________________
અને ભાવનાયોગકાળમાં એ તફાવત છે કે અધ્યાત્મયોગકાળે અધ્યાત્મના અધ્યવસાય કવચિત્ પ્રવર્ધમાન હોય, કવચિત્ સ્થિર હોય અને કવચિત્ નિમિત્તોને વશ મલીન પણ હોય. પરંતુ ભાવનાયોગકાળમાં ચિત્ત તત્ત્વચિંતનથી અત્યન્ત સંસ્કારિત બનેલું હોવાથી અધ્યાત્મનો અધ્યવસાય પ્રવર્ધમાન જ હોય છે. વળી વારંવાર તત્ત્વચિંતનોથી કષાયોની ઉપાન્તિ હોય છે. તેના જ કારણે ચિત્તમાં ઊછળતી મોહની વૃત્તિઓનો નિરોધ હોય છે. અધ્યાત્મકાળમાં સન્ક્રિયાના આલંબને અને વિષયોની પરાડમુખતાના કારણે ચિત્ત વિષયોથી નિવૃત્ત હોય છે. જ્યારે ભાવનાના કાળે ચિત્ત તત્ત્વચિંતનથી અત્યન્ત વાસિત થયેલું હોવાથી સહજ રીતે જ વૃત્તિઓના નિરોધરૂપ હોય છે. (યોગબિંદુ, શ્લોક ૩૬૦)
પ્રશંસનીય એવા એક પદાર્થના વિષયવાળું, સ્થિર દીપક સદશ, અને ઉત્પાતાદિ સૂક્ષ્મ વિષયોના ઉપયોગવાળું એવું જે ચિત્ત તે “આધ્યાન” કહેવાય છે. “આધ્યાન” એ એક પ્રકારનું ધ્યાન છે. તે કોઈ પણ એક પદાર્થના વિષયક બે પ્રકારનું હોય છે - અપ્રશસ્ત અને પ્રશસ્ત, જ્યારે રાગાદિ ભાવોનું પ્રવર્ધન થાય તેનું ધ્યાન હોય જેમ કે સુવર્ણના અલંકારોના રૂપ-રંગ-ઘાટ-ચમક આદિના વિષયવાળું તે અપ્રશસ્ત, અને જ્યારે રાગાદિ ભાવોનું પ્રશમન થાય તેવું ધ્યાન હોય જેમ કે વીતરાગની પ્રતિમામાં પ્રશમભાવનું ધ્યાન તે પ્રશસ્ત. અહીં પ્રતિમાદિ કોઈ પણ એક વિષયવાળું અને તે પણ રાગાદિ ભાવોનું પ્રશમન થાય એવું પ્રશસ્ત જે ધ્યાન તે આધ્યાનયોગ કહેવાય છે. અધ્યાત્મ અને ભાવનાથી વાસિત થયેલું ચિત્ત વિષયવૃત્તિઓથી પરાડમુખ થયેલું હોવાથી વાયુ વિનાનો ઘરમાં રહેલો દીપક જેમ સ્થિર જ્યોત આપે તેવું આ ચિત્ત સ્થિર હોય છે. વળી આ કાળે ચિત્ત પદાર્થના રૂપ-રંગ-ઘાટ-ચમક આદિ બાહ્યભાવોમાં પ્રવર્તતું નથી. પરંતુ ઉત્પાદ-વ્યય ધૃવત્વ આદિ મહાપુરુષોથી નિર્દિષ્ટ સૂક્ષ્મ વિષયોના જ સતત ઉપયોગથી યુક્ત હોય છે. આવું જ ધ્યાન તે આધ્યાન નામનો ત્રીજો યોગ કહેવાય છે. અહીં આધ્યાનને બદલે ધ્યાન શબ્દ પણ હોઈ શકે છે. (યોગબિંદુ, શ્લોક ૩૬૨)
અવિદ્યાથી કલ્પિત એવા ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની સંજ્ઞાનો પરિહાર કરવાપૂર્વક શુભાશુભ વિષયોની તુલ્યતા વિચારવી તે સમયાયોગ કહેવાય
0 શ્રી યોગવિંશિકા ૨૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org