________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૭ વિગેરેથી મહાન સત્કાર કરતા. અદ્યાપિ સુરત વિગેરેમાં તેમનું સામૈયું લોકો સંભારે છે. ચિકાગો (અમેરિકા) માં ધર્મ પરિષદ મળી હતી. તેમાં મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું હતું પરંતુ વાહનમાં મુસાફરી કરવાથી મુનિ આચારમાં સ્કૂલના થાય માટે તેઓશ્રી ત્યાં ગયા નહીં પરંતુ તેમણે જૈનધર્મ સંબંધી એક મોટો નિબંધ લખો, તે લઈને ગાંધી વીરચંદ રાઘવજી શિકાગો ગયા અને પરિષદમાં વ્યાખ્યાન દીધું. ડોક્ટર ડોલ્ફ હોર્નલને પણ એમના તરફ બહુ માન હતું. તેઓશ્રી વ્યાખ્યાન દેવું, વાચના આપવી, અન્યોની શંકાનાં સમાધાન કરવા છતાં પોતાના નિયમિત સ્વાધ્યાયમાં સ્કૂલના થવા દેતા નહીં. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો પણ લખ્યા છે કે જે ગ્રંથો તેમના અનેક શાસ્ત્રોના અભ્યાસનું સુચન કરાવતા આદરપૂર્વક વંચાય છે. તે ગ્રંથોમાં ૧ તસ્વનિર્ણય પ્રાસાદ, ૨ જૈન તત્વદર્શ, ૩ ચિકાગો પ્રશ્નોત્તર, ૪ અજ્ઞાન તિમિર ભાસ્કર, ૫ સમ્યક્ત શલ્યોદ્ધાર, ૬ જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર વિગેરે અનેક છે. તેઓએ અનેક પૂજાઓ, સ્તવનો, સજ્જાયો વિગેરે રચી પોતાના કવિત્વનો પણ અનુભવ દર્શાવ્યો છે. સંગીત કળા પણ તેમની પ્રશંસનીય હતી.
તેઓશ્રી ૧૯૪૭ માં પુન: પંજાબમાં ગયા અને શ્રાવકોને દઢ કર્યા. ૧૯૫૧ ના મહા શુદિ ૧૩ ને દિવસે પટ્ટીમાં ૫૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. પુન: ૧૯૫૨ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસે ૧૭૫ બિંબોની પ્રતિષ્ઠા કરી. આવી રીતે જૈન શાસનમાં અનેક ઉપકાર કરી, સંવેગી માર્ગમાં ૨૧ વર્ષ દીક્ષા પર્યાયનું પાલણ કરી, સંવત ૧૯૫ર ના જેઢ શુદિ ૭ ને મંગળવારે મધ્યરાત્રીએ પંજાબ દેશમાં ગુજરાંવાલા ગામમાં અનેક શિષ્યાદિ મુનિવર્યા અને શ્રાવકવર્ગોને શોકાતુર મુકી આ જૈન શાસનનો ઝગમગતો તારો છેવટે પંજાબમાંજ અસ્ત પામી ગયો.
ગુજરાંવાલા એમના અગ્નિદાહ ના સ્થાને એક મહાન સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું છે. એ સિવાય ગુજરાત, માળવા, મારવાડ, પંજાબમાં અનેક ગામો અને શહેરોમાં એમની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે તથા એમના પુનિત નામથી અંકિત અનેક પાઠશાળાઓ ચાલે છે. સિદ્ધગિરિ ઉપર મુખ્ય ટુંકમાં પણ એમની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. એમના શિષ્યો ૧૩ થયા હતા તેમનાં નામો આ પ્રમાણે : - ૧ લક્ષ્મીવિજયજી, ૨ સંતોષવિજયજી, ૩ રંગવિજયજી, ૪ રત્નવિજયજી, ૫ ચારિત્રવિજયજી, ૬ કુશળવિજયજી, ૭ પ્રમોદવિજયજી, ૮ ઉદ્યોતવિજયજી, ૯ સુમતિવિજયજી, ૧૦ વીરવિજ્યજી ૧૧ કાંતિવિજયજી ૧૨ વિજ્યજી ૧૩ અમરવિજયજી. સુમતિવિજયજી, કાંતિવિજયજી અને અમરવિજયજી એ ત્રણ હાલ વિદ્યમાન છે. તથા શ્રી લક્ષ્મીવિજયજી, ચારિત્રવિજયજી, પ્રમોદવિજયજી, ઉદ્યોતવિજયજી, ઉપાધ્યાય શ્રીવીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, જયવિજયજી તથા અમરવિજયજીનો શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી એમના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર લગભગ ૯૦ ની સંખ્યામાં છે. એમના પરિવારના મુનિ વર્ગમાં કેટલાક સારા વિદ્વાનો, વક્તાઓ, અને લેખકો છે. તેમજ ગુજરાત, માળવા, મેવાડ, મારવાડ પંજાબ દક્ષિણ વિગેરે સ્થળોમાં વિચરી અનેક પ્રકારે ઉપકાર કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org