________________
ધર્માનુષ્ઠાન યાવત્ ત્યાં સુધી છે કે જ્યાં સુધી પરમપ્રકૃષ્ટ ધર્માનુષ્ઠાન
પ્રાપ્ત થાય.
इदमत्र हृदयम् = धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव, पुष्टिश्च पुण्योपचयः, शुद्धिश्च घातिकर्मणां पापानां क्षये या काचिन्निर्मलता, तदुभयं च प्रणिधानादिलक्षणेन भावेनानुबन्धवद्भवति, तदनुबन्धाच्च शुद्धिप्रकर्षः संभवति, निरनुबन्धं च तदशुद्धि फलमेवेति न तद्धर्मलक्षणम् ततो युक्तमुक्तम् प्रणिधानादि भावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योग इति ।
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રથમ શ્લોકમાં કહેલું કે “મોક્ષની સાથે યુંજન કરે તે યોગ, પરિશુદ્ધ એવો સર્વ ધર્મવ્યાપાર તે યોગ કહેવાય છે” અહિ રાગાદિ (રાગ- દ્વેષ અને મોહરૂપ) ભાવમલના વિનાશ વડે પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત તે ધર્મ કહેવાય છે. પરંતુ બાહ્ય આચરણ રૂપ અનુષ્ઠાન માત્ર ધર્મ નથી. નિશ્ચયથી રાગાદિમલરહિત ચિત્ત જ વાસ્તવિક ધર્મ છે. પૂર્વે અનુષ્ઠાનને જે ધર્મ કહેલ છે. તે અનુષ્ઠાન રાગાદિ મલરહિત ચિત્તપ્રાપ્તિરૂપ નિશ્ચયધર્મનું કારણ છે માટે ઉપચારે કહેલ છે. અહીં પુષ્ટિ એટલે પુણ્યની વૃદ્ધિ અને શુદ્ધિ એટલે પાપરૂપ એવાં ચાર ઘાતીકર્મોના ક્ષયથી પ્રાપ્ત થયેલી કંઈક નિર્મળતા (જ્ઞાનાદિ ચાર ગુણની પ્રાપ્તિ). આ પુણ્યબંધની વૃદ્ધિસ્વરૂપ પુષ્ટિ, અને ઘાતિકર્મોના ક્ષયજન્ય શુદ્ધિ જોકે આત્મામાં પ્રગટ થાય છે ચિત્તમાં નહિ. પરંતુ વિશુદ્ધ ચિત્ત વડે પ્રાપ્ત થાય છે. તેથી આત્મામાં થતી પુષ્ટિ-શુદ્ધિનું કારણ ચિત્ત છે. તેથી કાર્યમાં રહેલી પુષ્ટિ-શુદ્ધિ કારણમાં ઉપરિત કરાય છે. માટે પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્ત કહેવાય છે.
તે આ પુષ્ટિ અને શુદ્ધિ એમ બંને પ્રણિધાનાદિ રૂપ પાંચ ભાવો વડે અનુબંધવાળાં બને છે. જો પ્રણિધાનાદિ આશયો ન હોય તો પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત હોવા છતાં તે અનુબંધવાળી પુષ્ટિ-શુદ્ધિ બનતી નથી. ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી અને દઢતર થતી એવી પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત હોય તો તેવા અનુબંધથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે જે મુક્તિ હેતુ બને છે. આવા અનુબંધ વિનાનું પુષ્ટિ-શુદ્ધિવાળું પણ ૧. ક્ષયથી એટલે અહિં ક્ષયોપશમથી સમજવું. ક્ષયોપશમ પણ અંશતઃ ક્ષય હોવાથી ક્ષય કહેવાય છે.
Jain Education International
શ્રી યોગવિંશિકા ૨૧૮ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org