ગત વિવક્ષા કરી છે તેથી અહીં તેને - ભયાનક રસને - જુદો નથી કહ્યો. આથી એટલું તો સ્પષ્ટ જ છે કે સંખ્યાની દષ્ટિએ અનુયોગદ્દારસૂત્રકારને નવ રસ અભિપ્રેત છે.
પ્રસ્તુત વીડનકરસનું લક્ષણ અહીંઆ પ્રમાણે જણાવ્યું છે - જેમનો વિનય કરવો જોઈએ તેવા પુરૂષ પ્રત્યે અવિનય કરનાર સમજદાર માણસને પૂજ્યપૂજાવ્યતિક્રમ કરવા બદલ જે શરમનું વદન થાય તે, ખાનગી હકીકત બીજાની આગળ કહ્યા પછી આંતરિક લજ્જા થાય છે, તથા ગુરૂપત્ની સાથે અબ્રહ્મસેવનરૂપ મર્યાદાવ્યતિક્રમ કરવા બદલ જે લજ્જા થાય તે બ્રીડનક રસ કહેવાય, આ રસનું મુખ્ય ચિહ્ન લજ્જા અને શંકા છે. જુઓ અનુયોગદ્વારસૂત્ર ૨૬૨ (૬) ગા૦૭૨-૭૩. પ્રસ્તુત બ્રીડનકરસના ઉલ્લેખથી એટલું જાણી શકાય છે કે તે સમયમાં કોઇને કોઇ સાહિત્ય ગ્રંથમાં બ્રીડનકરસનોંધાયો હશે, આજે તેવો કોઇ પણ ગ્રંથ મળતો નથી.
વ્યાકરણ અનુયોગદ્વારસૂત્રનાં ૨૨૮ થી ૨૩૧ સુધીનાં ચાર સૂત્રોમાં અનુક્રમે આગમજન્યપ્રયોગ, લોપજન્યપ્રયોગ, પ્રકૃતિભાવજન્યપ્રયોગ અને વિકારજન્યપ્રયોગનાં ઉદાહરણો આપેલાં છે; ૨૩૨ માં સૂત્રમાંનામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર - આ પાંચ પ્રકારનાં નામ અને તેનાં ઉદાહરણ છે; ૨૬૧ માસૂત્રમાં પ્રથમા વિભક્તિથી આમંત્રણી (સંબોધન) વિભક્તિ પર્યત આઠ વિભક્તિઓ ઉદાહરણ સહિત જણાવેલી છે; ૨૯૪માસૂત્રમાંધ૬, બહુવ્રીહિ, કર્મધારય, હિંગુ, તપુરૂષ, અવ્યયીભાવ અને એકશેષ એમ સાત સમાસ જણાવ્યા છે; ૩૦૨ મા સૂત્રમાં તદ્ધિતનામના આ પ્રમાણે આઠ પ્રકાર જણાવ્યા છે –
નામ, શિત્વનામ, સોનામ, સંયોગનામ, સમીપનામ, સંપૂથની, શૈશ્વર્યનામ, અને મપત્યનીમ. તથા ૩૦૩ થી ૩૧૧ મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં આ આઠ નામોનો વિસ્તૃત પરિચય પણ છે. વ્યાકરણશાસ્ત્રના સંશોધક અભ્યાસીઓને આ હકીકત ઉપયોગી થશે.
પ્રાચીન જૈન-અજૈન ગ્રંથોમાં અનેક શબ્દોનાં રસપ્રદ નિરૂક્તો મળે છે. તેમ અહીં પણ મરિષ, પ્રમ, મુસત્ત, પિત્ય, વિ+વહુ, કસ્તૂ અને મેવતા - આ શબ્દોનાં નિરૂક્ત મળે છે. જુઓ અનુયોગદ્વારનું ૩૧૨ મુંસૂત્ર. નિરૂક્ત કરવાની શૈલી પ્રાચીનતમ સમયમાં વ્યાપકરીતે વિસ્તરી હતી તેનું એક ઉદાહરણ પ્રસ્તુત ગ્રંથમાં પણ છે તે જણાવવા પૂરતી આ નોધ લીધી છે.
સામુદ્રિક સામુદ્રિક વિષય સાથે સંબંધિત હકીકત પણ અહીં આ પ્રમાણે મળે છે. પોતાના ૧૦૮ આંગળ પ્રમાણ માપવાળા, શંખાદિ ચિહ્નો વાળા તથા મેષ, તિલ આદિવ્યંજનવાળા પુરૂષો ક્ષમાદિ ગુણોવાળા ઉત્તમ કુળમાં જન્મેલા અને ઉત્તમ પુરૂષો હોય છે. પોતાના ૧૦૪ આંગળની ઉચાઇવાળા મધ્યમ પુરૂષો હોય છે. અને પોતાના ૯૬ આંગળની ઉંચાઇવાળા અધમ પુરૂષો હોય છે. પોતાના ૧૦૮ આંગળના માપથી હીનાધિક માપવાળા તેમજ સ્વર, સત્ત્વ અને રૂપથી હીન પુરૂષો ઉત્તમ પુરૂષોનાદાસ બને છે. આ ઉપરાંત માનયુક્ત અને ઉન્માનયુક્ત પુરૂષને પણ જણાવ્યો છે. જુઓ અનુયોગદ્વારનું ૩૩૪મું સૂત્ર. ૮. માન એટલે શરીરની લંબાઈ-પહોળાઈ, ઉન્માન એલે શરીરનું વજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org