________________
ચારે ગ્રન્થોના અનુક્રમે | ૨૦ | ૧૦૦/ ૨૨૮ | પ૨૭ | શ્લોકો છે. અનુક્રમે શ્લોકસંખ્યાની અપેક્ષાએ મોટા-મોટા છે. પ્રથમ યોગવિંશિકા' ગ્રન્થ ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની રચેલી ટીકા છે. શેષ ત્રણ ગ્રન્થો ઉપર સ્વોપજ્ઞ (હરિભદ્રસૂરિજીની પોતાની રચેલી) ટીકાઓ છે.
તે ચાર ગ્રન્થો પૈકી “યોગવિંશિકા” નામના પહેલા ગ્રન્થની ટીકા (વિવેચન) હવે શરૂ કરાય છે.
"मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।
परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेण ।। १ ।। શ્લોકાર્થ - પરિશુદ્ધ એવો સર્વે પણ ધર્મવ્યાપાર (ધર્મવ્યવહાર) (આત્માને) મોક્ષની સાથે જોડનાર હોવાથી “યોગ” કહેવાય છે. અને વિશેષ સ્થાનાદિસંબંધી (પાંચ પ્રકારનો) યોગ તે “યોગ” કહેવાય છે.
टीका = "मुक्खेण' त्ति । “मोक्षेण महानन्देन योजनात्' सर्वोऽपि धर्मव्यापारः साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो योगो विज्ञेयः योजनाद्योग इति व्युत्पत्त्यर्थानुगृहीतमोक्षकारणीभूतात्मव्यापारत्वरूपयोगलक्षणस्य सर्वत्र घटमानत्वात्। - સાધુ મહાત્માઓનો (૧) આલય = એકસ્થાનમાં વસવું, (૨) વિહાર = ગામાનુગામ વિહાર કરવો, (૩) ભાષા = ધર્મદેશનાદિ આપવી, (૪) વિનય = ગુવદિનો વિનય કરવો, (૫) ભિક્ષાટનાદિ = ગોચરી માટે ફરવું. વગેરે ક્રિયા કરવા સ્વરૂપ સર્વે પણ ધર્મવ્યવહાર (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ) આત્માને મોક્ષની સાથે અર્થાતુ (સ્વાભાવિક) મહા આનંદની સાથે જોડનાર હોવાથી “યોગ” કહેવાય છે.
“ોનનાર્ યો :” યુજન કરવું, જોડવું, આત્માને મહા આનંદની સાથે જોડવું. એ અર્થ જે ધર્મપ્રવૃત્તિમાં સંભવે છે તેથી તે ધર્મપ્રવૃત્તિને યોગ” કહેવાય છે. કારણ કે “ફોનનતિ”એવી જે યોગ શબ્દની વ્યુત્પત્તિ થાય છે તેનાથી ગર્ભિત જે અર્થ, તે વ્યુત્પત્તિસિદ્ધ અર્થથી યુક્ત એવો જે મોક્ષના કારણભૂત આત્માનો (ધર્મક્રિયા કરવા સ્વરૂ૫) વ્યાપાર તે યોગ કહેવાય છે. કારણ કે ધર્મક્રિયા કરવા સ્વરૂપ આત્માની સર્વ પ્રવૃત્તિમાં "યોગ"નું લક્ષણ સારી રીતે ઘટી શકે છે.
0 શ્રી યોગવિશિા ૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org