SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૬ નથી તથા વાચનસમયનિદર્શનવાળા ૨૬ મા સૂત્રમાં પણ ભાગવતનો ઇશારો નથી, તેથી એટલું તો સ્પષ્ટ જણાય છે કે - અનુયોગદ્દારસૂત્રની રચના પછી ભાગવતની રચના થઇ છે. ભાગવતના રચનાસમયના નિર્ણય માટે રસધરાવનાર અભ્યાસીઓને પ્રસ્તુત અવતરણો ઉપયોગી છે. સંગીત અનુયોગદ્દારસૂત્રના ૨૬૦મા સૂત્રમાં સ્વરમંડલ આવે છે. આમાં સાત સ્વરોનાં નામ, સ્વરસ્થાન, જીવનિશ્રિત સાત સ્વરો, અજીવનિશ્રિત સાત સ્વરો, સ્વરને આશ્રયે ગાયકનાં લક્ષણો, સાત સ્વરના ત્રણ ગ્રામનાં નામ, ત્રણ ગ્રામની સાતસાતમૂર્ચ્છનાઓનાંનામ, સાતસ્વરનું ઉદ્ગમસ્થાન, ગીતની યોનિ, ગીતમાં થતા ઉચ્છ્વાસનું માન, ગીતના ત્રણ આકાર, ગીતના છ દોષ, ગીતના આઠ ગુણ તથા બીજા પણ ગીતના ગુણો, વૃત્તના ત્રણ પ્રકાર, બે પ્રકારની ભણિતિનું સ્વરૂપ, અને નારીના વર્ણ અને ચક્ષુને લક્ષીને તે કેવું ગાય, તેનું કથન વગેરે વગેરે બાબતો જણાવી છે. સંગીતશાસ્ત્રમાં રસ ધરાવનાર અભ્યાસીઓને પ્રસ્તુત સ્વરમંડલ ઉપયોગી થશે. સંગીતશાસ્ત્રમાં અમારો શ્રમ નથી તેથી આની વિશેષ ચર્ચા અહીં કરી નથી. સ્વરમંડલ નો સમગ્રપાઠ સ્થાનાંગસૂત્રમાં પણ મળે છે. નવ રસો અનુયોગદ્દારસૂત્રના ૨૬૨ (૧) સૂત્રમાં (ગા૦ ૬૩) નવ પ્રકારના રસોનાં નામ આ પ્રમાણે છેવીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, ગ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરૂણ અને પ્રશાંત. જે ગ્રંથોમાં આઠ, નવ અથવા દરસ ૐરસ જણાવ્યા છે તેમાં પણ વ્રીડનક રસ કોઇએ જણાવ્યો નથી તેથી કહી શકાય કે અહીં જણાવેલો થ્રીડનક રસ પ્રાય: અન્ય ગ્રંથોમાં નથી મળતો. અન્ય ગ્રંથોમાં જણાવેલો ભયાનક રસ અહીં (અનુયોગદ્દારસૂત્રમાં) કેમ નથી ? તે સંબંધમાં અનુયોગદ્દારસૂત્રની ચૂર્ણિ અને હરિભદ્રીયા વૃત્તિમાં કંઇ પણ ખુલાસો નથી કર્યો, પણ ૫. 5. શ્રૃદ્વારહાસ્યના રૌદ્રવીરમવાના વીમત્તાનુતસંજ્ઞો ચૈત્વો નાચે સાઃ સ્મૃતાઃ ॥ (ભરતનાટયશાસ્ત્ર અ૦ ૬ શ્લો૦ ૧૫) શ્રી અભિનવગુપ્ત પોતાની ભારતનાટયશાસ્ત્રની ટીકામાં મતાન્તરે શાન્ત રસને ઉમેરીને નવ રસ જણાવે છે. રત્નશ્રીશાન નામના બૌદ્ધવિદ્વાને પોતાની દંકૃિત કાવ્યાદર્શની ટીકામાં ભરતનાટયશાસ્ત્રના પ્રસ્તુત શ્લોકનું અવતરણ આપીને આઠ રસ જણાવેલ છે. મમ્મટકૃત કાવ્યપ્રકાશમાં ભરતનાટયશાસ્ત્રમાં કહેલા આઠ રસો જણાવીને નવમો શાન્ત રસ પણ જણાવ્યો છે. મમ્મટે કાવ્યપ્રકાશના પ્રથમ પદ્યમાં નવરસવિતાં શબ્દ લખ્યો છે એટલે મમ્મટને નવ રસ અભિપ્રેત છે જ. શ્રૃનારહાસ્ય હળા રૌદ્રવીમવાનાઃ । વીમત્સાન્ડ્રુતરાાન્તાર્થે નવ નાડ્યે રસઃ સ્મૃતાઃ II (ઉદ્ભટાચાર્યમૃત કાવ્યાલંકારસારસંગ્રહ, ચતુર્થ વર્ગ). શ્રીહેમચંદ્રાચાર્યમૃત કાવ્યાનુશાસનના બીજા અધ્યાયના બીજા સૂત્રમાં પ્રસ્તુત નવ રસ જણાવ્યા છે. શ્રૃજ્ઞારવાળા હાસ્યાનુંતમવાનાઃ । રૌદ્રવીમત્તરાન્તાય નવૈતે નિશ્ચિતા સુધૈઃ ।। (વાગ્ભટાલંકાર પરિચ્છેદ ૫. શ્લો૦ ૩). રસગંગાધરમાં પ્રસ્તુત નવ રસ જણાવ્યા છે; ઉપરાંત, ભરતનાટયશાસ્ત્રમાં નવમો શાન્ત રસ નથી લીધો તેનું સમાધાન પણ આ પ્રમાણે કર્યું છે - शान्तस्य शमसाध्यत्वान्नटे च तदसम्भवात् । अष्टावेव रसा नाट्ये न शान्तस्तत्र युज्यते ॥ ૭. ચુનાવીના વીમભ્રમવાનાનુંતા હાસ્યઃ । રૌદ્રઃ શાન્તઃ પ્રેયાનિતિ મન્તવ્યાઃ રસાઃ સર્વે ॥ (રુદ્રટકૃત કાવ્યાલંકાર અ૦ ૧૨ આર્યા ૩) અહીં પ્રસ્તુત દશ રસનું પૃથક્ પૃથક્ વ્યાખ્યાન કરતાં દશમા પ્રેયાન્ રસનું વ્યાખ્યાન આ પ્રમાણે કર્યું छे - स्नेहप्रकृतिः प्रेयान् सङ्गतशीलार्यनायको भवति । स्नेहस्तु साचर्यात् प्रकृतेरुपचारसम्बन्धात् || निर्व्याजमनोवृत्तिः सनर्मसद्भावपेशलालापाः । अन्योन्यं प्रति सुहृदोर्व्यवहारोऽयं मतस्तत्र ।। प्रस्यन्दिप्रमदाश्रुः सुस्निग्धस्फारलोचनालोकः । આર્કાન્ત:રગતયા સ્નેહવે મતિ સર્વત્ર ! રુદ્રટીય કાવ્યાલંકાર અ૦ ૧૬ આર્યા ૧૭-૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy