________________
પ્રસ્તાવના મલધારીશ્રી હેમચંદ્રસૂરિવિરચિત વિસ્તૃત વૃત્તિને છાપી છે.
જૂ૦ રાત્રે આ ત્રણેય વિવરણો, પ્રસ્તાવના, તથા પરિશિષ્ટો આદિના કારણે આ ગ્રંથનું પ્રમાણ ઘણું મોટું થઈ જવાથી આ ગ્રંથને અમે બે વિભાગોમાં મુદ્રિત કર્યો છે.
અનુયોગનાં ઉપકમ ૧, નિક્ષેપ ૨, અનુગમ ૩, તથા નય ૪ એમ ચાર મુખ્ય ધારો (વિભાગો) છે. તેમાં ઉપકમનાં આનુપૂર્વી ૧, નામ ૨, પ્રમાણ ૩, વક્તવ્યતા ૪, અર્વાધિકાર ૫, તથા સમવતાર એવાં છ પ્રતિકારો (પેટાવિભાગો) છે. તેમાંના પ્રતિવાર સુધીનો અંશ આ પ્રથમ વિભાગમાં છે. બાકીનો અંશ બીજા વિભાગમાં આવશે. અનુયોગદ્વારસૂત્રમાં એકંદર ૬૦૬ સૂત્ર છે. તે પૈકીનાં પ્રારંભનાં ૩૧૩ સૂત્રો આ પ્રથમ વિભાગમાં અમે લીધાં છે. બાકીનાં સૂત્રો, તે ઉપરનાં ત્રણે ય વિવરણો તથા તેના અનેક પરિશિષ્ટ બીજા વિભાગમાં આવશે.
આ પ્રથમ વિભાગમાં પાંચ પરિશિષ્ટો છે. તેમાં પ્રથમ પરિશિષ્ટમાં પ્રથમ વિભાગમાં આવતાં સૂત્રોનાં પાઠાંતરોના ટિપ્પણો છે. બીજા, ત્રીજા, ચોથા પરિશિષ્ટોમાં અનુક્રમે ચૂર્ણિ, હારિભદ્રી વૃત્તિ, મલધારિશ્રી હેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિનાં પાઠાંતરો આદિનાં ટિપ્પણો છે.
પ્રથમ પરિશિષ્ટમાં પૃષ્ઠકમ પ્રમાણે નહીં, કિંતુ સૂત્રો કે સૂત્રસમૂહોના આદિ-અંતના અંકોના ઉલ્લેખ સાથે સૂત્રકમ અનુસાર સૂત્રોનાં ટિપ્પણો છાપ્યાં છે, તે જ પ્રમાણે બીજા પરિશિષ્ટમાં જૂિol નાં, ત્રીજા પરિશિષ્ટમાં હિo] નાં તથા ચોથા પરિશિષ્ટમાં રિ] નાં ટિપ્પણો છાપ્યાં છે. આ ટિપ્પણોમાં કેટલાંક પાઠાંતરનાં, કેટલાંક તુલનાત્મક તથા કેટલાંક વિશિષ્ટ સ્પષ્ટીકરણ માટેનાં ટિપ્પણો પણ છે. પાંચમાં પરિશિષ્ટમાં, પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે આગમસંપાદનનું કામ શરૂ કર્યું તે સમયમાં સંપાદન માટે નિયમાવલી તૈયાર કરવા માટે પ્રો. એ. એન. ઉપાધ્ય, ભોગીભાઈ સાંડેસરા વગેરે વિદ્વાનોની સમિતિ નીમવામાં આવેલી અને તે સમિતિ એ જે નિયમાવલી તૈયાર કરી હતી તેની નકલો લા.દ.ભા.સં. વિ. માં થી મને મળેલી હતી તે નિયમાવલી પાંચમા પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
કેટલેક સ્થળે અમને બીજા કોઈ શુદ્ધપાઠની સંભાવના કે કલ્પના જેવું લાગ્યું છે ત્યાં ( ) આવા કોષ્ટકમાં કૌંસમાં પ્રશ્નચિન્હ સાથે અમારી સંભાવનાકે કલ્પનાનો પાઠ પણ મૂલમાં અથવા ટિપ્પણમાં આપ્યો છે.
ચૂર્ણિ, હારિભદ્રી વૃત્તિ, મલધારિ વૃત્તિ તથા તેના હસ્તલિખિત આદર્શો વિષે આ પ્રસ્તાવનાના અંતભાગમાં વિસ્તારથી વિચારીશું. તે પહેલાં અનુયોગદ્વાર સૂત્ર વિષે જાણી લઈએ.
कुर्ता
શ્રીઅનુયોગદ્વારના સૂત્રના કર્તા પ્રાચીન મહાન પૂર્વાચાર્ય છે, એ તો ૪૫ આગમપૈકીનો એ આગમગ્રંથ છે એ ઉપરથી જ સિદ્ધ છે. પરંતુ ખરેખર તેના કર્તા કોણ છે એ અમારી જાણમાં નથી. જ્યારે પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે અનુયોગદ્વારસૂત્રછપાવ્યું ત્યારે મથાળે તેમણે સિન્નિલિયાવિયાડું (માઈક્ષિતવિરવિષિતાનિ) એમ છાપ્યું છે. પરંતુ તેનો કોઈ સ્પષ્ટ આધાર ન હોવાથી, અમે કોઈ કર્તાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org