________________
बाधकचिन्तासहितं भवति, स्थिररूपं त्वभ्याससौष्ठवेन निर्बाधकमेव जायमानं तज्जातीयत्वेन बाधकचिन्ताप्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाच्च तद्रहितमेव મવતીતિ |
હવે સ્થિરતા યોગનું વર્ણન કરે છે કે -
પ્રવૃત્તિયોગમાં જેમ સર્વ ઠેકાણે ઉપશમપ્રધાન સ્થાનાદિયોગોનું પાલન છે તે જ રીતે પાલન કરાતા એવા આ સ્થાનાદિ યોગોનું બાધક ચિંતા રહિતપણું તે જ સ્થિરતા યોગ જાણવો !
પ્રવૃત્તિ યોગમાં આવેલો આત્મા વીયતિશયથી શાસ્ત્રને અનુસારે સ્થાનાદિ યોગોમાં ઉપશમપ્રધાન પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેમાં આવનારા બાધકદોષો (વિપ્નો) પોતાના આ અનુષ્ઠાનને મલીન કરી નાખશે, દોષિત કરશે એવી ચિંતાથી બાધક દોષોથી દૂર રહીને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરે છે. એમ સતત પ્રવૃત્તિના કારણે આ સ્થાનાદિ યોગોનો એવો અભ્યાસપટુ થઈ જાય કે ગમે તેવાં વિઘ્નો આવે તોપણ આ યોગથી ચલિત ન થાય એવી પટુતા પ્રાપ્ત કરે ત્યારે તે સ્થિરયોગ બને છે.
પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગ આ બંને યોગમાં એટલી જ વિશેષતા છે કે જે પ્રવૃત્તિ યોગરૂપ સ્થાનાદિ યોગનું વિધાન છે તેમાં વીયતિશય. શાસ્ત્રાનું સારિતા, અને અંગસાકલ્યતા હોવા છતાં આત્માનો પરિણામ બાધક દોષોથી ભયભીત હોય છે. વિઘ્નો આવીને મારા આ યોગસેવનને મલીન ન કરી નાખે તેની સતત ચિંતા માથા ઉપર રહે છે. અને તેવી ભયભીત પ્રકૃતિ હોવાથી બાધક દોષો ન લાગે તે રીતે સ્થાનાદિ યોગોનું સેવન કરે છે બહારથી આ યોગસેવન શ્રેષ્ઠ દેખાતું હોવા છતાં અંતર પરિણામ દોષોની ચિંતાથી ભરેલું છે. કારણ કે તે કાળે અભ્યાસની પટુતા પ્રાપ્ત થયેલી ન હોવાથી સાતિચારવાળી કક્ષા છે. સામાન્ય સામાન્ય રાગ-દ્વેષાદિન નિમિત્તો આવતાં અનુષ્ઠાન મલીન થઈ જાય તેવી કક્ષા છે. આ પ્રમાણે અતિચારો લાગે તેવી ભૂમિકાવાળી કક્ષા હોવાથી સતત બાધક દોષોની ચિંતાથી ચિંતિત હોય છે પરંતુ સ્થિરયોગસ્વરૂપ અનુષ્ઠાન અભ્યાસની સુંદરતાને લીધે નિબંધક જ થયું છતું, તેની (નિબંધકતાની) જ જાતિવાળું થવાના કારણે બાધક દોષોની ચિંતાનો પ્રતિઘાત થવાથી
/ શ્રી યોગવિંશિકા જ ૪૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org