________________
“તે રૂદ મનુપ”આ ત્રણ પદો મૂળ ગાથામાં નથી. પરંતુ ને ઇત્યાદિ ઉદ્દેશવાચી પદો હોવાથી તે ઇત્યાદિ વિધેયપદો શેષથી એટલે અધ્યાહારથી સમજી લેવાં. વળી અહીં પંચમ ગુણસ્થાનકની પરિણતિવાળા જીવો એમ કહ્યું છે. તેથી સમ્યક્ત અને દેશવિરતિ લોક સમક્ષ ઉચ્ચરેલાં માત્ર હોય. હૃદયસ્પર્શી ન હોય તેવા જીવો ન લેવા. પરંતુ સંસારની અસારતા પૂર્ણપણે ભાસિત થઈ હોય. અને મોક્ષ જ ઉપાદેય છે તેમ સ્પષ્ટ ભાસ્યું હોય અને તેના કારણે જ તે મોક્ષના ઉપાયભૂત સર્વવિરતિ પ્રત્યે પૂર્ણ રુચિપ્રીતિ સ્વીકારવાની તમન્ના હોવા છતાં પ્રતિબંધક ભાવોથી તે સ્વીકારી શકાઈ ન હોય. અને તેના પણ ઉપાયરૂપે દેશવિરતિ સ્વીકારી હોય. પોતાની શક્તિને અનુસારે પરિણામપૂર્વક પાલનવિધિ હોય તેવા જ જીવો આ સૂત્રોના પ્રદાનને યોગ્ય છે. પ્રશ્ન : આવા જીવો જ સૂત્રપ્રદાનને યોગ્ય છે એમ કયા કારણથી કહો
છો ઉત્તર : જે કારણથી આ ચૈત્યવંદન સૂત્રમાં હું મારી કાયાને વોસિરાવું છું
એવો સૂત્રપાઠ સંભળાય છે. ! આ કાયવ્યત્સર્ગ વિરતિ હોતે છતે સંભવિત છે. વિરતિના અભાવમાં કાયાનો વ્યુત્સર્ગ અસંભવિત છે. કારણ કે તે કાયવ્યત્સર્ગ કયગુપ્તિરૂપ વિરતિનો જ ભેદ છે. એ સારાંશ એ છે કે કાયચેષ્ટાનો ત્યાગ કરી કાઉસ્સગ્નમાં સ્થિર થઈ જવું એ પણ એક પ્રકારની કામગુપ્તિ છે. અને કાયગુપ્તિ એ વિરતિનો અંશ છે. માટે વિરતિવાળાને જ કાયગુપ્તિ - કાયવ્યત્સર્ગ સંભવી શકે છે તેથી વિરતિવાળા જીવો જ આ પ્રદાનને યોગ્ય છે. તેથી આ વિષય સૂક્ષ્મબુદ્ધિપૂર્વક વિચારવો કારણ કે હું મારી કાયાને વોસિરાવું છું” આવી પ્રતિજ્ઞા દેશવિરતિના પરિણામ વિના ઘટતી નથી. તેથી દેશવિરતિના પરિણામયુક્ત
જીવો જ ચૈત્યવંદનસૂત્રમાં પ્રદાનના અધિકારી છે. પ્રશ્ન : દેશવિરતિ પરિણામવાળા જ પ્રદાનને યોગ્ય છે એટલે કે તે
પરિણામ વિનાના જીવો પ્રદાનના અનધિકારી છે એવો અર્થ થાય છે તો શું આ પરિણામ વિનાના જીવો સૂત્ર પ્રદાનને યોગ્ય નથી?
_/ શ્રી યોગવિશિમ જ ૭૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org