________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૨ થઈ, શરીરની મૂછ છોડી, આત્મશકિતની જેણે પીછાન કરી છે તેને તપસ્યામાં મુંઝવણ થતી નથી, પરંતુ તે તે અંશે શારીરિકાદિ મૂછના બંધનથી મુક્ત થવાથી અધિકાધિક આનંદ થાય છે. રાજનગરનાં ત્રણે ચોમાસામાં શ્રીમને આવી રીતે તપસ્યા, ગુરૂભક્તિ વિગેરેનો અપૂર્વ લાભ મળ્યો.
આ અવસરમાં સંવત ૧૮૮૦ માં અમદાવાદમાં લુહારની પોળમાં તેઓ સહિત બાર મુનિવરોનાં ચોમાસાં હતાં. અમદાવાદથી વિહાર કરી કાઠિયાવાડ ગયા અને સંવત ૧૮૮૨ નું ચોમાસુ પાલીતાણામાં કર્યું. એ ચોમાસામાં સોળ ઉપવાસ કર્યા. ત્યાંથી વિચરતા રાજનગર આવ્યા અને સંવત ૧૮૮૩નું ચોમાસું રાજનગરમાં કર્યું. એ ચોમાસામાં પણ સોળ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૪ નું ચોમાસું ખંભાતમાં કર્યું.
ત્યાં આઠ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૫ નું ચોમાસું રાજનગરમાં કર્યું. સં. ૧૮૮૬ માં રાધનપુર ચોમાસુ કર્યું. ચોમાસા પછી કચ્છમાં વિચર્યા ત્યાંની ભદ્રેશ્વર વિગેરે અનેક સ્થળોની યાત્રા કરી. સં. ૧૮૮૭ અને ૧૮૮૮ માં ભૂજનગરમાં બે ચોમાસા કર્યા. ત્યાંથી પાછા વળતાં સં. ૧૮૮૯ માં રાધનપુર ચોમાસુ કર્યું. રાધનપુરના ચોમાસા પછી વિહાર લંબાવ્યો. ગુજરાત થી નીકળી મરૂધરમાં વિચર્યા. ત્યાં પંચતીર્થી આદિ અનેક તીથોની યાત્રા કરતા અનેક ભવ્ય જીવોને ઉપકાર કરતા મુનિવર્ય બનારસ પહોંચ્યા અને સંવત ૧૮૯૦ નું ચોમાસુ બનારસમાં કર્યું. મારવાડ અને પૂર્વદિશમાં જ્યાં શ્રાવકોની વસ્તિ થોડી થોડી હોવા છતાં નિરતિચાર ચારિત્રનું પાલણ કરતા પદ્મસુંદર નામના મુનિ સાથે ગુરૂ મહારાજ ત્યાં વિચર્યા. બનારસના ચોમાસામાં આયંબીલ ઉપર નવ ઉપવાસનો તપ કર્યો. બનારસના ચોમાસા પછી ત્યાંથી આગળ પૂર્વ દેશમાં વિચરી સમેત શીખરજીની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરી સંવત ૧૮૯૧ નું ચોમાસુ કસનગઢમાં કર્યું. ૧૮૯૨ નું ચોમાસુ પણ મારવાડમાં પુષ્કરણામાં કર્યું. ત્યાંથી વિચરતા મારવાડ ગુજરાત થઈ ૧૮૯૩ નું ચોમાસું જામનગરમાં કર્યું. એ ચોમાસામાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ૧૮૯૪ માં રાજનગર ૧૮૯૫, ૯૬ કચ્છદેશમાં ભૂજનગરમાં (ભૂજનાં ચાર ચોમાસાં ૮૭, ૮૮, ૯૫, ૯૬ માં કર્યા તેમાં દશ અને બાર ઉપવાસની તપસ્યા કરી. કયા ચોમાસામાં કરી તે જાણવામાં નથી. સં. ૧૮૯૭ માં પાલીતાણામાં ચોમાસું કર્યું. ૧૮૯૮ જાણવામાં નથી. ૯૯ પીરાનપુર, ૧૯00 લીંબડી. ૧૯૦૧ વાંકાનેર, ૧૯૦૨ લીંબડી, ૧૯૦૩ વિસલપુર, ૧૯૦૪ પીરાનપુર, ૧૯૦૫ જાણવામાં નથી. ૧૯૦૬ રાજનગર. ૧૯૦૭ જાણવામાં નથી. ૧૯૦૮ રાધનપુર, ૧૯૦૯ થી ૧૯૧૫ સુધી રાજનગર. ૧૯૧૬ પાલીતાણામાં શ્રીદયાવિમળજીને ભગવતિના યોગોદ્વહન કરાવી ભાવનગરમાં ગણિપદ આપી ત્યાં ચોમાસુ કર્યું. ૧૯૧૭ રાધનપુર. ૧૯૧૮ જાણવામાં નથી. ૧૯૧૯ પાલીતાણા. ૧૯૨૦ પીરાનપુર. ૧૯૨૧ વસો. ૧૯૨૨ થી ૩૫ સુધીનાં છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગર માં કર્યા. ૧૯૨૩ ના જેઠ સુદ ૧૩ પંન્યાસ શ્રી સૌભાગ્યવિજયજીએ પંન્યાસ પદ આપ્યુ.
અન્ય અન્ય સ્થળોમાં સર્વ મળી ૫૯ ચોમાસાં થયાં તેમાં ૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરણા, ૧ જામનગર, ૧ વાંકાનેર, ૧ વિસલનગર, ૧ ભાવનગર, ૧ વસો, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org