________________
યોગ સેવનારાઓ ઉપર બહુમાનાદિ તથા પોતાની શક્તિ અને ઉલ્લાસને અનુસારે શકય તેટલા યોગનો યત્કિંચિત્ અભ્યાસ કરવારૂપ ચિત્ર-વિચિત્ર – વિવિધ, આત્મપરિણામને ધારણ કરનારી ઇચ્છા પ્રવર્તે છે. વિશેષ-વિશેષ યોગાભિમુખ જે પરિણામ - તે વિપરિણામ.
અભ્યાસાવિ'માં જે ગાલિ શબ્દ છે તેનો અર્થ એ છે કે શક્ય તેટલો યોગના અભ્યાસરૂપ ક્રિયા કરે છે. તથા યોગનું સ્વરૂપ જાણવા પૂર્ણ પ્રયત્ન કરે છે. યોગનું સ્વરૂપ સમજાવનારા યોગીઓની ગવેષણા કરે છે. આવી પરમપ્રીતિવાળી યોગની ઇચ્છા તે ઇચ્છાયોગ કહેવાય
છે.
આ જ વાત વધુ સ્પષ્ટ સમજાવતાં ટીકાકાર કહે છે કે સ્થાનાદિ યોગો ઉત્કૃષ્ટપણે સેવવા છે. પરંતુ દ્રવ્ય-ક્ષેત્રાદિની (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની) અસામગ્રી (પરિપૂર્ણ સામગ્રીનું નહિ હોવું) હોવાના કારણે અંગ સકલતાનો (યોગનાં અંગોની પૂર્ણતાનો) અભાવ હોવા છતાં પણ શાસ્ત્રમાં કહ્યા મુજબ સ્થાનાદિ યોગો સેવવાની જે તીવ્ર ઉત્કંઠા વર્તે છે તે ઉત્કંઠા વડે પોતાની શક્તિને અનુસારે અભ્યાસાદિરૂપ જે કરાતા સ્થાનાદિ યોગો તે ઇચ્છાસ્વરૂપ યોગ છે એમ સમજવું.
સારાંશ કે સંસારી ભાવોનો નિર્વેદ થવાથી, મોક્ષની અભિલાષા તીવ્ર જાગવાથી, તેના ઉપાયભૂત એવા સ્થાનાદિ યોગો સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં શરીરબળ, સંઘયણ બળ, સાનુકૂળ સંયોગો આદિની પ્રતિકૂળતાના કા૨ણે તેવો શ્રેષ્ઠ સ્થાનાદિ યોગ સેવી ન શકે તોપણ તેવા યોગી પુરુષોની કથાને વિશે પ્રીતિ હોય, બહુમાનાદિ હોય, યોગીઓ પ્રત્યે સેવા-ભક્તિ-વૈયાવચ્ચાદિ હોય, તથા પોતાની શક્તિને અનુસારે યત્કિંચિત્ સ્થાનાદિયોગની ક્રિયાઓ સેવતો હોય, આવા વિચિત્ર પરિણામને ધા૨ણ કરનારી સ્થાનાદિયોગોની જે તીવ્ર ઇચ્છા તે ઇચ્છાયોગ કહેવાય છે :
-
સ્થાનાદિ યોગો સેવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં અનાદિકાલીન મોહના અભ્યાસના લીધે સેવી ન શકે અથવા સેવવા છતાં વિવિધ
૧. પૂ. યશોવિજયજીકૃત ‘અધ્યાત્મસાર’ પ્રબંધ ત્રીજાના, ૮૭મા શ્લોકમાં “અવિવરિગામિની' લખ્યું છે. યોગને અભિમુખ પરિણામવાળી એવી જે ઇચ્છા, વિપરીત પરિણામ નહિ એવી ઇચ્છા એવો અર્થ કરેલ છે.
॥ શ્રી યોગવિંશિક ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org