________________
ઉત્તર : જે દેશવિરતિ પરિણામયુક્ત છે તે જ જીવો આગમથી વ્રતોનું
સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રતોનું સમ્યગુ જ્ઞાન મેળવીને વ્રતો સ્વીકારે છે. આગમના અનુસારે પાલન કરે છે. આ પ્રમાણે આગમની પરતંત્રતા હોવાથી, તથા સદ્દગુરૂ પાસે આગમાનુસાર ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનની વિધિ જાણીને તે વિધિમાં યત્નવિશેષ સંભવતો હોવાથી આવા આત્માઓના આ અનુષ્ઠાનને
અમૃતાનુષ્ઠાન”પણાની સિદ્ધિ થાય છે.
જે આત્માઓને દેશવિરતિનો પરિણામ ઉત્પન્ન થયો નથી તે આત્માઓ દ્રવ્યથી વ્રત ઉચ્ચારતા હોવા છતાં વિધિ જાણવા, વિધિનું પાલન કરવા, અને તે માટે આગમ ગ્રંથો ભણવા, કે સદ્ગુરુ પાસે સાંભળવા એટલા ઉત્સાહિત હોતા નથી. તથા તેવો પ્રયત્નવિશેષ પણ હોતો નથી. માટે પંચમગુણસ્થાનકની પરિણતિ વિનાના જીવો આ સૂત્રના પ્રદાનના અનધિકારી જાણવા | एतच्च मध्यमाधिकारिग्रहणं तुलादण्डन्यायेनाद्यन्तग्रहणार्थम् । तेन परमामृतानुष्ठानपराः सर्वविरतास्तत्त्वत एव तद्धत्वनुष्ठानपराः । अपुनर्बन्धका अपि च व्यवहारादिहाधिकारिणो गृह्यन्ते । कुग्रहविरहसम्पादनेनापुनर्बन्धकानामपि चैत्यवन्दनानुष्ठानस्य फलसम्पादकतायाः पञ्चाशकादिप्रसिद्धत्वादित्यवधेयम् । ये त्वपुनर्बन्धकादिभावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति, ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम् ।। १३ ।।
આ ચૈત્યવંદનસૂત્રના પ્રદાનને યોગ્ય “દેશવિરતિ"વાળા છે. એમ જે પૂર્વે કહ્યું છે. તે આ મધ્યમ અધિકારીનું ગ્રહણ કરેલ છે. અને તે તલાદંડના ન્યાયે આદિ-અંતના ગ્રહણ માટે છે. જેમ ત્રાજવાની દાંડીના મધ્યભાગને ઊંચે કરવાથી (ગ્રહણ કરવાથી) દાંડીના બંને બાજુના છેડા ગ્રહણ થાય છે. તે રીતે ચૈત્યવંદનના સૂત્રપ્રદાનને યોગ્ય જે દેશવિરતિ કહ્યા છે તેની અપેક્ષાએ આદિ-અંતમાં રહેલા અપુનર્બન્ધક અને સર્વવિરતિવાળા પણ લઈ લેવા તથા અપુનર્બન્ધક લીધેલા હોવાથી ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ પણ સમજી લેવા, એમ અપુનર્બન્ધક સમ્યગ્દષ્ટિદેશવિરતિધર અને સર્વવિરતિધર એમ ચારે પ્રકારના જીવો આ સૂત્રપ્રદાનને યોગ્ય સમજવા. પરંતુ તેમાં આટલી વિશેષતા છે કે -
_શ્રી યોગવિશિમ જ ૭૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org