________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૯ મળી. છેવટે સંવત ૧૯૩૪ ના જેઠ વદિ ૨ ને રોજ ચારિત્ર ગ્રહણ કર્યું અને વયોવૃદ્ધ દાદાશ્રી પં. મણિવિજયજીના શિષ્ય થયા. સ્ત્રીની ઇચ્છા પણ તે અવસરે દીક્ષા લેવાની હતી. પરંતુ પ્રતિકૂળ પ્રસંગો હોવાથી પાંચ વર્ષ પછી સંવત ૧૯૩૯ માં ચારિત્ર ગ્રહણ કર્યું. હાલમાં તેઓ લગભગ ૭૦ વર્ષના વયોવૃદ્ધ થયાં છે. તેમનો શિષ્યા વર્ગ પણ મોટો છે.
મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીએ પ્રથમ ચોમાસામાં જ પોતાના વિનયગુણથી ગુરૂવર્યની પ્રીતિ સંપાદન કરી. વૃદ્ધ અને અશક્ત ગુરૂની સેવાનો સારો લાભ લીધો, ચોમાસુ સંપૂર્ણ થયા બાદ અનિચ્છા છતાં ગુરૂ આજ્ઞાને આધીન થઇ પોતાના ગુરૂભાઇશ્રી શુભવિજયજી સાથે વિહાર કરી રાંદેર ગયા અને ત્યાં વયોવૃદ્ધ અને ગ્લાન મુનિવર્યશ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થયા. લગભગ આઠ વર્ષ પર્યંત વિનયપૂર્વક સેવા કરી તેમની પ્રીતિ સંપાદન કરી, વ્યાકરણ તથા પ્રકરણાદિ શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું લોક પ્રિયતાદિ ગુણોથી સંઘમાં પણ બહુ માનનીય થયા. ત્યાર પછી કેટલીક મુદત સુધી શ્રીમદ્ આત્મારામજી મહારાજના સમાગમમાં રહ્યા અને સૂત્ર સિદ્ધાંતોનો સારે અભ્યાસ કર્યો. પછી પાછા રત્નસાગરજી પાસે રહ્યા. કેટલીક મુદત તેમની સેવા કરી પોતાના શિષ્ય રિદ્ધિવિજયજીને તેમની સેવામાં મૂકી અનેક સ્થળોએ ચોમાસા કર્યા અને શાસન સેવા બજાવી. સંવત ૧૯૫૭ માં સુરતના સંઘે આગ્રહ કરી પન્યાસજી શ્રી ચતુરવિજયજી ગણીને બોલાવ્યા. તેમની પાસે ભગવતિ સૂત્રના યોગોદ્વહન અને આષાઢ શુદિ ૧૧ દિવસે ૨૭ મુનિવરો અનેક સાધ્વીઓ તથા અન્ય શ્રાવક શ્રાવિકા વિગેરે સમુદાય મળી લગભગ પંદર હજાર મનુષ્યોની સમુદાયમાં પન્યાસ પદારોહણ કર્યું. મહારાજશ્રીની પન્યાસ પદવીનો મહોત્સવ સુરતમાં અપૂર્વ થયો લગભગ એક પખવાડીયાં સુધીમાં દેશાંતરોથી સાધર્મિ બંધુઓનું આવાગમન, તેમનો અનન્ય સત્કાર, મંદિરોમાં અષ્ટાહિકા મહોત્સવ, વાડીમાં પાંચ પર્વતોની રચના, સમવસરણ, લોકનાલિકાની રચના, લગભગ ત્રીસ છોડનું ઉઘાપન તેમાં મધ્યમાં રહેલ અમૂલ્ય છોડની આકર્ષકતા તથા અન્ય છોડોમાં રહેલ ચંદ્રુઆ, પુઠીયા, રૂમાલ વિગેરેમાં રહેલી ચિત્રરચના, વિવિધ પુજાઓ, ભાવના, ગવૈયાઓનાં આકર્ષક ગાન, વિવિધ પ્રકારનાં વાજીંત્રોના નાદ અપૂર્વ અપૂર્વ ધાર્મિક વરઘોડાઓ અને બૃહત્ સ્નાત્ર વિગેરે ક્રિયાઓ અને તેમાં થતા મંત્રોચ્ચારોના માંગલિક ધ્વનિથી એ અવસરે સૂર્યપુરની શોભા એક અવર્ણનીય આનંદમય બની રહી હતી. શાસનભક્તિ અને તેમાં ધનાઢ્યોનું ઔદાર્ય દેખી હઝારો મનુષ્યો અનુમોદન કરી પુન્યઉપાર્જન કરી રહ્યા હતા. આ મહોત્સવમાં લગભગ એકલાખ દ્રવ્યનો વ્યય થયો હશે. દેશાંતરોથી છેક કલકત્તા પર્વતના શ્રાવકોનો અગ્રગણ્ય ઘણોખરો સમુદાય તે અવસરે આ મહોત્સવમાં એકત્ર થયો હતો. એવી જ રીતે ૧૯૭૫ નો માહ શુદિ પંચમીને દિવસે મહેસાણામાં એમનો આચાર્ય પદારોહણ મહોત્સવ ભારે ધામધુમથી થયો હતો.
એઓશ્રી ૧૯૫૭ થી માંડી અદ્યાપિ પર્યત દરવર્ષે ચોમાસી તપ કરે છે. એકવાર વર્ષીતપ પણ કર્યો હતો. વીસ સ્થાનક તપ પણ એકાંતરે ઉપવાસ કરી સંપૂર્ણ કર્યો. આ વર્ષના ચાતુર્માસમાં ચોમાસી ચાલુ તપમાં અઠાઇનો તપ કર્યો હતો. ત્રણવાર ત્રણ ત્રણ માસ પર્યત મૌનાવસ્થામાં રહી સૂરિ મંત્રની આરાધના સંબંધી ઉપવાસ, આંબીલ, નવી વિગેરે તપ કર્યા હતો એવી રીતે તપસ્વી ગુરૂના શિષ્ય પણ તપસ્વી થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org