________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર માર્ગ પ્રથમથી જ અરૂચિકર હતો. જ્યારે તેમને દીક્ષાની ભાવના થઈ અને માતપિતાને સમજાવી દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે, માતાપિતાએ લંકામતમાં દીક્ષા અપાવવા ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિશાળી શીવરાજે યુક્તિપૂર્વક તેઓને સમજાવી યોગ્ય માર્ગનું ભાન કરાવ્યું, અને તપગચ્છ નાયક વિજયસિંહસૂરિજીને વિજ્ઞપ્તિ કરી પોતાના ગામમાં બોલાવ્યા. માતાપિતાએ પુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો. પોતે યોગ્ય માર્ગે જોડાયા અને સં. ૧૭૮૮ માં ૧૪ વર્ષની ઉમ્મરે પુત્રને દીક્ષા અપાવી. જેમનું નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું. મુનિશ્રી સત્યવિજયજી ગુરૂવિનયપૂર્વક સૂત્રસિદ્ધાંત ભણ્યા, સૂત્ર, અર્થનું રહસ્ય જાણી ગીતાર્થ થયા અને ઉત્કૃષ્ટ કિયાનો આદર કર્યો.
આ અવસરે યતિઓનો શિથિલાચાર દિનપર દિન વૃદ્ધિ પામતો જતો હતો. સત્યગષક સત્યવિજયજીએ આ શૈથિલ્ય પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ અને ગુરૂવર્ય પાસે ક્રિયા ઉદ્ધારની આજ્ઞા માગી. ગુરૂવચ્ચે પણ યોગ્ય જાણી શિષ્યને આ જ્ઞા આપી. આજ્ઞાપાલક મુનિ શ્રી સત્યવિજયજીએ પ્રથમ મેવાડમાં વિહાર કર્યો. ઉદયપુરમાં ચાતુર્માસ રહી શુદ્ધ ક્રિયાના પાલનપૂર્વક ઉત્કૃષ્ટ તપસ્યાનો આદર કર્યો. ઉપદેશક જ્યારે ઉપદેશને અનુસાર પોતાનું શુદ્ધ વર્તન દશવિ તો જ તેની અસર યોગ્ય રીતીએ ઉપદેશ્ય વર્ગ ઉપર થઈ શકે છે. ચૌદસે ચુંમાલીસ ગ્રંથ રત્નોના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમાન્ હરિભદ્રસૂરિજી પણ દશવિ છે જે : - “ વયમર ર તવાવાસ્તવBતો નિયમત: સેન્ચ: ” મતલબ કે કથની અનુસાર રહેણીની અવશ્ય જરૂર છે.
મુનિરાજશ્રી સત્યવિજયજીએ છઠ છઠની તપશ્ચર્યા કરવા માંડી. ઇંદ્રિયલોલુપતાને દેશવટો દઇ અરસવિરસ આહારનો ઉપભોગ કરવા લાગ્યા અને પોતાની દેશનાશક્તિએ અનેક ભવ્યાત્માઓને પ્રભુ પ્રણિત પરમ શુદ્ધ માર્ગનો ઉપદેશ આપી વિશુદ્ધ માર્ગના પ્રવાસી બનાવ્યા. ત્યાંથી મારવાડમાં વિચરી મેડતા, નાગોર, જોધપુર, સોજત, સાકી વિગેરે સ્થલોએ ચોમાસાં કર્યા. આ અવસરમાં સંવત ૧૭૨૯ માં શ્રીવિજયપ્રભસૂરિજીએ સોજામાં એમને પંન્યાસપદ સમર્પણ કર્યું.
મારવાડમાં અનેક પ્રકારના લાભ કરી અનેક પ્રાણીઓને શુદ્ધ ધર્મમાર્ગમાં જોડી તેઓશ્રી વિચરતા વિચરતા અનુક્રમે ગુજરાતમાં આવ્યા અને પાટણ, રાજનગર વિગેરે સ્થળોમાં ચાતુર્માસ કરી વિરોધી વર્ગોના અનેક ઉપસર્ગો સહન કરી, યોગ્ય માર્ગનો ઉપદેશ કરી, સમતા સાગર, સરળ પરીણામી ગુરૂ મહારાજા ૬૮ વર્ષ દિક્ષા પાળી ૮૨ વર્ષની ઉમ્મરે સંવત ૧૭૫૬ ના પોષ સુદિ ૧૨ અને શનીવારે સિદ્ધિયોગે ચાર પાંચ દિવસની માંદગી ભોગવી નિર્વાણ પામ્યા.
તેમની પાટે કપૂરવિજયજી થયા એમનો જન્મ સં. ૧૭૦૯ માં પાટણ પાસે વાગરોડ ગામમાં થયો હતો એમણે પણ ૧૪ વર્ષની ઉમ્મરે સં. ૧૭૨૩ ના માગશર શુદિમાં પાટણમાં દીક્ષા લીધી પર વર્ષ દીક્ષા પાળી ૬૬ વર્ષની ઉમ્મરે ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ને સોમવારે પાટણમાં એમનો દેહોત્સર્ગ થયો.
તેમની પછી અનુક્રમે સમાવિજયજી, જિનવિજ્યજી, ઉત્તમવિજયજી, પદ્મવિજયજી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org