________________
પ્રસ્તાવના
૨૧
ભગવતીસૂત્રમાં ‘અનુઓ દ્દરે' ની ભલામણ કરવામાં આવી છે (શ૦ ૫ ઉ૦ ૩, સૂ૦૧૯૨) અને તે પણ પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણોની બાબતમાં (અનુ૦ સૂ૦૪૩૬), આથી એક વાત તો નક્કી થાય છે કે આગમની અંતિમ વાચનાને સમયે અનુયોગદ્દારની રચના થઇ ગઇ હતી. વલભીમાં આર્ય દેવર્દ્રિએ કેવળ પુસ્તકલેખન કર્યું હતું પણ અંતિમ વાચના તો તે પૂર્વે મથુરામાં આચાર્ય સ્કંદિલના સમયમાં થઇ હતી. તેમનો સમય વીરનિ૦ સં૦ ૮૨૭-૮૪૦ છે. તે જ સમયમાં વલભીમાં આર્ય નાગાર્જુને પણ વાચના કરી હતી, પણ વિદ્યમાન આગમો માથુરી વાચનાને અનુસરે છે એમ માનવાને કારણ છે. એટલે અનુયોગદ્દારની ઉત્તમ મર્યાદા વીરનિ૦સં૦ ૮૨૭-૮૪૦પૂર્વે માની શકાય. એટલે કે તે વિસં૦ ૩૫૭ થી પૂર્વે ક્યારેક રચાઇ ગયું હતું. હવે આપણે એ જોઇએ કે આ સમય મર્યાદાનો સંકોચ થઇ શકે છે કે નહી ? અનુયોગદ્દારમાં તરંગવતી આદિ જે ગ્રંથોનો ઉલ્લેખ છે (સ્૦ ૩૦૮) તે ઉપરથી એમ કહી શકાય કે તે ગ્રંથોની રચના બાદ અનુયોગદ્દારની સંકલના થઇ હશે. તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ - એ ચાર ગ્રંથોમાંથી બિંદુથી શું અભિપ્રેત હશે તે જાણી શકાતું નથી. ધર્મકીર્તિકૃત ન્યાયબિંદુ-હેતુબિંદુ તો અભિપ્રેત હોઇજન શકે. ચૌદ પૂર્વમાં લોકબિંદુસાર કે બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે, પણ તે પણ અભિપ્રેત ન હોય. આત્માનુશાસ્તિ વિષે પણ વિશેષ માહિતી મળતી નથી, અને મલયવતી વિષે પણ કશી જ માહિતી નથી. પણ તરંગવતીની રચના આચાર્ય પાદલિમે કરી
છે. તેમનો સમય વિક્રમ પ્રથમ શતાબ્દિ છે.
અન્યત્ર પણ લૌકિક શ્રુતના પરિચય પ્રસંગે અનુયોગદ્દારમાં અનેક ગ્રંથોનાં નામ આપવામાં આવ્યાં છે (સૂ૦૪૯), આ સૂચીમાં પણ ઘણાં નામો એવાં છે જેને વિષે વિશેષ માહિતી મળતી નથી. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારની સૂચીમાં ગ્રંથની રચના થયા પછી ઉમેરો થવાની પૂરી શક્યતા છે. આસૂચીગત-કોડિાય, કણગસત્તરીં, સક્રિતત, માઠર જેવાં નામો સુપરિચિત છે. તેમાંથી માત્ર માઠરનું નામ એવું છે, જેના સમય વિષે વિચાર જરૂરી છે અન્ય તો વિક્રમ પૂર્વે હોવાનો વધારે સંભવ છે.
માઠરવૃત્તિનો અનુવાદ ચીની ભાષામાં થયો છે અને ડો. બેલવલકરને મતે તેની રચના ઇ. ૪૫૦ પૂર્વે (વિજ્ર ૫૦૭ પૂર્વે) થઇ ગઇજ હશે. ( ABORI, vol.V, p.155 ). કેટલી વહેલી થઇ હશે તે કહેવું કઠણ છે, પણ તેના ચીની અનુવાદના સમય ઉપરથી ઉક્ત સમયની કલ્પના કરવામાં આવી છે. એમ પણ સંભવે છે કે માઠરનું નામ અનુયોગની સૂચીમાં પછી પણ ઉમેરવામાં આવ્યું હોય. કારણ, પ્રમાણચર્ચામાં, ખાસ કરી અનુમાન વિષેના વિવરણમાં, માઠર સાથે કેટલુંક સામ્ય છતાં તેની છાપ અનુયોગદ્દાર ઉપર હોય તેમ જણાતું નથી. વળી કાપિલ પછી લોકાયતનો નિર્દેશ છે અને ત્યાર પછી સતિંત અને માઠરનો ઉલ્લેખ છે તે પક્ષ સૂચિત કરે છે કે માઠરનું નામ પછીથી ઉમેરાયું હશે. ઉપાયહૃદય અને ચરક જેવા ગ્રંથ સાથે અમુક બાબતમાં અનુયોગની ચર્ચા સમાન છતાં બધી બાબતમાં તેનું અનુકરણ નથી એ પણ સ્પષ્ટ છે. એટલે માનવું પડે છે કે અનુયોગગત પ્રમાણચર્ચાનો આધાર માઠર કે ઉપાયહૃદય નથી, પણ કોઇ પ્રાચીન પરંપરા છે (વિવરણ માટે જુઓ આગમયુગકા જૈનદર્શન ૫૦ ૧૪૮-૧૫૬).
ડો. વેબરે અનુયોગદ્વારનો સમય ઇ. ત્રીજી થી પાંચમી સુધીમાં માન્યો છે. તેનો સંકોચ કરી કહી શકાય
૩. કણગસત્તરીના કર્તા વિન્ધ્યવાસી વસુબંધુના સમકાલીન હતા. પણ તે ઉપલબ્ધ નથી તેથી તેની અસર અનુયોગમાં છે કે નહિ તે જાણી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org