SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ યોગો ચારિત્રિયાને જ હોય છે. અને અપુનબંધક તથા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને તે સ્થાનાદિ યોગો યોગબીજમાત્ર સ્વરૂપ હોય છે. પરંતુ વ્યવહારનય યોગના બીજને પણ ઉપચારે યોગ જ ઇચ્છે છે. તેથી વ્યવહારનયના મતે અપુનબંધકાદિ જીવો સ્થાનાદિયોગના સ્વામી છે અને નિશ્ચયનયના મતે ચારિત્રવાનું જીવો જ યોગના સ્વામી છે. એમ વિવેક કરવો. तदिदमुक्तम्: “अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મમાવનારૂપો, નિશ્ચયેનોત્તરસ્ય તુ ” યોગબિંદુ - ૩૬લા अपुनर्बंधकस्य उपलक्षणात्सम्यग्दृष्टश्च “व्यवहारेण" कारणे कार्यत्वोपचारेण" तात्विकः' कारणस्यापि कथञ्चित्कार्यत्त्वात् । “निश्चयेन' उपचारपरिहारेण उत्तरस्य तु चारित्रिण एव । सकृबन्धकादीनां तु स्थानादिकमशुद्धपरिणामत्वान्निश्चयतो व्यवहारश्च न योगः, किन्तु योगाभास इत्यवधेयम् । उक्तं च - નિશ્ચય-વ્યવહારનયની પૂર્વોક્ત માન્યતામાં સાક્ષી આપે છે કે યોગબિંદુમાં તે આ પ્રમાણે કહ્યું છે - અપુનર્બન્ધક (તથા અવિરતસમ્યગ્દષ્ટિ) આત્માઓને અધ્યાત્મ અને ભાવનારૂપ એવો આ યોગ વ્યવહારનયથી તાત્ત્વિક છે. અને નિશ્ચયનયથી તેના ઉત્તર ગુણસ્થાનકવર્તી (આગળ વધેલા) ચારિત્રીયાને જ તાત્ત્વિક યોગ હોય છે. / ૩૬૯ / અપુનબંધક અને અધ્યાહારથી અવિરતસમ્યગ્દષ્ટિ એવા જીવોને વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યત્વનો ઉપચાર કરીને “તાત્વિક' યોગ મનાયેલો છે. આયુષ્કૃતમ્, વર્નન્યો સુવર્ણ વર્ષથતિ, ઇત્યાદિમાં ઘી આયુષ્યનું અને વરસાદ સુવર્ણપ્રાપ્તિનું કારણ હોવાથી ઘીને જ આયુષ્ય, અને વરસાદને જ સુવર્ણ કહેવાય છે. તેમ યોગાંશ એ પૂર્ણયોગપ્રાપ્તિનું કારણ હોવાથી કારણમાં કાર્યત્વનો ઉપચાર કરીને યોગાંશને જ તાત્વિક યોગ કહેલ છે. કારણ પણ કંઈક અંશે કાર્યરૂપે કહી શકાય છે. આમ વ્યવહારનયનો મત છે. તે ઉપચારગ્રાહી છે. | શ્રી યોગવિશિા જ ૩૩ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy