SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાદિના ભેદથી આ ચારિત્ર મહાત્મા પુરુષોએ અનેક પ્રકારનું કહ્યું છે. અહિં = આ ચારિત્ર આવે છતે પૂર્વોક્ત એવો અધ્યાત્માદિ યોગ પ્રવર્તે છે. | ૩પ૭ || આ શ્લોકમાં “શાફિમેવત:” એવું જે પદ છે તેનો અર્થ દેશ તથા સર્વ એમ બે પ્રકારના ચારિત્રના ભેદથી, “á” પદનો અર્થ આ ચારિત્ર, ચિત્ર-વિચિત્ર છે અર્થાત્ નાનાભેજવાળું છે. તે બંનેમાંનું કોઈ પણ ચારિત્ર આવે છતે અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ પ્રવર્તે છે. તે પાંચ પ્રકારો આ પ્રમાણે છે ઃ- (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) આધ્યાન, (૪) સમતા, (પ) વૃત્તિસંક્ષય - આ પાંચ પ્રકારના યોગોના અર્થ આ પ્રમાણે છે - “तत्राध्यात्म उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावगर्भ शास्राज्जीवादि तत्त्वचिन्तनम् १ | भावना अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः २ । आध्यानं प्रशस्तैकार्थविषयं स्थिरप्रदीपसदृशमुत्पातादिविषयसूक्ष्मोपयोगयुतं चित्तम् ३ । समता = अविद्याकल्पितेष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् ४ । वृत्तिसंक्षयश्च मनोद्वारा विकल्परूपाणां, शरीरद्वारा परिस्पन्दनरूपाणामन्यसंयोगात्मकवृत्तीनामपुनविन निरोधः ५ ।। (૧) ત્યાં અધ્યાત્મ કોને કહેવાય ? તે સમજાવે છે. કાયાદિની ઉચિત પ્રવૃત્તિથી વ્રતધારી બનેલા આત્માનું શાસ્ત્રાનુસારી મૈત્રી-પ્રમોદાદિ ચાર ભાવનાઓથી યુક્ત એવું તે જીવ-અજીવાદિ તત્ત્વોનું ચિતન-મનન તે અધ્યાત્મ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્રત ગ્રહણ કરતાં પહેલાં પોતાની કક્ષાનું ઉચિત અવલોકન કરવું જોઈએ. તો જ સ્વીકૃત વ્રત સમ્યગુ પરિણામ પામે. વળી પોતાની કક્ષાને અનુરૂપ વ્રત ગ્રહણ કર્યું હોય તો બીજામાં ધર્મબીજના વિનાશનું કારણ બનતું નથી, સમ્યગ્ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. અને પોતાનામાં પણ સમ્યગ્રત-રૂપ ભાવચારિત્રનો હેતુ બને છે. માટે ઉચિત પ્રવૃત્તિથી વ્રતગ્રહણ કરાય તો જ ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આવા વ્રતધારી આત્માનું શાસ્ત્રાનુસારી મૈત્રી આદિ ભાવનાયુક્ત જે તત્ત્વચિંતન તે અધ્યાત્મ કહેવાય છે. (યોગબિંદુ ગાથા - ૩૫૮) અધ્યાત્માનો જ પ્રતિદિન વધતો એવો તથા ચિત્તની વૃત્તિઓના નિરોધથી યુક્ત એવો જે અભ્યાસ તે ભાવના કહેવાય છે. અધ્યાત્મયોગકાળ શ્રી યોગવિશિમ ૨૭ w Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy