________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૩
અને આવશ્યકાદિ સત્ક્રિયાનું આરાધન કરવામાં મશગુલ રહેતાં હતાં. તેઓને રૂપચંદ નામનો એક પુત્ર ઉત્પન્ન થયો હતો. ત્યારપછી સં. ૧૮૫૨ ના ભાદરવા મહિનાના શુક્લપક્ષમાં રત્નગર્ભા શ્રીમતી ગુલાબબાઇએ ઉજ્વલ મૌક્તિક સમાન એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પૂર્ણચંદ્ર સમાન પુત્રમુખ દેખી માતાપિતાને અતિ હર્ષ થયો. પુત્રનો જન્મમહોત્સવ કરી, તેનું મોતીચંદ નામ પાડ્યું. મોતીચંદ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં’ આ કહેવતને અનુસાર બાલ્યાવસ્થામાં જ તેનામાં ભવિષ્યમાં થનારા મહાન ગુણોની ઝાંખી ખીલવા લાગી, નૈસર્ગિક ઔદાર્ય તેના મુખ ઉપર ઝળકવા લાગ્યું. તેનો આનંદી સ્વભાવ માતાપિતા આદિ કુટુંબીજનો અને અન્ય સર્વ જનસમૂહના અંતરમાં પ્રેમનો ઉભરો ઉત્પન્ન કરતો હતો. અનુક્રમે યોગ્ય અવસરે માતાપિતાએ મોતીચંદને ભણવા મુક્યો. વિદ્યાગુરૂ પાસે વ્યવહારિક કેળવણી લેવા માંડી. સાથે સાથે માતાપિતા તરફથી ધાર્મિક બોધ પણ મળતો રહ્યો. ઉદાર હસમુખો અને શાંત મોતીચંદ પોતાના ઉત્તમ વિનયાદિ ગુણોથી સુજાત પુત્રની આગાહી દર્શાવતો સર્વજનોનું અધિકાધિક આકર્ષણ કરવા લાગ્યો, વિદ્યાગુરૂ પાસે યોગ્ય વ્યાવહારિક જ્ઞાન સંપાદન કરી મોતીચંદ પિતાના ધંધામાં જોડાયો. અને વિશુદ્ધ વ્યવહારપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો. રત્નકુક્ષીધારક શ્રીમતી ગુલાબબાઇએ મોતીચંદના જન્મ પછી નાનચંદ અને પાનાચંદ નામના બે પુત્રો અને પાનાબા નામની એક પુત્રીને જન્મ આપ્યો હતો. મોતીચંદ પોતાના પિતાશ્રી જીવનદાસની સાથે વ્યવહારમાં કુશળ થયા અને પોતાની પ્રામાણિકતાથી ગ્રાહકવર્ગમાં પણ પંકાયા. એક અવસરે કોઇક પ્રયોજન નિમિત્તે જીવનદાસ શેઠ પોતાના કુટુંબ સહિત ખેડાજીલ્લામાં રહેલા પેટલી ગામમાં ગયા. મુનિરાજ શ્રી કીર્ત્તિવિજયજી
પ્રભુશ્રી મહાવીરદેવના શાસનસામ્રાજ્યની ધુરા વહન કરનાર અનેક સુરિપુરંદરો આ ભારતવર્ષમાં પોતાના જીવન પર્યંત પ્રભુના પવિત્ર ધર્મનો દિવ્ય પ્રકાશ ફેલાવી પરલોકમાં સિધાવ્યા જે પુણ્ય શ્લોક જગદ્ઘ મહર્ષિઓએ અદ્યાપિ પર્યંત પ્રભુના ત્રિકાલાબાધિત અવિકારી શાસનને અવિચ્છિન્ન પરંપરાએ જાળવી રાખ્યું છે અને તેવા મહર્ષિઓ આ યુગના અંતપર્યંત પણ જાળવશે એ નિષસંશય છે.જેઓમાં પ્રભુના પ્રથમ પટ્ટધર તરિકે સર્વક્ષરસન્નિપાતિ પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામિજી થયા. તેમની પાટે ચરમકેવલી શ્રી જંબૂસ્વામિજી થયા. તેમના પછી શ્રી પ્રભવસ્વામિજી વિગેરે ચતુર્દશ પૂર્વધર મહર્ષિઓ થયા ત્યાર પછી દશ પૂર્વધર શાસનપ્રભાવક પુરૂષસિંહો પટ્ટપરંપરાએ થયા. યાવત્ ૫૮ મી પાટે હિંસકપ્રિય માંસભક્ષી મોગલવંશીય સમ્રાટ્ અકબર જેવાના નિભ્રૂણ હૃદયમાં કૃપાલતાને ઉત્પન્ન કરનાર જગદ્ગુરૂશ્રી હીરસૂરિજી થયા તેમના પટ્ટે પ્રવચન પ્રભાવક વિજયસેનસૂરિજી થયા. ત્યાર પછી વિજયદેવસૂરિજી થયા. તેમની પાટે એટલે પ્રભુ શ્રી મહાવીરદેવની પટ્ટપરંપરાએ ૬૧ મી પાટે શ્રીવિજયસિંહસૂરિજી થયા. તેમના શિષ્ય પન્યાસજી શ્રીસત્યવિજયજી ગણી થયા. એમનો જન્મ સપાદલક્ષ દેશમાં લાડલુ ગામમાં સં. ૧૭૩૪ માં થયો હતો. એમના પિતા દુગડગોત્રીય વીરચંદ નામે હતા. એમની માતાનું નામ વીરમદે હતું, અને પોતાનું નામ શીવરાજ હતું. વીરચંદ અને વીરમદે બંને લંકાપંથમાં હતાં. શીવરાજને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org