________________
| ગઈમ્ ||.
श्रीमद् - हरिभद्रसूरि - संग्रथिता श्रीमद् - यशोविजयोपाध्याय-विरचित - व्याख्या - विभूषिता
योगविंशिका | $ નમ: || રથ યોવિંશા વ્યાધ્યાયતે -
“હું” એ સરસ્વતી મંત્ર છે. ટીકાકાર પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીનો મંગલવાચક આ સાંકેતિક શબ્દ છે. જેમ પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજરચિત ગ્રન્થોમાં અને “વિરહ” શબ્દ તસ્કૃતિસૂચક આવે છે તે જ પ્રમાણે મહોપાધ્યાયશ્રી યશોવિજયજીત ગ્રન્થોના પ્રારંભમાં “” એ મંગળસૂચક સરસ્વતી મંત્ર હોય છે.
૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા પૂજ્ય હરિભદ્રસૂરિજીએ જૈનદર્શનમાં વિવિધ વિષયો ઉપર અનેકવિધ સાહિત્યરચના કરેલી છે. પ્રભુ મહાવીર સ્વામીથી આજ સુધીના કાળમાં થયેલા સાહિત્યસર્જક મહાત્માઓમાં જેમની યશોગાથા વિશિષ્ટ છે, જેમણે પોતાના રચેલા સર્વગ્રન્થોમાં યાકિની નામનાં મહત્તરાજીના વિશિષ્ટ ઉપકારની સ્મૃતિનિમિત્તે “યાકિની મહત્તરાર્ન” એવું નામાભિધાન કરેલ છે, જેમણે “શાસ્ત્રવાતસમુચ્ચય', અનેકાન્તજયપતાકા’, ‘ષોડશકપ્રકરણ’, ‘સમરાઇચકહા’, ‘ધર્મબિંદુ આદિ અનેક અદ્ભુત ગ્રન્થરચના કરી જૈનશાસનની અપ્રતિમ સેવા કરી છે તેવા પરમ પવિત્ર પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગ”ના વિષય ઉપર (૧) યોગવિશિકા, (૨) યોગશતક, (૩) યોગદષ્ટિસમુચ્ચય (૪) અને યોગબિંદુ એવા મહાન અભૂતપૂર્વ ચાર ગ્રન્થોની રચના કરી છે. જે ચારે ગ્રન્થો અધ્યાત્મના વિષયવાળા હોવાથી, અને પંક્તિએ પંક્તિએ શાન્તરસ વહેતો હોવાથી ચતુર્વિધ શ્રી જૈનસંઘમાં આજે વધુ અધ્યયનનો વિષય બનેલ છે. તથા તેનું અધ્યયન અવશ્ય કરવા જેવું જ છે.
આ વિંશતિવિંશિકાનો પ્રકરણગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org