________________
અંક્તિ થાય છે કે તેની પ્રત્યેક ક્રિયાઓ સહજ ચંદનની સુગંધની જેમ જ સહજ રીતે થયા કરે તે અસંગ અનુષ્ઠાન છે.
વચન અનુષ્ઠાનમાં સાક્ષાત્ શાસ્ત્રના આલંબને પ્રવૃત્તિ થાય છે પરંતુ અસંગ અનુષ્ઠાનમાં શાસ્ત્રજનિત સહજ સંસ્કારોથી પ્રવૃત્તિ થાય છે.
આ રીતે પ્રતિ આદિ ચાર અનુષ્ઠાનો જિનશાસનના સર્વ આચાર-અનુષ્ઠાનોમાં વ્યાપકરૂપે રહેલા છે.
पूजाकोटीसमं स्तोत्रं, स्तोत्रकोटी समो जपः / जपकोटीसमं ध्यानं, ध्यानकोटी समो लय: ॥
પૂજાવડે પ્રીતિ, સ્ત્રોતવડે ભક્તિ, જપ અને ધ્યાનવડે વચન અનુષ્ઠાનનું આરાધન સતત-દીર્ઘકાળ સુધી થવાથી લયયોગ સિદ્ધ થાય છે. તે અસંગ અનુષ્ઠાન છે અને અસંગાનુષ્ઠાન એ અનાલંબનયોગરૂપ છે.
આ પ્રમાણે પરમાત્માના પ્રેમની પ્રભુ-પૂજા, સ્તોત્ર-જાપ, આજ્ઞાપાલન ધ્યાન અને લયમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. આત્માને પરમાત્મા સાથે લયલીન બનાવનાર પ્રેમ છે. પ્રેમ એ પ્રીતિ અને ભક્તિરૂપ છે.
ઉદકબિંદુ સાયર ભલ્યો, જેમ હોય અક્ષય અભંગ”
જેમ પાણીનું એક બિંદુ સાગરમાં ભળીને અક્ષય અભંગ ભાવને પામે છે તેવી રીતે પ્રભુ સાથે પૂજા દ્વારા બિંદુ સ્વરૂપે જે પ્રેમનો પ્રારંભ થાય છે, એ જ પ્રેમ, સ્તોત્ર-જાપ-ધ્યાન અને લયયોગમાં વૃદ્ધિ પામતો પરમ પ્રેમના સાગર સ્વરૂપ પરમાત્મામાં લીન બનીને અક્ષયભાવને પામે છે. કહ્યું પણ છે કે :
પ્રભુ ઉપકાર ગુણે ભય, મન અવગુણ એક ન માય રે, ગુણ ગણ અનુબંધી હુઆ, એ તો અક્ષયભાવ કહાય રે”
(ઉપા. યશો. સ્તવન - ૨૦) પરમાત્માના ગુણોનું બહુમાન જાગૃત થતાં ગુણો આકર્ષિત થાય છે. ગુણ બહુમાન, ગુણપ્રાપ્તિનું અભંગ મંગલ દ્વાર છે.
પ્રીતિયોગમાં ઉત્પન્ન થયેલો ગુણ બહુમાન, પ્રભુપ્રેમ ક્રમશઃ લયયોગમાં અભંગભાવ પામી અક્ષય અભંગ બની જાય છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org