________________
ક્ષતિઓ આવે તે વિચિત્ર એવી અનેકવિધ ઇચ્છાયોગ છે. અને શરીરાદિ સામગ્રીની વિકલતાના કારણે યોગ યથાર્થ સેવી ન શકાય તે પરિશુદ્ધ ઇચ્છાયોગ છે. પ્રવૃત્તિસ્તુ “સર્વત્ર” = સર્વાવસ્થાય, “૩૫શમા” = ૩૫શમપ્રધાન યથા ચારથી, “તત્વન” = યથાવિદિતસ્થાનારિયો-પાતનમ્ “મા” ત્તિ પ્રકૃતિ | वीर्यातिशयाद् यथाशास्त्रमङ्गसाकल्येन विधीयमानं स्थानादि प्रवृत्तिरूपमित्यर्थः ।।
હવે પ્રવૃત્તિયોગનું સ્વરૂપ સમજાવે છે -
સ્થાનાદિ યોગોનું સેવન કરવાની સર્વ અવસ્થાઓમાં (આદિથી અંત સધી) ઉપશમપ્રધાન જે રીતે થાય તે રીતે (એટલે કે કષાયોની શાંતિ વધુ ને વધુ થાય તે રીતે) તે સ્થાનાદિ યોગોનું જે પાલન કરવું. શાસ્ત્રમાં જે રીતે સ્થાનાદિ યોગો સેવવાનું કહ્યું છે તે રીતે સ્થાનાદિ યોગોનું પાલન (સેવન) તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે.
ઇચ્છાયોગકાળે યોગ સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં અનાદિકાલીન મોહના અભ્યાસના વેગથી અથવા અંગવિકલતાથી જોઈએ તેવી યથાર્થ પ્રવૃત્તિ જીવ કરી શકતો ન હતો. જ્યારે પ્રવૃત્તિયોગમાં તો વીર્યવિશેષ સ્કુરાયમાન હોવાથી (મોહને પણ દબાવીને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરાવનારું એવું અતિશયવાળું વીર્ય પ્રગટ થવાથી) શાસ્ત્રમાં કહ્યા મુજબ તથા અંગોની સફળતાના કારણે પરિપૂર્ણ કારણો પ્રાપ્ત થવાના લીધે) સેવાતા જે સ્થાનાદિ યોગો તે પ્રવૃત્તિયોગ કહેવાય છે.
જોકે ઈચ્છાયોગમાં પણ ઉપશમસાર હોય છે. પરંતુ તે યત્કિંચિત્ હોય છે. અને પ્રવૃત્તિયોગમાં આવેલો જીવ સ્થાનાદિ યોગમાં તેવી પ્રવૃત્તિ કરે છે કે ઉપશમપ્રધાન, શાસ્ત્રવિહિત, વીયતિશયપૂર્વક પ્રવૃત્તિ કરે છે.
મૂળ શ્લોકમાં “તત્પત્તિળનો” એ પદમાં છેલ્લો જે “”શબ્દ છે તે પ્રાકૃત હોવાથી વાયાલંકારમાં છે, પ્રાસ બેસાડવા માટે છે એમ સમજવું. तह चेव रूत्ति । “तथैव' प्रवृतिवदेव सर्वत्रोपशमसारं स्थानादिपालनमतस्य -पालयमानस्य स्थानादेबर्बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । प्रवृत्तिस्थिर योगयोरेतावान् विशेष;-यदुत प्रवृत्तिरुपं स्थानादियोगविधानं सातिचारत्वाद्
/ શ્રી યોગવિશિા છે ક0 0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org