________________
પ્રવૃત્તિ પણ દેશથી અને સર્વથી ચારિત્રવાળાને જ સંભવે છે એમ સિદ્ધ થયું છે ननु यदि देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादिर्योगः, तदा देशविरत्यादिगुणस्थानहीनस्य व्यवहारेण श्राद्धधर्मादौ प्रवर्तमानस्य स्थानादिक्रियायाः सर्वथा नैष्फल्यं स्यादित्याशङक्य- इतरस्य-देशसर्वचारित्रिव्यतिरिक्तस्य स्थानादिकं "इतएव" देशसर्वचारित्रं विना योगसम्भवाभावादेव "बीजमानं" योगबीजमात्रं केचिद्-व्यवहारनयप्रधाना इच्छन्ति ।
અધ્યાત્માદિ યોગો ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે અને તેથી સ્થાનાદિ યોગો પણ ચારિત્રવાને જ હોય છે. હવે જો સ્નાનાદિ યોગો દેશ-સર્વથી ચારિત્રિયાને જ હોય તો દેશવિરતિ આદિ (ચારિત્રયુક્ત) ગુણસ્થાનક વિનાના અને વ્યવહારથી શ્રાદ્ધ ધર્મ અને સાધધર્મમાં પ્રવર્તમાન એવા આત્માઓની સ્થાનાદિ ક્રિયા (યોગાત્મક ન હોવાથી) નિષ્ફળ જશે ? આવી શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી આ શ્લોકના ઉત્તરાર્ધથી આપે છે કે ઇતરસ્ય” = દેશ-સર્વચારિત્રથી વ્યતિરિક્ત એવા અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ એવા આત્માઓની જે સ્થાનાદિ ક્રિયા તે આ કારણથી જ અર્થાત્ દેશ-સર્વચારિત્ર વિના યોગ સંભવનો અભાવ હોવાથી જ યોગનું બીજમાત્ર છે. પરંતુ યોગ નથી. છતાં વ્યવહારનયની પ્રધાનતાવાળા કેટલાક આચાર્યો તે યોગબીજમાત્રને પણ યોગરૂપે સ્વીકારે છે. વ્યવહારનય અંશમાં અંશીનો ઉપચાર સ્વીકારે છે.
"मोक्षकारणीभूतचारित्रतत्त्वसंवेदनान्तर्भूतत्वेन स्थानादिकं चारित्रिण एव योगः, अपुनर्बंधकसम्यग्दृशोस्तु तद्योगबीजम्" इति निश्चयनयाभिमतः पन्थाः । व्यवहारनयस्तु योगबीजमप्युपचारेण योगमेवेच्छतीति व्यवहारनयेनापुनबंधकादयः स्थानादियोगस्वामिनः, निश्चयनयेन तु चारित्रिण एवेति विवेकः ।।
નિશ્ચયનય તત્ત્વગ્રાહી છે. જે વસ્તુ પૂર્ણ હોય તેને પૂર્ણ અને અંશ હોય તેને અંશ માને છે. અને વ્યવહારનય ઉપચારગ્રાહી છે. અંશમાં પણ પૂર્ણનો ઉપચાર કરી પૂર્ણતા સ્વીકારે છે. ગામની ભાગોળ આવે છતે પણ ગામ આવ્યું એમ કહે છે. આ પ્રમાણે દષ્ટિભેદ હોવાથી નિશ્ચયનયને માન્ય માર્ગ એવો છે કે મોક્ષના કારણભૂત એવા ચારિત્ર રૂપ તત્ત્વસંવેદનમાં જ સ્થાનાદિ યોગો અંતભૂત થતા હોવાથી તે સ્થાનાદિ
0 શ્રી યોગવિંશિક જ ૩ર /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org