________________
અહીં “નિર્દોષ વસ્તુના ચિંતન-મનનના વિષયવાળો જે અધ્યવસાય” એમ જે કહ્યું છે તેનો ફલિતાર્થ એ છે કે પરોપકાર કરવાની વૃત્તિ તથા હીન ગુણોવાળા ઉપર જે દ્વેષાભાવ તે સ્વાર્થ સાધવાના વિચારો પૂર્વક ન હોવો જોઈએ. પરંતુ નિઃસ્પૃહભાવે ચિત્તને મોહ વિનાનું, કષાય વિનાનું બનાવીને જે પરોપકારની વૃત્તિ આદિવાળો અધ્યવસાય તે “પ્રણિધાન” આશય કહેવાય છે. "अधिकृतधर्मस्थानोद्देशेन . तदुपायविषय इतिकर्तव्यताशुद्धः शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणौत्सुक्यविरहितः प्रयत्नातिशयः प्रवृत्तिः । आहच
तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गतात्यन्तम् ।
अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ।। षोड. ३ - ८ ।। “ત્રેવ” = મઘતધર્મસ્થાન પવા “શુ:' = પ્રવૃe: I ‘સારે’ નૈપુષ્પવિતો य उपायस्तेन संगता ॥
હવે “પ્રવૃત્તિ” નામના બીજા આશયનો અર્થ સમજાવે છે - (૧) પોતાના આત્માને જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું છે તેમાં વધારે વિકાસ કેમ થાય? એવા ઉદેશપૂર્વક તે જ ધર્મસ્થાનના ઉપાયોમાં પ્રવર્તન કરવાના વિષયવાળો જે પ્રયત્નવિશેષ, તથા (૨) મારે મારા આત્માના કલ્યાણ માટે “આ જ ધમનુષ્ઠાન કરવા લાયક છે” એવા પ્રકારના શુદ્ધ ઉપયોગવાળો જે પ્રયત્નવિશેષ, તથા (૩) પ્રારંભ કરેલી ધર્મક્રિયા જલ્દી કેમ સમાપ્ત થાય એવી ઈચ્છાદિ રૂપ ઉત્સુક્તાદોષથી રહિત જે પ્રયત્નવિશેષ તે “પ્રવૃત્તિ” આશય કહેવાય છે.
જીવનમાં “પ્રવૃત્તિ” આશય લાવવા માટે તેનાં ત્રણ લક્ષણો જાણવા જરૂરી છે. (૧) પોતાને જે જે ધમનુષ્ઠાન પ્રાપ્ત થયું છે તેનો વધારે ને વધારે વિકાસ કેમ થાય તે માટે તેના ઉપાયોમાં સતત પ્રવૃત્તિ કરવી. (૨) મારે મારા આત્માનું જો કલ્યાણ કરવું હોય તો આ વીતરાગ પ્રભુપ્રણીત ધમનુષ્ઠાન જ કર્તવ્ય છે. તેના દ્વારા મોહનો પરાભવ કરી કર્મક્ષય થઈ શકે છે. એવો નિમોહ નિઃસ્પૃહ શુદ્ધ ઉપયોગવાળો પ્રયત્ન વિશેષ કરવો. (૩) “શરૂ કરેલી ધર્મક્રિયા જલ્દી કેમ પૂર્ણ થાય” એવી મનની જે સ્થિતિ તેને ઉત્સુકતા કહેવાય છે. આવી ઉત્સુક્તા આવવાથી ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા રૂપ ઉપયોગની અલના થાય છે. માટે ઉત્સુક્તા
0 થી યોગવિંશિક ૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org