________________
પંચમાદિ ગુણસ્થાનકવર્તી જીવોને જ આ પૂર્વોક્ત સ્થાનાદિ રૂપ પાંચ પ્રકારનો યોગ નિયમાં હોય છે. “નિયમા” એટલે કે ઇતરના વ્યવચ્છેદરૂપ નિશ્ચયથી હોય છે.
ટીકામાં વારિત્રિા શબ્દની પાસે જે “વ શબ્દ છે તે દેશ-સર્વચારિત્રવાળાને જ યોગ હોય છે પરંતુ અપુનબંધકાદિને હોતો નથી એમ અર્થ સૂચવે છે. અને “નિયમેન” એવો જે શબ્દ છે તે દેશ-ચરિત્રવાળાને યોગ હોય કે ન હોય એવા બે વિકલ્પોમાંથી “ન હોય” એવો જ ઇતરવિકલ્પ છે. તેનો વ્યવચ્છેદ કરવારૂપ નિશ્ચયને જણાવનાર છે. અથતિ આ બે ચારિત્રવાળાને નિયમો હોય જ છે. સારાંશ કે “વ”નો અર્થ આ યોગ બે ચારિત્રવાળો જ હોય છે. અને નિયમા” શબ્દનો અર્થ આ બે ચારિત્રવાળાને યોગ હોય જ છે. એમ સ્પષ્ટ અર્થ જાણવો.
પ્રશ્ન : - દેશ-સર્વ ચારિત્રવાળાને જ યોગ હોય, અને આ બે ચારિત્રવાળાને યોગ નિયમો હોય જ. એમ કેમ કહો છો ? તેનું કારણ શું છે ?
ઉત્તર :- ક્રિયા સ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ એવા આ (પાંચ) યોગનો ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની સાથે નાન્તરીયક (અવિનાભાવ) સંબંધ હોવાથી આ પ્રમાણે કહેલ છે. તેથી જ્યાં જ્યાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય, ત્યાં ત્યાં યોગ હોય જ, એમ અન્વયવ્યાપ્તિ વડે બે ચારિત્રવાળાને નિયમાં હોય એ સિદ્ધ થાય છે અને જ્યાં જ્યાં ચારિત્ર-મોહનીય ક્ષયોપશમ ન હોય પરંતુ ઉદય હોય) ત્યાં ત્યાં યોગ હોતો નથી એમ વ્યતિરેક વ્યાપ્તિથી અપુનબંધકાદિને યોગ હોતો નથી એવો અર્થ થવાથી આ બે ચારિત્રવાળાને જ હોય છે એવો અર્થ સિદ્ધ થાય છે. આ કારણથી જ અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિ પણ ચારિત્રની પ્રાપ્તિથી આરંભીને જ ગ્રંથકાર વડે યોગબિંદુમાં પ્રરૂપિત કરાઈ છે. તે આ પ્રમાણે :देशादिभेदतश्चित्रमिदं चोक्तं महात्मभिः । अत्र पूर्वोदितो योगोऽध्यात्मादिः संप्रवर्तते । योगबिंदु; ३५७ ।। इति, રેશવિજેતાઃ” = શસવિશેષાત્, “” = વારિત્ર, “અધ્યાત્મ”િ = અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષયa ||
a શ્રી યોગવિંશિક ૨૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org