________________
આ યોગો અને તેના સાધક યોગીઓ પ્રત્યે પ્રીતિ અને ભક્તિભાવ જગાડી તેમની આજ્ઞાનું પાલન કરવું, જેના પ્રભાવે અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ અને સિદ્ધિ થાય છે.તે અસંગ અનુષ્ઠાન જ અનાલંબનયોગ છે કારણ કે તેમાં સર્વ આલંબનરૂપ સંગનો સર્વથા ત્યાગ થાય છે.
ઉપરોક્ત સ્થાનાદિ પ્રત્યેક સદનુષ્ઠાન ભાવશુદ્ધિના તારતમ્યથી (હાનિ-વૃદ્ધિથી) ચાર પ્રકારનું હોય છે.
પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાન એ ઉત્તરોત્તર વિશેષ આત્મશુદ્ધિ ઉત્પન્ન કરે છે.
જે ધર્માનુષ્ઠાનોમાં આદર, બહુમાન હોય, તેમજ શેષ અશુભ અનુષ્ઠાનોને છોડી તેમાં જ વિશેષ પ્રયત્ન થાય, તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે.
જે અનુષ્ઠાનમાં પ્રીતિપાત્ર કરતાં પણ વિશેષ આદર, બહુમાન પૂજ્યભાવ હોય, તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે.
ભક્તિમાં પ્રીતિ કરતાં વિશેષ આત્મશુદ્ધિ હોય છે. જેમ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે, પરંતુ માતા પ્રત્યે પ્રીતિથી પણ વિશિષ્ટ પૂજ્યભાવ હોવાથી તેમના પ્રતિ ભક્તિભાવ હોય છે.
આ જ રીતે પરમાત્મા પ્રત્યે પણ પ્રારંભમાં પ્રીતિ-પ્રેમભાવ પ્રગટ કરવાથી પ્રભુનું નામસ્મરણ, દર્શન વંદન, પૂજન વગેરે અનુષ્ઠાનોમાં આદર-બહુમાનપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે.
અને પરમાત્માની અનંત અચિંત્યશક્તિ, અનંત કરુણા, પરોપકારાદિ ગુણોનું જ્ઞાન થતાં વિશેષ પૂજ્યભાવ પ્રગટ થવાથી અત્યંત ભક્તિપૂર્વક નામસ્મરણ-પૂજા-ચૈત્યવંદનાદિ થાય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. તેની નિરંતર આરાધનાથી જિનભાષિત શાસ્ત્રાનુસાર પ્રત્યેક ઉચિત પ્રવૃત્તિ થાય, તે વચન અનુષ્ઠાન કહેવાય, અને તે ચારિત્રવાન આત્માને અવશ્ય હોય
છે.
પ્રીતિ અનુષ્ઠાન કરતાં ભક્તિમાં અને ભક્તિ કરતાં વચન-અનુષ્ઠાનમાં આત્માની વિશેષ શુદ્ધિ થાય છે અને તે ત્રણે અનુષ્ઠાનના સતત અભ્યાસથી શાસ્ત્રાભ્યાસમાં અતિશય પ્રયત્ન થવાથી આત્મામાં એવા દૃઢ સંસ્કારો
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org