________________
પ્રસ્તાવના સાગરાનંદસૂરિજી મહારાજે સંશોધિત-સંપાદિત કરી હતી અને તે રતલામની ઋષભદેવજી કેસરીમલજી જૈન શ્વેતાંબર સંસ્થા દ્વારા વિક્રમ સંવત્ ૧૯૮૪ માં પ્રકાશિત થઈ હતી. પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે તેમાં અનેક અનેક જગ્યાએ પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓને આધારે હજારોની સંખ્યામાં સુધારા-વધારા માર્જિન આદિમાં અડખે-પડખે ઉપર-નીચે કરેલા હતા. કયો સુધારો કઈ જગ્યાએ ગોઠવવાનો છે એ પણ સામાન્ય માણસને સમજવું અઘરું થઈ પડે એવી એ પ્રતિ હતી. એ જોઇને એને વ્યવસ્થિત રીતે સંશોધિત-સંપાદિત કરવાની મને પ્રબળ ઇચ્છા થઇ. પુણ્યવિજયજી મહારાજે તેમાં અમુક પ્રતિઓનો જ આધાર લીધો હતો. વળી જે પ્રતિઓનો આધાર લીધો હશે તેનો બહુસ્પષ્ટ ઉલ્લેખતેમાં નહોતો. એટલે અમે જેટલી પ્રાચીન પ્રતિઓ મળે તેટલી મેળવીને તેના આધારે વ્યવસ્થિત રીતે સંશોધન કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. તે પછી ઘણો સમય ગયા બાદ, પુણ્યવિજયજી મહારાજે પાઠાંતરો સાથે તૈયાર કરાવેલી ચૂર્ણિની પાંડુલિપિ (પ્રેસકોપી) પણ અમને મળી હતી. તેનો પણ આ સંપાદનમાં અમે સુંદર રીતે ઉપયોગ કરી લીધો છે. પુણ્યવિજયજી મહારાજે માલધારી હેમચંદ્રસૂરિમહારાજે રચેલી વૃત્તિને પણ સ્વહસ્તે સુધારી હતી. દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી ગ્રંથાંક ૩૭ રૂપે વિક્રમ સંવત્ ૧૯૭૨ માં પ્રકાશિત થયેલી મલધારિ શ્રી હેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિની એકદંર ૨૭૧ પાનાની પ્રતિમાં પ૩ પાના સુધી સુધારેલી પ્રતિ અમદાવાદમાં લા.દ.વિદ્યામંદિરમાં રહેલા તેમણે સુધારેલા ગ્રંથોના સંગ્રહમાંથી અમને મળી છે. અમારી ગણતરી છે કે તેમણે સંપૂર્ણ સુધારેલી કોઈક પ્રતિ હોવી જ જોઈએ. પરંતુ લા.દ.વિદ્યામંદિરના બીજા સંગ્રહમાં એ પ્રતિ હોય કે કોઈ બીજાના હાથમાં એ પ્રતિગઈ હોય એ બનવાજોગ છે. અમને તપાસ કરવા છતાં, તેમણે સુધારેલી સંપૂર્ણ પ્રતિ ક્યાંયથી મળી નથી. એટલે અમારી પાસેની પ્રાચીનતાડપત્રગ્રંથોની સામગ્રી છે તેનો ઉપયોગ કરીને મલધારિહેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિને પણ આ સાથે જ સુધારવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અત્યારસુધી છપાયેલી આ અનુયોગદ્દારવૃત્તિમાં પણ અમને ઘણાજ સુધારા મળ્યા છે. ચૂર્ણિ, હારિભદ્રી વિવૃતિ, તથા મલધારિ શ્રી હેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિની જે જે તાલપત્ર આદિ લિખિત પ્રાચીન પ્રતિઓનો અમે ઉપયોગ કરેલો છે તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે તે ગ્રંથોના પ્રારંભમાં જ ટિપ્પણીમાં નીચે આપેલો છે. જુ. પૃ૦૧, ૨, ૩. સંશોધન-સંપાદન માટે વર્ષો સુધી ચાલેલા આ બધા પ્રયત્નોને પરિણામે દેવ-ગુરૂકૃપાથી જ આજે આ ગ્રંથ આગમભકત જગત સમક્ષ રજુ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ, એનો અમને ઘણો આનંદ છે. વાચકો એનું અધ્યયન કરીને અમારા પ્રયત્નને સાર્થક કરે એ જ શુભકામના છે.
મુદ્રણકમ તથા પદ્ધતિ - પ્રારંભમાં સૂત્રાંકના ઉલ્લેખ સાથે મોટા અક્ષરે [િ] ઉલ્લેખથી સૂત્રોને કમશ: છાપ્યાં છે. તેમાં સૂત્રના પાઠોને તથાઅંકોને પૂ.આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે જે રીતે આપ્યા છે તે રીતે જ અમે અહીંઆપ્યા છે. પરંતુ અર્થઆદિનો ખ્યાલ રાખીને તેને સૂત્રોને અથવા સૂત્રસમૂહોને પૃથક પૃથક કરીને અમે અહીં આપ્યા છે. સૂત્રોમાં ટિપ્પણના અંકોને પણ પુસક્રમ પ્રમાણે નહિ, પણ સૂત્રો કે સૂત્રસમૂહોમાં અલગ-અલગ ક્રમવાર આપ્યા છે. તે પછી તરત સૂત્રોના આદિ-અંતના અંકોના ઉલ્લેખ સાથે જૂિo] એવા ઉલ્લેખ પૂર્વક શ્રીજિનદાસગણિ મહત્તર વિરચિત ચૂર્ણિને અહીં છાપી છે, તેની નીચે તરત સૂત્રોના આદિ-અંતના અંકોના ઉલ્લેખ સાથે [o] એવા ઉલ્લેખપૂર્વક આચાર્ય શ્રીહરિભદ્રસૂરિવિરચિત હારિભદ્રીવૃત્તિને છાપી છે, તેની નીચે સૂત્રોના આદિ-અંતના અંકોના ઉલ્લેખ સાથે[ફેo]એવા ઉલ્લેખપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org