________________
પ્રસ્તાવના
નિમિત્ત આકાશદર્શન અને નક્ષત્રાદિના પ્રશસ્ત ઉત્પાતોના આધારે સુવૃષ્ટિ અને અપ્રશસ્ત ઉત્પાતોના આધારે કુવૃષ્ટિનો નિર્ણય થઇ શકતો, તેનો ઉલ્લેખ અનુયોગદ્દારસૂત્રમાં પણ મળે છે. સુવૃષ્ટિ માટે જુઓ ૪૫૩ મું સૂત્ર અને કુવૃષ્ટિ માટે જુઓ ૪૫૪મું અને ૪૫૭મું સૂત્રતથી પૃ૦૧૭૭ ટિ૦૨. આ હકીકતને એક પ્રકારના નિમિત્તજ્ઞાનના ઉલ્લેખ રૂપે ગણી શકાય.
સુભાષિત પડતા કે દુ:ખી થતા માણસને હસવો ન જોઇએ - આ કથનનું પ્રેરક એક સુભાષિત પદ્ય આજે પણ ગુજરાતમાં આ પ્રમાણે પ્રચલિત છે -
“પીપલપાન ખરંતા હસતી કુંપલિયાં મુઝ વીતી તુઝ વીતશે ધીરી બાપુડિયાં :” આ સુભાષિતનું મૂળ અનુયોગદ્વારના સૂ૦૪૯૨ (૪) માં આ પ્રમાણે મળે છે -
परिजूरियपेरंतं चलंतबेटे पडंत निच्छीरं । पत्तं वसणप्पत्तं कालप्पत्तं भणइ गाहं ॥
जह तुब्भे तह अम्हे तुब्भे वि य होहिहा जहा अम्हे । अप्पाहेति पडतं पंडुयपत्तं किसलयाणं ।।
અર્થાત્ - જેનો પર્યન્તભાગ જીર્ણ થયો છે, જેનું બીંટડું ચલાયમાન - ક્ષીણપ્રાય થયું છે, જેનો રસ ક્ષીણ થઈ ગયો છે અને તેથી જ જેને વૃક્ષના વિયોગનું સંકટ આવ્યું છે, એવું વિનાશ પામતું અને પડી રહેલું પાકું પાંદડું કૂણાં પાત્રોના અંકુરોને આ પ્રમાણે કહે છે - અત્યારે તમે છો તેવાં અમે હતાં અને અત્યારે અમે છીએ તેવાં તમે થવાનાં છો. અહીં જણાવેલી પ્રસ્તુત બે ગાથાઓ ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં પણ મળે છે. (જુઓ ઉ0નિ૦ ગા૨ ૩૦૭-૮) ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં પ્રસ્તુત પહેલી ગાથામાં પાઠભેદ છે, જ્યારે બીજી ગાથા અક્ષરશ: મળતી છે. ઉત્તરાધ્યયનનિર્યુક્તિની રચના અનુયોગવારસૂત્રના પહેલાં થયેલી છે. ઉત્તરોત્તર વિવિધ ભાષાઓમાં સચવાયેલાં આપણાં સુભાષિતો ઘણા પ્રાચીન સમયની પરંપરાનાં છે તે પ્રસ્તુત ઉદાહરણ ઉપરથી સમજી શકાશે.
પ્રાકૃત શબ્દો પ્રસ્તુત ગ્રંથમાં બે-ત્રણ શબ્દો પણ અલ્પપરિચિત મળ્યા છે, તે આ પ્રમાણે છે ય (0) - કાવડવહન કરનાર (અનુયોગદ્વાર સૂ૦ ૮૦, પૃ૦૭૩) સકુ (૬૦) સાટુ, પત્નીનો બનેવી (અનુયોગદ્વાર સૂત્ર ૩૦૬, પૃ૦૧૩૧) આ બે શબ્દો પાઇયસદ્દમહણવોમાં લેવાયા નથી. તથા નંદિસૂત્રમાં એક સ્થળે રવી? - પરિત્યાગના પાઠભેદમાં મોડા શબ્દ મળ્યો છે, પ્રસ્તુત પરિમો શબ્દનું પણ પરિત્યાગ અર્થમાં વ્યાખ્યાન મળે છે. જુઓ પૃ૦૩૮ ટિ૦૧૫. પાઇયસમ્રહણવો અને તેને અનુસરીને પ્રકાશિત થયેલા જે કોઈ શબ્દકોશ છે તેમાં અવલોકિત, નિરીક્ષિત અર્થમાં વરિંગ શબ્દ લેવાયો છે અને તેના સ્થલનિર્દેશમાં અનુયોગદ્દારસૂત્ર અથવા ઉપાસકદશાંગસૂત્રને જણાવવામાં આવ્યું છે. આ સંબંધમાં પ્રસ્તુત વરિય શબ્દ લેખકના દોષથી બનેલો હોઈને ખોટો શબ્દ છે. અમારા પ્રસ્તુત સંપાદનમાં અમે દય શબ્દ સ્વીકાર્યો છે. જુઓ અનુયોગદ્વાર સૂ૫૦ (પૃ૦૬૮). આ સંબંધમાં અમે પ્રાચીન પ્રતિનું પ્રમાણ જણાવીને વિશેષ ચર્ચા પણ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org