________________
દૈવિક ભોગોની અભિલાષાથી કરાતું આ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન આ (વિષાનુષ્ઠાન)માં કહેલી નીતિ વડે જ કાલાન્તરે મારક હોવાથી ‘“T’' કહેવાય એમ મનીષી પુરુષો કહે છે. II
વિષાનુષ્ઠાન આ લોકનાં સુખોની ઇચ્છાથી કરાય છે. અને આ ગરાનુષ્ઠાન આ લોકના ભોગસુખોથી નિઃસ્પૃહ એવા આત્માઓનું છે કે જે સ્વર્ગ લોકનાં ભોગસુખોની સ્પૃહાથી કરાય છે તેને પૂર્વાચાર્યો-મનીષી પુરુષો ગરાનુષ્ઠાન કહે છે ।
દૈવિક-ભોગસુખોની ઇચ્છાથી અથવા ભવાન્તરમાં ચક્રવર્તી આદિ માનવસુખની ઇચ્છાથી કરાતું આ અનુષ્ઠાન વિષાનુષ્ઠાનમાં કહેલી નીતિવાળું જ હોવાથી સચ્ચિત્તનાશક છે તથા મહાફળદાયકની લઘુતા કરનારું છે । ફક્ત આ અનુષ્ઠાન કાળાન્તરે અર્થાત્ દીર્ઘકાળે એટલે કે અન્ય ભવોમાં ધર્મબુદ્ધિથી પાડે છે. અનર્થ ઉત્પન્ન કરે છે. વિષાનુષ્ઠાન તાત્કાલિક મરણનું કારણ બને છે જ્યારે ગરાનુષ્ઠાન કાલાન્તરે પ્રાણનાશનું કારણ બને છે. તેથી જ આ ક્રમ જણાવેલ છે.
સારાંશ કે જેમ ઇહલોકના સુખની ઇચ્છાથી કરાતું ધર્માનુષ્ઠાન “કર્મક્ષય અને મોક્ષ માટે આ અનુષ્ઠાન છે” એવી ધર્મબુદ્ધિરૂપ સચિત્તનો નાશ કરે છે. તથા મહાફળને આપનાર હોવા છતાં પણ આ લોકના સુખરૂપી તુચ્છળ માંગીને તે અનુષ્ઠાનની લઘુતા આપાદન કરે છે. તે જ ન્યાયને અનુસારે પરલોકના સુખની ઇચ્છાથી કરાતું ધર્માનુષ્ઠાન પણ કાલાન્તરે (પરભવમાં મનવાંછિત સુખ પ્રાપ્ત થવાથી, કાર્ય પૂર્ણ થઈ જવાથી) ધર્મબુદ્ધિવાળા સચ્ચિત્તનો વિનાશ કરે છે. જે કારણ જે કાર્ય માટે સેવાય, તે કાર્ય સિદ્ધ થયે છતે કારણ ત્યજી દેવામાં આવે છે. તેવી જ રીતે ઇહલોક-પરલોકની ઇચ્છાથી કરાયેલાં અનુષ્ઠાનો પોત-પોતાનું ફળ આપે છતે ધર્મ ક૨વાની બુદ્ધિ નષ્ટ થાય છે. માટે બંને સચ્ચિત્તનાં નાશક હોવાથી એક જાતનાં વિષ જ છે. તથા મહાફળદાયક પાસે આવી તુચ્છ માગણી કરવાથી મહાનની લઘુતા થાય છે એમ બંને અનુષ્ઠાનોમાં વિષત્વ રહેલું છે. તફાવત માત્ર એટલો જ છે કે એક જલ્દી મરણહેતુ બને છે અને બીજું ભવાન્તરે મરણહેતુ બને છે ॥ ૧૫૭ ॥
॥ શ્રી યોગવિંશિકા ૨૭૦ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org