________________
विघ्नजयो नाम “विघ्नस्य जयोऽस्मादिति व्युत्पत्या धर्मान्तराय-निवर्तकः परिणामः । स च जेतव्यविघ्नत्रैविध्यात्रिविधः, तथाहि-यथा कस्यचित्कण्टकाकीर्णभार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनं तु पथि प्रस्थितस्य निराकुलगमनसंपादकं तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीशीतोष्णादिपरीषहैरूपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वानुकुलप्रवृत्तिसिद्धिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः ।
હવે “વિદનજય” નામના ત્રીજા આશયભેદને સમજાવે છે. “વિઘ્નોનો જય થાય જેનાથી તે વિનજય” આવી સંસ્કૃત ભાષામાં વ્યુત્પત્તિ હોવાથી ધર્મકાર્યો કરવામાં આવતા અન્તરાયોને (વિદ્ગોને) રોકનારો આત્માનો જે પરિણામ તે વિધ્વજય નામનો ત્રીજો આશય કહેવાય છે. | પ્રવૃત્તિ નામના બીજા આશયથી જીવ ધર્મકાર્યોમાં પ્રવર્તે છે. પરંતુ વિપ્નો આવવાથી પ્રવૃત્તિ મંદ થઈ જાય છે તેથી વિઘ્નો આવે તો પણ તેની સામે ટક્કર ઝીલીને પણ હતાશ ન થતાં આગળ વધવાવાળો આત્માનો જે સ્થિર પરિણામ તે “વિધ્વજય” નામનો ત્રીજો આશય છે.
આ આશય વડે વિનો જીતવાનાં છે. તે જીતવાલાયક વિઘ્નો જઘન્ય - મધ્યમ - ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં હોવાથી તે વિઘ્નોને જિતનારો આત્માનો પરિણામ પણ ત્રણ પ્રકારનો કહેવાય છે. જેમ પ્રણિધાન અને પ્રવૃત્તિ આશય એકેક પ્રકારના જ છે તેવી રીતે આ વિધ્વજય નામનો આશય પણ સ્વરૂપથી એક જ પ્રકારનો છે. પરંતુ જેતવ્ય એવાં વિઘ્નો ત્રિવિધ હોવાથી ત: - તે આશય પણ ત્રિવિધ કહેવાય છે. (૧) જઘન્યવિદનદયાશય, (૨) મધ્યમ- વિધ્વજયાલય, (૩) ઉત્કૃષ્ટવિધ્વજયાલય. તે ત્રણ પૈકી પ્રથમ જઘન્યવિધ્વજયાલય સમજાવે છે :
કાંટાઓથી ભરપૂર એવા માર્ગમાં ઊતરેલા કોઈક પથિકને તે કાંટાઓનું વિઘ્ન વિશિષ્ટ ગતિ કરવામાં વિઘાત થવાના કારણરૂપ બને છે. પરંતુ જો કાંટાઓનાં વિનોનું અપનયન (દૂર) કરવામાં આવે તો તે જ માર્ગમાં પ્રયાણ કરતા પથિકને નિશ્ચિત ગતિ કરાવનારું બને છે. તેવી રીતે મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા પણ કંટકતુલ્ય શીત-ઉષ્ણ-ક્ષુધા-તૃષાદિ પરીષહો વડે પરાભવ પામેલા આરાધક આત્માની ધર્મક્રિયામાં નિશ્ચિત પ્રવૃત્તિ થતી
/ શ્રી યોગવિશિકા જ ૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org