________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
એમના મુખ્ય પટ્ટધર આચાર્યશ્રી વિજયકમળસૂરિશ્વરજી છે જેઓ મહાન ભવ્યાતિકૃતિવાળા, પ્રતાપી, સરળ અને નિસ્પૃહી મહાત્મા છે. એમનું જન્મસ્થળ, માતાપિતા, જન્મતીથી વિગેરે જાણવા માટે અનેકવાર પ્રયત્નો થયા છતાં એ નિસ્પૃહી મહાત્માના મુખથી કાંઇ પણ જાણી શકાયું નથી. તેમજ એમના શિવાય કોઇપણ અન્ય જણાવી શકે એવું નથી. લગભગ સિત્તેર વર્ષની ઉમ્મરે પહોંચ્યા છે, શરીર અશક્ત થયું છે છતાં બાળકની માફક શ્લોકો ગોખે છે. ગામડાઓમાં વિચરતાં ત્યાંના ઠાકરો વિગેરેને જીવદયાનો ઉપદેશ દેતાં તેમની શરમથી જરા પણ સ્ખલના ન પામતાં બેધડક સ્પષ્ટ ઉપદેશ દે છે. એમના ઉપદેશથી અનેક હિંસકોએ હિંસા છોડી છે. પ્રાય: ગામડાઓમાં વિશેષ વિચરે છે. કોઇપણ સમુદાયના ગુણવાન મુનિવર્ગ ઉપર તેઓ બહુ પ્રેમ ભરી દૃષ્ટિએ જુએ છે..
(૬) આનંદવિજયજી (પંન્યાસ) એમનું જન્મસ્થળ વિગેરે કોઇ જાણવામાં નથી. એમના શિષ્ય વર્ગમાં હાલ મુનિવર્યશ્રી હર્ષવિજયજી શિષ્ય પરિવાર સહિત વિચરે છે. એમના પરિવામાં નવ મુનિઓનો પરિવાર છે.
(૭) ચંદનવિજયજી - એમનો શિષ્ય પરિવાર નહોતો.
૩- પ્રેમવિજયજી - સંવત ૧૯૨૪ માં વાગડ (કચ્છ) માં રહેતા યતિ પદ્મવિજયજીને સંવેગી દીક્ષા અંગીકાર કરવા ભાવના જાગ્રત થઇ અને ગુરૂની શોધ માટે ગુજરાતમાં આવ્યા ત્યાં મણિવિજયજી મહારાજની સરળતા, શાંતિ વિગેરે ગુણોથી આકર્ષાઇ તેમની પાસે ફરી દીક્ષા લેવા વિચાર કર્યો અને યોગોદ્દહન કરી વડી દીક્ષા લઇ તેમના શિષ્ય થયા. તેમનું નામ પ્રેમવિજયજી દીધું. ત્યાર પછી તેઓ પ્રાય: વાગડમાં વિચર્યાં છે. તેમના શિષ્ય મુનિવર્યશ્રી જિતવિજયજી થયા તેમનો જન્મ પણ વાગડમાં થયો હતો. ગુજરાત કાઠિયાવાડમાં કેટલાંક ચોમાસાં કરી તેઓશ્રી પણ વૃદ્ધાવસ્થામાં વાગડમાં વિશેષ રહ્યા તેઓશ્રી પણ એક મહાન ત્યાગી, તપસ્વી હતા, વાગડદેશમાં એમણે મહાન ઉપકાર કર્યો છે આજે આખો વાગડ દેશ એમના ઉપકારને સંભારે છે. ગયા વર્ષના અષાઢ માસમાં પલાસવા ગામે તેમનો દેહોત્સર્ગ થયો તેમના શિષ્યો મુનિવર્યશ્રી હીરવિજયજી, વીરવિજયજી તથા ધીરવિજયજી અને હર્ષવિજયજી હતા. હાલ મુનિવર્યશ્રી હીરવિજયજી અને હર્ષવિજયજી છે. શ્રી હીરવિજયજીના શિષ્ય વર્ગમાં પન્યાસજી કનકવિજયજી ગણી મુનિશ્રી બુદ્ધિવિજયજી અને તિલકવિજયજી છે. સર્વ મળી ૮ મુનિઓ વિદ્યમાન છે.
૧૮
૪. ગુલાબ વિજયજી એમનાં જન્મસ્થાન વિગેરે હકિકત જાણવામાં નથી. ૫. શુભવિજયજી તેઓના સંબંધમાં પણ વિશેષ માહિતી નથી.
૬. સિદ્ધિવિજયજી (આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી) રાજનગર ક્ષેત્રપાળની પોળમાં શ્રેષ્ઠીવર્ય મનસુખરામ તેમનાં સુપત્નિ ઉજમબાઇ - તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં. સૌથી નાના પુત્ર ચુનીલાલ હતા. તેમનો જનમ સંવત ૧૯૧૧ ના શ્રાવણ શુદ ૧૫ ને દિવસે થયો હતો. બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાન છતાં માતાપિતા વિગેરેના અત્યાગ્રહથી લગ્નગ્રંથીથી જોડાયા, પરંતુ વૈરાગ્યવાસનામાં ન્યુનતા થઇ નહીં. સુભાગ્યે શ્રી સુકુલીન સાનુકુળ મળી, જેથી ભાવનાને પુષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org