________________
અવતરણ :- યવં સમાવિનક્ષvi સામાયિ વર્થ તતઃ વિત દિયા ? રૂત્યાદિ – ““સર્વત્ર સમભાવ પ્રાપ્ત થવો” એ જ જો સામાયિક છે. તો આવા સામાયિકવાળા મહાત્મા મુનિઓની ભિક્ષાટનાદિ (આહાર-નિહાર અને વિહારાદિ) રૂપ ક્રિયા કયાંય પણ કેમ ઘટશે? અર્થાત નહીં જ ઘટે. કારણ કે આહારની ઈચ્છા થાય તો જ ભિક્ષાટનક્રિયા સંભવે, અને સર્વત્ર સમભાવવાળા મુનિને આહારાદિની ઇચ્છા થાય નહિ. કારણ ઇચ્છા એ રાગ છે. ઉત્સુકતા છે. તેથી તે સમભાવવાળા મહાત્માઓને ઈચ્છા આદિ ન હોવાથી ભિક્ષાટનાદિ ક્રિયા કેમ ઘટશે ? તે ગ્રંથકાર શ્રી સમજાવે છે કે :
"किरिया उ 'दंडजोगेण, 'चक्कभमणं व होइ एयस्स । 'आणाजोगा ‘पुव्वाणुवेहओ चेव णवरं ति ॥ १९ ॥
क्रिया पुनः क्वचिद् भिक्षाटनादौ प्रवृत्तिरूपा दण्डयोगेन चक्रभ्रमणवद् भवति, "एतस्य" सामायिकवतः आज्ञायोगात् यथेह चक्रमचेतनत्वाद् रागद्वेषरहितं भ्रमणाऽभ्रमणयोस्तुल्यवृत्ति दण्डयोगाभ्रमति एवमयं सामायिकवांस्तथाक्लिाष्टकर्मविगमाद् विशुद्धभावयोगेन भिक्षाटनाऽनटनयोः समवृत्तिरेवाऽऽज्ञायोगादटतीति हृदयम् ।
ગાથાર્થ:- ઘટબનાવવામાં દંડનાયોગથી અથવાપૂર્વસંસ્કારથી જેમ ચક્રભ્રમણ થાય છે. તેમસર્વત્રસમભાવવાળામુનિઓની ભિક્ષાટનાદિ સર્વ ધર્મક્રિયા આજ્ઞાયોગથી અથવા પૂર્વસંસ્કારોથી થાય છે. ૧૯
ટીકાનુવાદઃ-માષતુષાદિથી પ્રારંભીને ચૌદપૂર્વધર સુધીના શુધ્ધ સામાયિકવાળા સર્વત્રસમભાવવાળા મુનિઓની કયારેક ક્યારેક (અવસરે અવસરે) ભિક્ષાટનાદિમાં પ્રવૃત્તિ કરવા સ્વરૂપ જે ક્રિયા થાય છે તે દંડના યોગથી જેમ ચક્રભ્રમણ ક્રિયા થાય છે. તેની જેમ તીર્થંકરભગવન્તોની આજ્ઞાયોગથી સહજપણે જ થાય છે. જેમ ઘટ બનાવતી વખતે ચક્ર અચેતન હોવાથી રાગદ્વેષથી રહિત છે. ભ્રમણક્રિયા અને અભ્રમણક્રિયા એમ બન્નેમાં તુલ્યવૃત્તિવાળું છે. કારણ કે ચક્રને કોઈ ઇચ્છા છે જ નહિ, છતાં દંડનો સંયોગ માત્ર થવાથી સહજપણે ભ્રમણ કરે છે. એ જ પ્રમાણે
યોગાતક ક કર / .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org