SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीसिद्धाचलमण्डनश्री ऋषभदेवस्वामिने नमः । श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । श्री सद्गुरुदेवेभ्यो नमः । Jain Education International पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्येभ्यो नमः। જિન આગમ જયકારા (પ્રસ્તાવના) પરમકૃપાળુ અનંત ઉપકારી અરિહંત પરમાત્મા તથા મારા અનંત ઉપકારી શ્રી સદ્ગુરૂદેવ તથા પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી અત્યંત પ્રાચીન વિવિધ હસ્તલિખિત આદર્શોને આધારે, આચાર્ય ભગવાન્ શ્રી જિનદાસગણિ મહત્તર વિરચિત ચૂર્ણિ, તથા યાકિનીમહત્તરાધર્મસૂનુ આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિ તથા આચાર્યપ્રવર મલધારિશ્રી હેમચંદ્ર વિરચિત વૃત્તિનું સંશોધન સંપાદન કરીને આ ત્રણેય વિવરણો સાથે શ્રી અનુયોગદ્દારસૂત્રને આગમભક્ત જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં શ્રી જિનઆગમોમાં વ્યાખ્યાશાસ્ત્રોમાં અત્યંત મહત્ત્વના ગણાતા શ્રી અનુયોગદ્દારસૂત્રને આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે પંડિત દલસુખભાઇ માલવણિયા તથા પંડિત અમૃતલાલભાઇ મોહનલાલ ભોજકના સહયોગથી અનેક અનેક પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત આદર્શોનો આધાર લઇને સંશોધન કરીને અને સંપાદન કરીને અનેક અનેક પરિશિષ્ટો તથા અતિવિસ્તૃત પ્રસ્તાવના સાથે શ્રીમહાવીર જૈનવિદ્યાલયની જૈન-આગમ ગ્રંથમાલામાં ગ્રંથાંક ૧ રૂપે વિક્રમ સંવત્ ૨૦૨૪ (વીર સંવત્ ૨૪૯૪, ઇ.સ. ૧૯૬૮) માં પ્રકાશિત કર્યું હતું. પ્રાચીન સૂત્રગ્રંથોને સમજવા માટે ટીકા ગ્રંથોની ખૂબજ જરૂર પડે છે, એ સર્વવિદિત હકીકત છે. કેટલાંક વર્ષો પૂર્વે, પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સંગ્રહમાં રહેલી અનુયોગદ્દારચૂર્ણિ તથા હારિભદ્દી વૃત્તિની મુદ્રિત પ્રતિ મારા જોવામાં આવી હતી. આ પ્રતિ આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy