________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૩ લીંબડી, ૩ પાલીતાણા, ૩ પીરાનપુર, ૪ ભૂજ, ૪ સ્થળો જાણવામાં નથી, ૫ રાધનપુર, ૨૮ રાજનગર.
અઠ્ઠાવન વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં ગુજરાત, કાઠિયાવાડ, રાજપુતાના અને પૂર્વદિશમાં સમેતશીખર પર્યત વિચર્યા પછી કારણસર સાત ચોમાસાં લાગલાગટ અમદાવાદમાં થયાં. ત્યાર પછી વૃદ્ધાવસ્થા છતાં પણ કાઠિયાવાડ, પછી ઉત્તર ગુજરાત, વળી કાઠિયાવાડ, ત્યાંથી ગુજરાતમાં જુદે જુદે
સ્થળે વિચરી, શારીરિકબળ અતિ ક્ષીણ થવાથી લગભગ સીત્તેર વર્ષની અવસ્થા પછીના ૧૪ ચોમાસાં રાજનગરમાં કર્યા. તપસ્યા : -
શ્રીમદ્ભી તપશ્ચર્યા તો કોઇ અવર્ણનીય હતી. સતત વિહાર છતાં પણ નિયમિત તપસ્યા તો તેઓની ચાલુ જ રહેતી હતી એકંદરે ૧ બત્રીસ ઉપવાસ, ૧ માસક્ષમણ, ૩ સોલ ઉપવાસ, ૧ બાર ઉપવાસ, ૧ દશ ઉપવાસ, ૫ અઠ્ઠાઇ, ચાર ઉપવાસ તે સિવાય અનેક અટ્ટમ, છઠ અને તિથિ વિગેરેના છૂટા ઉપવાસો જેની ગણત્રી કરવામાં આવી નથી. તથા આયંબીલ વર્ધમાન તપની એકત્રીસ ઓળીઓ કરી હતી ઉપવાસ શિવાયના દિવસોમાં આંબીલ એકાસણાં તો ચાલુ જ રહ્યાં. એકાસણાં કરવા છતાં એકવારજ એટલે ભોજનના અવસરે જ પાણી પીવું એ બહુ વિચારણીય છે શારીરિક અને માનસિક કાબુના અભાવે કેટલાકો જો કે રાત્રીભોજન કરતા નથી પરંતુ શયનપર્યત પાણી પીવે છે. એકાસણામાં પણ નિયમિત આહારના અભાવે કેટલાકોને સાંઝ સુધીમાં અનેકવાર પાણી પીવાની જરૂર પડે છે, પરંતુ એકાસણું કરનારને ઉનાદરી કરે અને સ્નિગ્ધ આહારની લોલુપતા છોડે તો અભ્યાસના પરિણામે ચોવિહાર એકાસણાનો ત૫ સુખપૂર્વક કરી શકે છે. આ તપ કરનારને આહાર પાણીનું પારવશ્ય અને તેનાથી ઉત્પન્ન થતાં અનેક દુઃખોમાંથી કેટલો બચાવ થઈ શકે છે તે વિચારવાથી સહેજે જણાઈ આવશે. ભૂખ્યો થાય એને ભૂખનું દુ:ખ અને તેનાં સાધનોની પ્રાપ્તિ માટે અનેક વિટંબણાઓ. એવી જ રીતે તરસ્યાને પણ. પરંતુ જેણે સુધા અને તૃષા ઉપર કાબુ મેળવ્યો છે તેને એ દુ:ખ અને વિટંબણાઓ નથી. જો કે ઔદારિક શરીરની સ્થિતિ એવી છે કે તેને આહાર પાણી તો અવશ્ય જોઇએ છે પરંતુ નિયમિત મનુષ્ય અભ્યાસના પરિણામે એમાંથી ઘણા અંશે મુક્ત થઈ શાંતિ મેળવી શકે છે. જ્યારે અનિયમિત અને આહારાદિનો લોલુપી મનુષ્ય જીંદગીભર અશાંતિ સેવે છે. માટે સર્વીશે મુક્ત ન થવાય તો પણ તપનો અનુક્રમે અભ્યાસ કરનાર અનેક વિટંબણાઓથી મુક્ત થઈ શકે છે, એને આત્મશક્તિનું નિદર્શન થાય છે, મહાન નિર્જરાનો ભાગી થાય છે, એનો આત્મા હળવો થાય છે. અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે.
મુનિવર્યશ્રીમાં માત્ર બાહ્ય તપસ્યાનો જ આદર હતો એટલું જ નહીં પરંતુ અત્યંતર તપસ્યા વિનય, વૈયાવચ્ચ વિગેરે તો તેમનાં અસ્મલિત ચાલુજ રહેતાં. કહેવાય છે જે ‘મની તપસ: શોધઃ' કોઈ એ તપનું અજીર્ણ છે. વાતોમાં અને અનુભવોમાં એવા ઘણા પ્રસંગો જોવામાં આવે છે. પરંતુ પ્રશમોદધિશ્રી મહાવીર પ્રભુનું અહોનિશ ધ્યાન ધરતા આ મહાત્માશ્રીના નિર્મલ હદયમાંથી પ્રથમ પરિણતિના સદ્ભાવે ક્રોધ તો ક્યારનોએ પલાયન કરી ગયો હતો. કહેવું પડશે કે આ મહર્ષિ ક્ષમા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org