________________
તેમ વિનિયોગ ઉત્કૃષ્ટ ધર્મપ્રાપ્તિનું અવધ્ય કારણ છે. અન્યગ્રંથમાં (ષોડશકમાં ૩-૧૧માં) કહ્યું છે કે
સિદ્ધિ” નામના ચોથા આશયની પ્રાપ્તિનું ઉત્તરકાર્ય “વિનિયોગ” છે. એટલે કે જે ધર્મસ્થાનની આપણામાં સિદ્ધિ થઈ હોય તેનો ત્યારબાદ પરમાં વિનિયોગ કરવો જોઈએ. આ વિનિયોગ કરાયે છતે ભવોભવમાં તેના અન્વયની (દઢતરતાની) સંપત્તિ પ્રાપ્તિ થવા વડે વિનિયોગથી સાધ્ય એવું તે સુંદર (પરમશ્રેષ્ઠ) ધર્મસ્થાન યાવત્ પ્રાપ્ત થાય છે. માટે આ વિનિયોગ અવધ્યકારણ છે કે
ષોડશકજીના આ શ્લોકમાં કહેવાયેલા એકેક શબ્દના અર્થો આ પ્રમાણે છે.
(૧) “વષ્ણ'' = કદાપિ નિષ્ફળ ન થનાર, અર્થાત્ અવશ્ય શ્રેષ્ઠફળ આપનાર
(૨) “પુત૬” = પ્રાપ્ત થયેલા આ અહિંસાદિ ધર્મસ્થાનો
(૩) “પુર્ભિન” = પ્રાપ્ત એવાં અહિંસાદિ ધર્મસ્થાનોનો વિનિયોગ કરાયે છતે,
(૪)“ સંપત્ય” = ભવોભવમાં તે ધર્મસ્થાનની અવિચ્છેદપણે પ્રાપ્તિ થાય છે.
(૫)“તતુ” = વારંવાર વિનિયોગ કરાતું તે ધર્મસ્થાન ભવાન્તરોમાં ઘનિષ્ઠ થવાના કારણે વિનિયોગથી સાધ્ય એવું આ ધર્મસ્થાન સુંદર (દઢતર) બને છે.
(૬) “તિ” = આ શબ્દ ભિન્નક્રમ સૂચવનારો અને સમાપ્તિ સૂચવનારો છે. એટલે કે આ પાંચ આશયોની પ્રાપ્તિ પછી તેનાથી ભિન્ન એવા પરમ શ્રેષ્ઠ ધર્મસ્થાનની (રાગાદિ મલરહિત ચિત્તસ્થાનની) પ્રાપ્તિ થાય છે. આ ભિન્નક્રમ અર્થ થયો. અહીં પાંચ આશયોનું વર્ણન સમાપ્ત થાય છે એ સમાપ્તિ અર્થ થયો. તથા ષોડશકના શ્લોકમાં “તિ તત્પર પવિત્' આવું જે પદ છે તેનો “તત્ યાવતુ પરીતિ” એમ સંબંધ કરવો. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છેવિનિયોગથી સાધ્ય એવું તે સુંદર
/ શ્રી યોગવિંશિકા જ ૧૭ 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org