________________
પૂજ્યપાદ પરમગુરૂ પન્યાસજી મહારાજ શ્રીમાન
મણિવિજયજી ગણી દાદા!
અલ્પ સમય પહેલાં આપ સાહેબ એક મહા વિભૂતિસ્વરૂપે સિદ્ધ હતા; એ સુવિકૃત છે. ઓગણીસમી સદીનો પાછલો સમય ત્યાગ ધર્મ માટે ઘણી કટોકટીનો હતો. એ સમયે પરમેશ્વરી પ્રવ્રજ્યા-ધર્મની દીક્ષા અંગીકાર કરવા માટે કોઈકજ તૈયાર થતું હતું. અને અંગીકાર કરીને પણ કોઈ વિરલાજ તેમાં અણીશુદ્ધ રહી શકતા હતા. એ સમયે નિર્ગથ ત્યાગીઓની સંખ્યામાં જબ્બર ધસારો પહોંચી રહ્યો હતો હજારો અને સેંકડોમાંથી ત્રુટેલી સંખ્યા આંગળીના વેઢા ઉપર આવી રહી હતી.
હે તપોજીવી ! ગુરૂવર્ય !! ચિંતા અને પડતીના આવા ઝઝુમી રહેલા સમયમાં આપનો જન્મ અને આપની દુષ્કર દીક્ષા થઇ હતી પોતાના અજબ ત્યાગ અને કર્તવ્ય પરાયણતા તથા કષ્ટ સાધ્ધ વિહારોથી શ્રી જિનશાસનનો તેજસ્વી દીનમણિ-સૂર્ય ઉદયાચળ ઉપર સ્થિર છે. એ આપના પુણ્ય તેજે સ્થળે સ્થળે બતાવી આપ્યું છે. આજે સેંકડો શિષ્યોના આપ પિતામહ છો. દુર્ભાગ્યોદયે આપની પ્રત્યક્ષ ચરણસેવા તો મને અલભ્ય છે છતાં, આ એક લઘુપુષ્પ આપ સદ્ગુણરત્નાકરના ચરણે ચઢાવું છું.
આપશ્રીનો પાદપઘમધુકર શિશુ
મનોહર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org