________________
તે ચિત્ત અશુદ્ધફળને જ આપનારું છે. અભવ્ય, અચરમાવર્તી, ઇત્યાદિ દ્રવ્યસંયમી આત્માઓમાં શુભયોગના સેવનથી પુણ્યબંધ કરાવનારું અને સતત સ્વાધ્યાયાદિથી કંઈક જ્ઞાનાદિની પ્રાપ્તિરૂપ શુદ્ધિવાળું ચિત્ત હોય છે. પરંતુ અંતર રુચિ નહીં હોવાથી પ્રણિધાનાદિ આશયો ન આવવાથી મુક્તિની પ્રાપ્તિનો હેતુ બનતું નથી. પરંતુ માત્ર સ્વર્ગાદિ સંસારસુખનો જ હેતુ બને છે. જે અશુદ્ધ ફળવાળું જ કહેવાય છે. માટે આશય વિનાનું ચિત્ત તે ધર્મનું લક્ષણ નથી. આથી ગ્રંથકારે યોગ્ય જ કહ્યું હતું કે
૧
“પ્રણિધાનાદિ ભાવ વડે કરીને પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર સાનુબન્ધપણું હોવાથી (ભવોભવમાં દ્રઢતર થતો હોવાથી) યોગ કહેવાય છે. અને પ્રણિધાનાદિ આશય વિના કરાતો સર્વે પણ બાહ્ય ક્રિયા વ્યવહાર સાનુબન્ધ ન હોવાથી મોક્ષની સાથે આત્માને ન જોડતો હોવાથી ઊલટું અભિમાનાદિ કષાય હેતુ હોવાથી યોગ નથી.
સારાંશ કે ‘“પ્રણિધાનાદિ આશયપૂર્વક સાનુબંધ ધર્મવ્યાપાર તે યોગ. यद्यप्येवं निश्चयतः परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारो योगस्तथापि "विशेषेण” तान्त्रिकसंकेतव्यवहारकृतेनासाधारण्येन स्थानादिगत एव धर्मव्यापारो योगः, स्थानाद्यन्यतम एव योगपदप्रवृत्तेः सम्मतत्वादिति भावः ।। १ ।।
જોકે આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિએ પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે. તોપણ યોગ સંબંધી પ્રસિદ્ધિ શાસ્ત્રોમાં સંકેતાત્મક વ્યવહાર દ્વારા કરાયેલા અસાધારણ સ્વરૂપ વિશેષ વડે હવે જણાવાતા “સ્થાનાદિ” સંબંધી જ ધર્મવ્યાપારને યોગ કહેવાય છે. કારણ કે સાંકેતિક તે શાસ્ત્રોમાં સ્થાનાદિ પાંચમાંના કોઈ પણમાં યોગ શબ્દની પ્રવૃત્તિ માનેલી છે.
જ
તાત્પર્ય અર્થ એ છે કે નિશ્ચયષ્ટિ અભન્યન્તરસ્વરૂપને ગ્રહણ કરનાર હોવાથી “પરિણામ” = પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્તપરિણામને યોગ માને ૧. “અશુદ્ધિતમ્’નો અર્થ ભવાન્તરમાં અશુદ્ધિ જ છે ફળ જેનું એવું, અર્થાત્, અશુદ્ધિ રૂપ ફળને આપવાવાળું આ નિરનુબન્ધાનુષ્ઠાન છે. વળી બાહ્યમાત્ર શુભાનુષ્ઠાન અભિમાનાદિ દોષોને પણ કરનારું છે.
// શ્રી યોગવિંશિકા × ૧૯ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org