________________
“અક્ષયપદ દીએ પ્રેમ જો, પ્રભુનું તે અદ્દભુત રુપ રે”
પરમાત્મા સ્વયં પોતાના પ્રેમપીયુષપાનમાં મગ્ન બનેલા ભક્તને અક્ષયપદની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. પ્રભુનું આ અદ્ભુત સ્વરૂપ છે, જે સ્વરૂપ સ્વર કે અક્ષરનો વિષય બની શકતું નથી, પણ અનુભવગમ્ય છે.
“યોગવિંશિકા”માં યોગના મહાન રહસ્યભૂત તત્ત્વોનું વર્ણન સંક્ષેપમાં માત્ર વીશ શ્લોકોમાં થયેલું છે. તેનું વિશદ વિવેચન પ. પૂ. ઉપા. યશોવિજયજી મહારાજે કર્યું છે.
તે બંને ગ્રંથોનું ગુર્જરગિરામાં ભાષાન્તર કરીને પંડિતવર્ય સુશ્રાવક ધીરુભાઈએ યોગના અભ્યાસી જિજ્ઞાસુવર્ગને એ વિષયમાં પ્રવેશ કરવાની અત્યંત સરળતા કરી આપી છે.
ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથનો અભ્યાસ, પ્રકરણગ્રંથોની જેમ થાય એ આવશ્યક છે.
યોગવિંશિકાની જેમ બીજા યોગગ્રંથોનું પણ ભાષાંતર આવી સરળ ભાષામાં થાય તો મોટો ઉપકાર થશે.
યોગવિષયના સાચા જિજ્ઞાસુ આત્માઓને પરમયોગી શ્રી અરિહંત પરમાત્માના અદૂભુત શાસનમાં રહેલા મોક્ષસાધક યોગોની સાચી ઓળખાણ થાય અને તેઓને સર્વને પરમાત્માની પ્રીતિ, ભક્તિનું ભવ્ય ભેટશું મળે.
યોગસાધના અંગેની સાચી સમજ, સાચી પ્રક્રિયા પ્રાપ્ત કરી જિજ્ઞાસા અનુસાર તેનું આરાધન કરીને સર્વ જીવો અસંગ-અજર-અમરપદને પામો એજ એક મંગલ અભિલાષા.
આચાર્ય વિજય કલાપૂર્ણ સૂરિજી
Y
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org