________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૫ રૂપવિજયજી થયા. આ મહાત્માઓમાં શ્રી સત્યવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા નિવણરાસ તરીકે શ્રી જિનહર્ષે લખી છે. શ્રી કપૂરવિજયજી તથા ક્ષમાવિજયજીની જિનવિજયજીએ, ઉત્તમવિજયજીની પદ્રવિજયજીએ અને પદ્મવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી રૂપવિજયજીએ લખી છે.
રૂપવિજયજી મહારાજના શિષ્ય શ્રી કીર્તિવિજયજી મહારાજ. એમનો જન્મ ખંભાતમાં સંવત ૧૮૧૬ માં વીસાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. ગૃહસ્થાવસ્થામાં એમનું નામ કપૂરચંદ હતું. સં. ૧૮૬૧ માં ૪૫ વર્ષની ઉમ્મરે પાલીતાણામાં શ્રી રૂપવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. પ્રથમથી જ ઉત્તમ સંસ્કારવાળા હોવાથી તેમજ વિદ્વાન ગુરૂવર્ગના સમાગમથી દિનપ્રતિદિન ચારિત્રમાં વિશેષ તેજસ્વી થયા. નિસ્પૃહી, વિશુદ્ધ વૈરાગ્યવાન આ મહાત્માએ ઓગણીસમી સદિમાં પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોથી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો. આ મહર્ષિની ત્યાગવૃત્તિ એવી અપૂર્વ હતી કે જેને નિહાળી મુનિ અને ગૃહસ્થ ઉભયવર્ગના અંતરમાં અતિશય ચમત્કાર ઉત્પન્ન થતો હતો. તેઓશ્રીએ મારવાડ, માળવા, મેવાડ તેમજ ગુજરાતના પ્રદેશોમાં વિચરી અનેક ભવ્યાત્માઓને શાસનના અનુરાગી બનાવ્યા હતા. એમનો શિષ્ય સમુદાય પણ બહોળો હતો. લગભગ પંદરેક તેમના શિષ્યો હશે. તે બધાનાં નામો ઉપલબ્ધ થઈ શક્યાં નથી. જે જાણવામાં આવ્યાં છે તે આ નીચે પ્રમાણે :
૧. શ્રી તપસ્વી કસ્તુરવિજયજી. તેઓશ્રી સોમસુંદરસૂરિ અને શ્રી વિજયહીરસૂરિ મહારાજાની જન્મભૂમિ પાલણપુર નગરમાં વીસા પોરવાડ જ્ઞાતીમાં સંવત ૧૮૩૭ માં જનમ્યા અને તેત્રીસ વર્ષની ઉમ્મરે સંવત ૧૮૭૦ માં દીક્ષા અંગીકાર કરી. શાસ્ત્રાભ્યાસ કરી તપસ્વી બન્યા. આજે પણ તેઓ શ્રીતપસ્વીજીના ઉપનામથી ઓળખાય છે. રસનેન્દ્રિય ઉપર તેમનો અસાધારણ કાબુ હતો. આંબીલ વર્ધમાન તપની ઓળી લગભગ સંપૂર્ણ કરી હતી. આંબીલમાં પણ બહુ અલ્પ દ્રવ્ય વાપરતા હતા. તેઓ વડોદરામાં નિર્વાણ પામ્યા. વડોદરામાં કોઠીપોળની સામે પાર્શ્વનાથજીના મંદિરમાં તથા રાજનગરમાં લુહારની પોળના મંદિરમાં તેમનો સ્તુપ છે. આ તપસ્વી ગુરૂ ના શિષ્ય આપણા ચરિત્રનાયક તપસ્વી મુનિવર્ય શ્રી મણિવિજયજી થયા.
૨. શ્રી ઉદ્યોતવિજયજી-એમના સંબંધી વિશેષ હકીકત જાણવામાં નથી. એમના શિષ્ય અમરવિજયજી તેમના શિષ્ય ગુમાનવિજયજી તેમના શિષ્ય પંન્યાસ પ્રતાપવિજયજીગણી, જેમણે સં. ૧૯૬૯ માં કાળ કર્યો તેમના પ્રશિષ્ય મુનિશ્રી બુદ્ધિવિજયજી વિગેરે હાલ વિદ્યમાન છે. મુનિશ્રી બુદ્ધિવિજયજી વિદ્વાન તથા તપસ્વી છે.
૩. શ્રી જીવવિજયજી - જેમણે - ૧ સકળ તીર્થ વંદુ કરોડ, ૨ અબધુ સદા મગનમેં રહેતા, ૩ સુણ દયાનિધિ તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો વિગેરે અનેક વૈરાગ્યોત્પાદક, ભક્તિરસથી ભરપૂર ભાવવાહી સ્તવન સઝાયો ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org