________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર શાંતિની તો અપ્રતિમ મૂર્તિ હતી. શિષ્ય વર્ગ :
૧. અમૃતવિજયજી - કચ્છ દેશના ગઢ ગામનિવાસી વીસા ઓસવાલ જ્ઞાતીય આશપાળ શ્રેષ્ઠી અને કલા નામની તેમની સ્ત્રી તેમના પુત્ર ઉભયચંદ્ર (અભયચંદ્ર નામ સંભવિત લાગે છે.) ૧૮૯૮ માં દીક્ષા અંગીકાર કરી તેમનું નામ અમૃતવિજયજી રાખવામાં આવ્યું. આ એમના પ્રથમ શિષ્ય થયા. એમના શિષ્ય મુનિશ્રી નેમવિજયજી થયા. નેમવિજયજીને બે શિષ્યો પુન્યવિજય અને મોતીવિજય થયા તેમાં હાલ એક મોતીવિજયજી વિદ્યમાન છે. (પાલીતાણાવાળા)
૨. બુદ્ધિવિજયજી (બુટેરાવજી) - એમનો જન્મ પંજાબ દેશમાં ૧૮૬૩ માં થયો હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા એમણે યોગ્ય ગુરૂના અભાવે ૧૮૮૮ માં ઢંઢેક મતમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પરંતુ પાછળ થી જેમ જેમ સૂત્રો વાંચતા ગયા, તેમ તેમ એ મત વિપરીત લાગવાથી સંવત ૧૯૦૩ માં સ્વયમેવ મુહપત્તિ તોડીને સત્યમાર્ગ અંગીકાર કરી સંવેગી બન્યા, પરંતુ તે દેશમાં સદ્ગુરૂનો યોગ ન હોવાથી ત્યાં કેટલીક મુદત વિચરી કેટલાક ગૃહસ્થોને યોગ્ય માર્ગ દર્શાવી, તેમને મૂર્તિપૂજકો બનાવી, બીજા બે પોતાના સાધુઓને પણ પોતાના માર્ગે જોડ્યા, વળી એક શ્રાવકને પણ ૧૯૦૮ માં સંવેગમાર્ગની દીક્ષા આપી. પછી પંજાબથી નીકળી મારવાડ થઈ ગુજરાતમાં આવ્યા. અને રાજનગરમાં મહારાજશ્રી મણિવિજયજી પાસે સંવેગી તપગચ્છની દીક્ષા અંગીકાર કરી. યોગવહનદી ક્રિયા પંન્યાસ સૌભાગ્યવિજયજીના હાથે થઈ. વડી દીક્ષા અવસરે તેમનું બુટેરાવજી નામ બદલી બુદ્ધિવિજયજી નામ રાખવામાં આવ્યું. સાથે આવેલા બે મુનિઓ મૂળચંદજી અને વૃદ્ધિચંદજી તેમને પણ દીક્ષા આપી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા. તેમના નામ અનુક્રમે મુક્તિવિજયજી અને વૃદ્ધિવિજયજી દેવામાં આવ્યા. જો કે આ નામો ફેરવવામાં આવ્યાં ખરાં પરંતુ પ્રથમનાં નામો અતિ પરિચિત હોવાથી અદ્યાપિ તેઓ પ્રથમનાં નામથી ઓળખાય છે. આ મહાત્માએ પંજાબમાં મૂર્તિપૂજકોનો ઉચ્છિન્ન થતો માર્ગ પુન: સજીવન કરવામાં પ્રયત્ન કર્યો તેમાં કેટલેક અંશે ફળીભૂત થયા. સંવેગીપણાની દીક્ષા અંગીકાર કરી ફરી પંજાબ ગયા. પુન: શુલ્કમાર્ગનું સિંચન કરી ગુજરાત આવ્યા. અને ૧૯૩૮ ના ફાગણ વદિ અમાસના દિવસે કાળધર્મ પામ્યા એમનો શિષ્ય પરિવાર મહાન છે હાલ વિચરતા મુનિવરોમાં મોટો ભાગ એમનો છે. એમના પ્રથમ શિષ્ય -
૧) મુક્તિવિજયજી (મુળચંદજી) પંજાબમાં ચાલકોટ નગરમાં એમનો જન્મ ઓસવાળ જ્ઞાતિમાં સં. ૧૮૮૬ માં થયો હતો. ૧૯૦૨ માં બુટેરાવજી પાસે ઢંઢકમતમાં દીક્ષા લીધી હતી અને ૧૯૦૩ માં તેમની જ સાથે મુહપત્તિ તોડી સંવેગી માર્ગ અંગીકાર કર્યો. ૧૯૧૨ માં યોગોદ્વહન કરી વડી દીક્ષા લીધી અને મહારાજશ્રી બુટેરાવજીના શિષ્ય બન્યા. સંવત ૧૯૨૩માં તેમને પંન્યાસજી મણિવિજ્યજી મહારાજે ગણીપદ આપ્યું હતું. અમદાવાદ, બોરૂ, શીહોર વિગેરે સ્થળોમાં એમણે સારો ઉપકાર કર્યો છે. શેઠ દલપતભાઈ તથા શેઠ પ્રેમાભાઈ વિગેરેને એમના પ્રત્યે બહુ સારું માન હતું. એમનો શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org