________________
૨૨
પ્રસ્તાવના કેતે ઇસ્વીની દ્વિતીય સતીમાં સંકલિત થઈ ગયું હશે. કારણ કે તેમાં જે ચાર પ્રમાણની ચર્ચા છે તે ન્યાય-વૈશેષિક, માઠર, ચરક અને ઉપાયહૃદય વગેરે બૌદ્ધ-ઇત્યાદિમાંથી કોઈનું અનુકરણ હોય તેમ જણાતું નથી. એવી સ્થિતિમાં અને તરંગવતી જેવા ગ્રંથનો એમાં ઉલ્લેખ હોઇ તે વિક્રમની પ્રથમશતીથી પ્રાચીન તો સિદ્ધ થઇ શકતું નથી એટલે તેને ઈસવીસનની દ્વિતીય સતીમાં ક્યારેક માનીએ તો, અત્યારે તો બાધક જણાતું નથી. કોઈ પણ હાલતમાં તે, પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે, વિકમ ૩૫૭ પછીની તો રચનાકે સંકલન નથી જ; તેથી ઈ.સ. ૩૦૦ પછી તો તેનો સમય કલ્પી શકાય તેમ નથી.
અનુયોગદ્દારસૂત્રાન્તગર્ત સાંસ્કૃતિક સામગ્રી અનુયોગદ્વારસૂત્રના ૩૦૮ મા સૂત્રમાં જણાવેલ તરંગવતી, મલયવતી અને આત્માનુશાસ્તિ, આ ત્રણ ગ્રંથો આપણને આજ મળતા નથી. તરંગવતી કથા અને મલયવતીકથાનો તો અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ મળે છે. પણ આજે અનુપલભ્ય આત્માનુશાસ્તિ ગ્રંથનો ઉલ્લેખતો પ્રાય: પ્રસ્તુત સ્થાનમાં જ મળે છે. ઉપરના ત્રણ ગ્રંથોના ઉલ્લેખ સાથે ‘બિંદુકાર” શબ્દ પણ છે, તેના ઉપરથી ગ્રંથકારને 'બિંદુ' અંત વાળો કોઈ ગ્રંથ અભિપ્રેત છે તેમ સમજવું જોઈએ; અથવા અનુયોગસૂત્રકારના સમયમાં 'બિંદુ' અંતવાળા એકથી વધારે ગ્રંથના કોઇ રચયિતા (બિંદુકાર” ના ટૂંકા નામથી સંબોધાતા હોય તેવો પણ સંભવ છે.
અહીં ‘બિંદુ’ શબ્દાન્તનામથી અંકિત ગ્રંથોની રચના ગ્રંથકારના પહેલાં પણ થયેલી છે તે વસ્તુ સહજ સિદ્ધ થઈ જાય છે. સાથે સાથે આવા ઉપનામથી પ્રસિદ્ધ એવા ગ્રંથકારનું નામ પણ આપણી પરંપરામાંથી લુપ્ત બન્યું છે.
જૈનસમ્મત પદ્રવ્યવિચાર (અનુયોગસૂ૦૨૧૮) પ્રસ્તુતમાં અનેક રીતે કરવામાં આવ્યો છે. અને તેમાં જીવ અને અજીવ વિષેની અનેક બાબતોના સંગ્રહ વડે ગ્રંથનો મોટો ભાગ રોકાયેલો છે. જીવના ગુણો (અનુ સૂ૦૪૩૫), જીવનાં શરીરો (અનુ સૂ૦૪૦૫) શરીરની આકૃતિઓ (અનુસૂ૦ ૨૦૫), ચાર ગતિના જીવોનાં આયુ (અનુસૂ૦ ૩૮૩), જીવોની અવગાહના (અનુ૦ સૂ૦ ૩૪૭), જીવોની સંખ્યા (અનુસૂ૦૪૦૪), જીવની કર્મકૃત નાના અવસ્થાઓ (અનુસૂ૦૨૦૭ તથા સૂ૦૨૩૩), જીવનાં વિવિધ ચારિત્રો (અનુ...સૂ૦૪૭૨), વિશેષ પ્રકારના જીવ-તીર્થકરોનો ક્રમ (અનુસૂ૦૨૦૩), ત્રણે લોકમાં જીવને રહેવાનાં સ્થાનો નારક, વિમાનો આદિ (અનુ0 સૂ૦ ૧૬૨, ૧૬૫, ૧૬૯, ૨૧૬, ૨૭૭, ૨૮૫, ૧૭૩ ઈત્યાદિ) ની માહિતી આપવામાં આવી છે. પુદ્ગલ વિષે પણ તેના ગુણો અને પર્યાયો તથા વિવિધ પ્રકારના સ્કંધોની ચર્ચાએ ઠીક ભાગ રોક્યો છે (અનુસૂ૦૬૨, ૨૧૬(૧૯), ૨૧૭, ૪૨૯). નયનિરૂપણ તો આમાં પગ પગ પર છે અને અંતે તો નયોનાં લક્ષણો પણ આપી દીધાં છે (અનુસૂ૦ ૬૦૬).
અજૈન શાસ્ત્ર ગ્રંથો નંદિસૂત્રના ૭૨ (૧) સૂત્રમાં તથા અનુયોગદ્વારના ૪૯ મા સૂત્રમાં કુલ ૧૯ અજૈન શાસ્ત્રગ્રંથોનો નામોલ્લેખ મળે છે.
પ્રસ્તુત ૧૯ નામો નંદિસૂત્રમાં આ પ્રમાણે છે -૧ માર€ - ભારત (મહાભારત), ૨. રામાયણ - રામાયણ, ૩. હૃમીમાસુસવું, (ત્રણ પ્રત્યંતરમાં હૃમીમાસુર્ણ , એક પ્રત્યંતરમાં તંગીમાનુ એક પ્રત્યંતરમાં મીમાસુરુ૩), ૪. સોડિજીય - કૌટિલ્ય-અર્થશાસ્ત્ર, ૫. સામયિા (બે પ્રત્યંતરોમાં સમરિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org