________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૨૦ એમણે અનેક ગ્રંથોનું શોધન કર્યું છે. લગભગ સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ આખો દિવસ ગ્રંથ શોધન કર્યું જાય છે. એમના શિષ્યો ૧ રિદ્ધિવિજયજી, ૨ કમળવિજયજી, ૩ ખાંતિવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ વિજયવિજયજી, ૬ પ્રમોદવિજયજી, ૭ શાંતિવિજયજી, ૮ રંગવિજયજી, ૯ મેઘવિજયજી, ૧૦ કેસરવિજયજી, ૧૧ જયવિજયજી વિગેરે હતા. હાલ ૧ રિદ્ધિવિજયજી, ૨ રંગવિજયજી, ૩ મેઘવિજયજી એ ત્રણ શિષ્યો વિદ્યમાન છે. તથા રિદ્ધિવિજયજી, વિનયવિજયજી, રંગવિજયજી, મેઘવિજયજી અને કેસરવિજયજીનો શિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી લગભગ ૩૫ મુનિઓ વિદ્યમાન છે.
૭. હીરવિજયજી – એમના સંબંધી વિશેષ હકીકત જાણવામાં નથી.
સર્વ મળી પન્યાસજી મણિવિજયજી દાદાનો શિષ્ય પ્રશિષ્યાદિ મુનિવર્ગ લગભગ ૩૫૦ ની સંખ્યામાં વિદ્યમાન છે અને અન્ય અન્ય સ્થળોએ વિચરી ચારિત્ર આરાધના કરી શાસનમાં અનેક પ્રકારે ઉપકાર કરી રહ્યો છે. તેમાં લગભગ ૨૭૫ ઉપરાંત મુનિવર્યો તો બુદ્ધિવિજયજી (બુટેરાવજી) મહારાજના સમુદાયમાં છે. સમકાલીન મુનિવરો :
શ્રીમદ્દ્રા સમયમાં પંન્યાસજી સૌભાગ્યવિજયજી તથા રત્નવિજયજી વિગેરે ડહેલાનાં સમુદાયમાં તથા મુનિવર્યશ્રી પં. ઉદ્યોતવિજયજી અમરવિજયજી વિગેરે લુહારની પોળના સમુદાયમાં તથા સાગર સમુદાયમાં મુનિવર્યશ્રી રવિસાગરજી તથા રત્નસાગરજી વિગેરે અને વિમળ સમુદાયમાં મુનિવર્યશ્રી દાનવિમળાજી, પં. દયાવિમળાજી વિગેરે હતા.
ભગવતિસૂત્રના યોગોદહન તથા ગણીપદ અને પન્યાસપદ : શ્રીમદ્ભા ગુરૂ તપસ્વી કસ્તુરવિજયજી અને તેમના ગુરૂશ્રી કીર્તિવિજયજી મહારાજનાં ગણી અથવા પંન્યાસપદ સંબંધી કાંઈ ઉલ્લેખ મળી આવ્યો નથી જેથી શ્રીમદે યોગોદહન કયાં અને કોની પાસ કર્યા તે જાણવામાં નથી પરંતુ તે અવસરે પંન્યાસજી રૂપવિજયજી મહારાજ હયાત હતા, તેમની પાસે અથવા સમુદાયના અન્ય કોઈ પંન્યાસજી પાસે કર્યા હોય એમ સંભવે છે. શ્રીમદ ભગવતિ સૂત્રના યોગોહન તો પંન્યાસ સૌભાગ્યવિજયજી પાસે કર્યા છે. પરંતુ તે ક્યારે કર્યા તે સંબંધી બે ઉલ્લેખ જૂદા જૂદા મળી આવે છે.
૧ ૫. ગુલાબવિજયજીના ટીપ્પનકમાં લખ્યું છે જે : ગુરુશ્રી વિનયેષુ મદ્રિામવિ धर्मरुच्यादि प्रधान गुणदर्शनात् पंन्यास श्री सौभाग्यविजयगणिभिः संवदक्ष्यक्षिनन्देन्दु ज्येष्ट शुकल त्रयोदश्यां सिद्धान्त भगवत्यादि योगोद्वहन कारयित्वा गणिपद पुर्वकं पंन्यासपदं दत्तं ।
અર્થ : - ગુરૂશ્રી મણિવિજયજીમાં ભદ્રિકભાવ તથા ધર્મરૂચી વિગેરે શ્રેષ્ઠ ગુણો દેખી પંન્યાસ સૌભાગ્યવિજયજી ગણિએ તેમને ભગવતિ વિગેરે સિદ્ધાંતના યોગોદહન કરાવી સંવત ૧૯૨૨ ના જેઠ શુદિ તેરસને દિવસે ગણિપદ સાથે પંન્યાસ પદ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org