SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અવિધિપાક્ષિક જીવોની યુક્તિઓનું નિરસન કરતાં ટીકાકારશ્રીએ “જ્ઞાનસારાષ્ટકની સાક્ષી આપીને “બહુજનમત” “અજ્ઞાનીપક્ષ” અને જીતવ્યવહારના નામે ચાલતી-ચલાવાતી અવિધિપ્રવૃત્તિનું ખંડન કર્યું છે ! જીતવ્યવહાર પણ તે માન્ય છે કે શ્રુતવ્યવહાર સાપેક્ષ હોય, અજ્ઞાનીઓએ યથા-તથા ચલાવેલો જીતવ્યવહાર ઉપકારક નથી. જીતવ્યવહારના નામે મોહપોષક અવિધિ માર્ગની પુષ્ટિના આ સંકેતો છે. જે કોઈપણ રીતે ઉપકારક નથી. સંવેગ પરિણામી, આત્માર્થી, ગૂઢગીતાર્થી આત્માઓએ શાસ્ત્રને સામે રાખીને ચલાવેલા વ્યવહારો જ મોહનાશક હોવાથી જીતવ્યવહાર છે. તેથી આ કલિયુગમાં શાસ્ત્રવ્યવહાર (શ્રુતવ્યવહાર) શક્ય નથી એમ કહેનારાઓમાં શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત આવે (દોષ લાગે - દોષશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે) એમ કહેલું છે શાસ્ત્રોની આવી વાતો સૂક્ષ્મ અને નિપુણ બુદ્ધિથી સમજવી જોઈએ . નનુ શબ્દથી કોઈ પૂર્વપક્ષવાદી શિષ્ય શંકા કરે છે કે તમે અત્યાર સુધી પૂર્વેની ગાથાઓમાં જણાવી ગયા તેમ અતિશય આદર વડે વિધિવાળા પક્ષનું જ સ્થાપન કરો છો તો નીચે જણાવેલી ગાથાઓનાં વચનોની શી ગતિ થશે. કારણ કે નીચે જણાવાતી ગાથાઓનાં વચનો તમે સમજાવો છો તેનાથી ઊલટાં છે. તમે એમ જણાવો છો કે વિધિપૂર્વક જ ધર્મક્રિયા કરવી કરાવવી, જો અવિધિએ કરે તો કરનાર પણ દોષિત અને કરાવનાર મહાદોષિત થાય છે. સૂત્રદાન મંડલીપ્રવેશદાન પણ અયોગ્યને ન કરવું. જ્યારે નીચેની ગાથાઓનાં વચનો એમ જણાવે છે કે વિધિપૂર્વક ધર્મકાર્ય કરવું તે પ્રથમ (ઉત્તમ) માર્ગ છે પરંતુ કાળ સંઘયાદિના પ્રભાવે વિધિપૂર્વક થવું શક્ય ન હોય તો અવિધિએ કરવું તે પણ સારું છે / ન કરનારાને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ પણ ધર્મકાર્ય કરનારાને લઘુપ્રાયશ્ચિત આવે છે. તે ગાથાનાં વચનો આ પ્રમાણે - “અવિધિએ ધમનુષ્ઠાનો કરવા કરતાં ન કરવાં તે સારા” આવું જે વક્તા બોલે છે તે અમૃતવચન (ઉસ્ત્રવચન) છે. જેઓએ જૈન શાસ્ત્રો નથી સાંભળ્યા તેવા અજ્ઞાનીઓનું વચન છે એમ સર્વજ્ઞ પુરુષો કહે છે. 0 શ્રી યોગવિંશિક છે ૪ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy