________________
એ પ્રતિબંધક છે. તેથી તેની ઉત્સુક્તા દોષરહિત જે પ્રયત્નવિશેષ તે કરવો જોઈએ, અહીં “છારિ” શબ્દમાં જે “મરિ” શબ્દ છે. તેથી આવી બીજી ઉત્સુક્તાઓ પણ હોઈ શકે છે. તેને પણ ટાળવી જોઈએ. જેમકે “અકાળે ફળવાંચ્છા” એ પણ ઉત્સુક્તા છે. આવી ઉત્સુક્તાઓ ત્યજીને ધર્મક્રિયા કરવી. તે “પ્રવૃત્તિ” આશય કહેવાય છે. અન્યગ્રન્થમાં (ષોડશક જીમાં ૩-૮) કહ્યું છે કે -
તે પ્રાપ્ત ધમનુષ્ઠાનોમાં જ પ્રકૃષ્ટ (વીર્યવિશેષને ફોરવવાપૂર્વક) તથા શ્રેષ્ઠ નિપુણતાપૂર્વક) એવા જે જે ઉપાયો હોય તેનાથી અત્યન્ત યુક્ત એવી, તથા ઉત્સુક્તાદોષ વિનાની એવી, તથા પ્રાપ્તાનુષ્ઠાનમાં પ્રયત્નાધિક કરવાથી થતી જે પ્રવૃત્તિ તે “પ્રવૃત્તિ” નામનો બીજો આશય છે. ષોડ. ૩-૮ ||
સારાંશ એ છે કે આત્માને જે જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું હોય તેમાં પ્રવર્તવું તે પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ પ્રવૃત્તિ પ્રકૃષ્ટ અને શ્રેષ્ઠ એવા ઉપયોગથી સંગત હોય છે, વળી ઉત્સુક્તા વિનાની હોય છે અને દિન-પ્રતિદિન અધિક-અધિક પ્રયત્નવાળી હોય છે. આ આશયમાં પ્રણિધાન કરતાં વયવિશેષનો પ્રકર્ષ હોય છે. અને વિનજય કરતાં વીર્યનો અપકર્ષ હોય છે. પ્રણિધાન આશયમાં ઇતિકર્તવ્યતાનો ઉપયોગ હોવા છતાં સાંસારિક રાગાદિના કારણે તીવ્ર વીર્યપ્રકર્ષ ઉત્યિત થઈ શકતો નથી. માટે પ્રણિધાન કરતાં પ્રવૃત્તિમાં વીર્યપ્રકર્ષ હોય છે. અને વિઘ્નો આવતાં વ્યાઘાત પામે છે માટે વિદનજય કરતાં વીર્યનો અપકર્ષ હોય છે.
ષોડશકજીનો જે સાક્ષી શ્લોક આપ્યો છે તેમાં જે “ત્રેવ” શબ્દ છે. તેનો અર્થ પ્રાપ્ત ધર્મસ્થાનોમાં જ (અધિક - અધિક પ્રવૃત્તિ કરવી
“શુ?” = પ્રકૃષ્ટ = વીર્યશક્તિને દઢપણે સાધ્યકાર્યમાં પ્રવર્તાવવી
“સારા” = નિપુણતાથી અન્વિત = ચતુરાઈપૂર્વક, સૂક્ષ્મદષ્ટિપૂર્વક વિચારો કરીને, હું જે પ્રવૃત્તિ કરું છું તે મારા સાધ્યની નિષ્પાદક છે કે કેમ? તેના વિચારો કરવાપૂર્વક જે ઉપાયો, તેનાથી સંયુક્ત એવી પ્રવૃત્તિ કરવી. |
// શ્રી યોગવિંશિકા જ ૮ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org